લોકસભા ચૂંટણી 2019 છેલ્લાં પડાવમાં પહોંચી ગઇ છે. આજે મતની ગણતરી થશે. થોડીક જ વારમાં મતની ગણતરીના રૂઝાનો આવવાનું શરૂ થઇ જશે. માત્ર ભારત જ નહીં આખી દુનિયાની નજર ભારતની લોકસભા ચૂંટણી પરિણામો પર છે. મતની ગણતરી બાદ સ્પષ્ટ થઇ જશે કે આવતા પાંચ વર્ષ અને દેશમાં એનડીએની સત્તા રહેશે કે વિપક્ષના ખેમાને સરકાર બનાવાની તક મળશે. એક્ઝિટ પોલમાં ભાજપ નીત એનડીએ સરળતાથી સરકાર બનાવાના જાદુઇ આંકડાને પાર કરતાં દેખાય છે. જો હકીકતમાં રિઝલ્ટ એક્ઝિટ પોલ પ્રમાણે જ સાબિત થયા તો દેશના આ પાંચ નેતાઓ સૌથી વધુ દુ:ખી થશે. આ પાંચ નેતાઓ એવા છે જેમણે ચૂંટણી પહેલાં પોતાને NDAથી અલગ કરી લીધા હતા.

ઓમ પ્રકાશ રાજભર:
ઉત્તર પ્રદેશમાં 2017ની વિધાનસભા ચૂંટણી દરમ્યાન સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (સુભાસપા) એનડીએનો હિસ્સો બની હતી. ભાજપની સાથે મળી આ પાર્ટીએ સારું પ્રદર્શન કર્યું હતું. સુભાસપાના અધ્યક્ષ ઓમ પ્રકાશ રાજભરને યુપીના યોગી આદિત્યનાથની સરકારમાં મંત્રી પદ પણ મળ્યું હતું. ઓમ પ્રકાશ રાજભર લોકસભા ચૂંટણીમાં પોતાની પાર્ટી માટે ટિકિટ ઇચ્છતા હતા. પરંતુ ભાજપના આલાકમને તેમની માંગને ઠુકરાવી દીધી હતી. ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત બાદ ઓમ પ્રકાશ રાજભર ચાર તબક્કાના વોટિંગ સુધી ભાજપ અને એનડીએ માટે વોટ માંગતા રહ્યા, પરંતુ પાંચમા તબક્કાથી પહેલાં અચાનક ભાજપ પર પ્રહારો કર્યા હતા. છઠ્ઠા તબક્કા સુધી આવતા-આવતા યોગી સરકારમાંથી રાજીનામું આપી દીધું. સાતમા તબક્કાના વોટિંગ સંપન્ન થતાં જ તેમને યોગી સરકારમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. જો એનડીએ જીતશે તો તેમને પસ્તાવો થવો સ્વાભાવિક છે.

ઉપેન્દ્ર કુશવાહા:
2014ની લોકસભા ચૂંટણી પહેલાં નીતીશ કુમારે પીએમ મોદીનો વિરોધ કરતાં એનડીએ સાથે છેડો ફાડી દીધો હતો. ત્યારબાદ ભાજપે બિહારમાં મજબૂતી માટે ઉપેન્દ્ર કુશવાહા અને રામવિલાસ પાસવાનની પાર્ટી સાથે ગઠબંધન કર્યું હતું. 2018ની સાલમાં નીતીશ કુમાર ફરીથી એનડીએનો હિસ્સો બની ગયા. ત્યારબાદથી એનડીએમાં ઉપેન્દ્ર કુશવાહની હેસિયત ઘટી ગઇ. 2019ની લોકસભા ચૂંટણીમાં બિહારમાં જ્યારે સીટોની વહેંચણી આવી તો કુશવાહની પાર્ટીને માત્ર એક સીટ મળતી હતી. આ વાતથી નારાજ કુશવાહાએ કેન્દ્રમાં મંત્રી પદને ત્યાગી દીધું અને એનડીએથી અલગ થઇ રાષ્ટ્રીય જનતા દળના નેતૃત્વવાળી મહાગઠબંધનનો હિસ્સો બન્યા. જો એનડીએ જીતશે તો હાલ કુશવાહાના નિર્ણયને રાજકારણમાં ખોટો કહેવાશે.

જીતન રામ માંજી:
2016મા યોજાયેલ બિહાર વિધાનસભા ચૂંટણી દરમ્યાન નીતીશ કુમારના ખેમામાં બેઇજ્જતી થતા પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંજી એનડીએનો હિસ્સો બન્યા હતા. એનડીએને આશા હતી કે માંજીના આવવાથી એનડીએના ઉમેદવારોને મહા દલિત સમાજનો વોટ મળશે. પરંતુ એવું થયું નહીં. 2018મા પીએમ નરેન્દ્ર મોદી અને નીતીશ કુમારની દોસ્તી ફરીથી થતા એનડીએમાં માંજીની ખાસ હેસિયત રહી નથી. ત્યારબાદ માંજી આરજેડી નીત મહાગઠબંધનમાં આવી ગયા. એનડીએ જીતતા માંજીને પસ્તાવો થવો સ્વાભાવિક છે.

ચંદ્રબાબુ નાયડુ:
આંધ્રપ્રદેશમાં સત્તાસીન તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)એ લોકસભા ચૂંટણીના થોડાંક મહિના પહેલાં જ એનડીએથી અલગ થવાનો નિર્ણય કર્યો હતો. જો કે આંધ્રપ્રદેશમાં લોકસભાની સાથે વિધાનસભા ચૂંટણી પણ થઇ છે. ટીડીપીને એનડીએમાં બનાવી રાખવા માટે ભાજપને ઘણી કોશિષ પણ કરી હતી. પરંતુ ટીડીપી ચંદ્રબાબુ નાયડુએ એક પણ સાંભળી નહીં. આ વખતે ટીડીપી કોંગ્રેસની સાથે મળી બંને ચૂંટણી લડી છે. લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલમાં ટીડીપીની સ્થિતિ ખરાબ કહેવાય છે. જો કે વિધાનસભા ચૂંટણી બાદ એક્ઝિટ પોલમાં પણ ચંદ્રબાબુ નાયડુની પાર્ટી હારે તેવા અંદાજો છે. એનડીએથી અલગ થયા બાદ નાયડુ વિપક્ષી નેતાઓને એક કરવામાં લાગ્યા છે. જો લોકસભા ચૂંટણીમાં એનડીએ જીતે છે તો ચંદ્રબાબુ નાયડુને એનડીએથી અલગ થવાના નિર્ણય પર પ્રશ્ન ઉભો થઇ શકે છે.

મહેબૂબા મુફ્તી:
2014ની સાલમાં જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીમાં કોઇ પણ પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી નહોતી. ત્યારબાદ વિચારધારાના મામલામાં બિલકુલ જ ઉલટું ભાજપ અને મહેબૂબા મુફ્તીની પાર્ટી પીડીપી એ ગઠબંધન કરીને સરકાર બનાવી હતી. આ સરકારમાં પીડીપીના મુખ્યમંત્રી અને ભાજપના ઉપમુખ્યમંત્રી હતા. કેન્દ્રની ભાજપ સરકારના વારંવાર ચેતવવા છતાંય સરહદ પારથી વધી રહેલી આતંકી ઘટનાઓ પર મુખ્યમંત્રી મહેબૂબા મુફતીની નરમાઇ યથાવત હતી. આખરે ભાજપે સરકાર તોડી પાડી. જો આ વખતે એનડીએ સત્તામાં આવે છે તો મહેબૂબાને કદાચ પોતાના નિર્ણય પર પસ્તાવો થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post લોકસભા ચૂંટણી પરિણામ 2019: જો NDA જીતશે તો સૌથી વધુ દુ:ખી થશે આ 5 નેતા appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/lok-sabha-election-2019-if-nda-win-this-five-leader-will-be-most-sad/
via Best Gujarati News

0 Comments