આજે વિશ્વની સૌથી મોટી લોકશાહીનો નિર્ણાયક જનાદેશ
દેશની 17મી લોકસભા માટે છેલ્લાં દોઢ મહિનાથી ચાલતી ચૂંટણી પ્રક્રિયાના પરિણામો આજે જાહેર થશે. 90 કરોડ મતદારોમાંથી 67 ટકા લોકો દ્વારા 8000થી વધુ ઉમેદવારોમાંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે આવશે. સવારે 8 કલાકથી મતદાનના પરિણામો આવવાની શરૂઆત થઈ જશે. દરેક વિધાનસભા દીઠ પાંચ મતદાન કેન્દ્રોમાં EVMના પરિણામોની VVPAT સ્લિપ સાથે સરખામણી કરવામાં આવશે. ત્યારબાદ અધિકારિક રીતે પરિણામોની જાહેરાત કરાશે. તેને પગલે પરિણામો આવવામાં 6થી 7 કલાકનો વિલંબ થઈ શકે તેમ છે.
બીજી તરફ કોંગ્રેસ, સપા, બસપા અને તૃણમૂલ કોંગ્રેસનાં નેતાઓ સહિત ૨૨ વિપક્ષી નેતાઓએ ચૂંટણીપંચ સમક્ષ માગણી કરી હતી કે ગુરુવારે મતગણતરી શરૂ કરવામાં આવે તે પહેલાં કોઈ ક્રમ નક્કી કર્યા વિના પસંદગીનાં મતગણતરી મથકો પર VVPAT સ્લિપોની અલગ રીતે ગણતરી કરવામાં આવે. જો ગણતરી ખોટી ઠરે તો વિધાનસભા ક્ષેત્રનાં તમામ કેન્દ્રોની સ્લિપ મેળવવા વિપક્ષોએ માગ કરી હતી. ચૂંટણીપંચે કહ્યું હતું કે, સ્ટ્રોંગરૂમમાં તમામ EVM સુરક્ષિત છે. ચૂંટણીમાં ઉપયોગમાં લેવામાં આવેલા વોટિંગ મશીનોની અદલાબદલી કરવામાં આવી હોવાની વિપક્ષોની આશંકાને પંચે ફગાવી હતી. પંચે કહ્યું કે આવી ફરિયાદો આધારહીન અને ખોટી છે. પંચે ચોખ્ખા શબ્દોમાં જણાવ્યું હતું કે મતગણતરી પંચની નિયત રીત પ્રમાણે જ થશે.
ચૂંટણી પંચે એક બેઠક કરીને 100 ટકા VVPAT સ્લિપોને EVM સાથે સરખાવવાની વિપક્ષોની માગ ઠુકરાવી દીધી હતી. આ બેઠકમાં પંચના સિનિયર અધિકારીઓ સાથે ચૂંટણી કમિશનર અશોક લવાસા પણ હાજર રહ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post આજે વિશ્વની સૌથી મોટી લોકશાહીનો નિર્ણાયક જનાદેશ appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/todays-decisive-mandate-of-the-worlds-largest-democracy/
via Best Gujarati News
0 Comments