EVM પર જાપ્તો રાખવા સપા-બસપા કાર્યકરો મેરઠમાં તંબુ તાણી અને દૂરબીન લઈને બેઠા
। મેરઠ ।
EVM પર જાપ્તો રાખવા વિપક્ષી દળો જાતજાતની તરકીબ અપનાવી રહ્યાં છે. યુપીના મેરઠમાં સપા, બસપા અને આરએલડી ગઠબંધનના ઉમેદવાર હાજી યાકૂબ કુરેશીના સ્ટ્રોન્ગ રૂમની બહાર ઉમેદવારોના સમર્થકો તંબુ તાણીને બેઠા હતા. તેમાં કમ્પ્યૂટર લગાડવામાં આવ્યાં છે. તેની પર કમ્પ્યૂટર પર સ્ટ્રોન્ગ રૂમની સીસીટીવી લાઈવ ફીડ આવે છે જો આ ફીડ આવવી બંધ થઈ જાય તો તેમાં કંઈક ગરબડ હોઈ શકે. આવા કિસ્સામાં તેઓ તત્કાળ ચૂંટણી અધિકારીઓને વાત કરી શકે છે. કોઈ પણ સંદિગ્ધ હરકત પર નજર રાખવા માટે ગઠબંધનના સમર્થકો દૂરબીનનો પણ ઉપયોગ કરી રહ્યાં છે.
મીડિયા રિપોર્ટ અનુસાર ઇવીએમ પર રાજકીય બબાલની વચ્ચે દેશની ચર્ચિત બેઠકોમાંની એક ભોપાલમાં પણ સ્ટ્રોન્ગ રૂમની બહાર ઇવીએમ પર કડક જાપ્તો રાખવામાં આવી રહ્યો છે. ભોપાલનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો જેમાં રૂમની બહાર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો ડેરા તંબુ તાણીને બેઠેલા જોવા મળતા હતા અને ટાઇમપાસ માટે અંતાક્ષરી રમતા હતા.
બીજી બાજુ ભોપાલના કોંગ્રેસના ઉમેદવાર દિગ્વિજય સિંહ પણ ઔઇવીએમની ચોકી કરવા પોતાના સમર્થકો સાથે પહોંચ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post EVM પર જાપ્તો રાખવા સપા-બસપા કાર્યકરો મેરઠમાં તંબુ તાણી અને દૂરબીન લઈને બેઠા appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/evm-on-the-spy-sp-bsp-k/
via Best Gujarati News
0 Comments