પેરિસમાં ભારતીય વાયુસેનાના રાફેલ કાર્યાલયમાં ઘૂસણખોરીનો પ્રયાસ થયો
। નવી દિલ્હી ।
લોકસભા ચૂંટણી દરમિયાન રાફેલ ડીલ કેસ ચૂંટણી મુદ્દો બની રહ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રાફેલ સોદા મુદ્દે સરકારને ઘેરતા રહ્યા હતા. જોકે ચૂંટણી પ્રચાર હવે પૂરો થયા પછી ફ્રાન્સથી મોટા અહેવાલ આવતા રહ્યા છે. રાજધાની પેરિસમાં કેટલાક અજ્ઞા।ત તત્ત્વોએ ભારતીય વાયુસેનાની રાફેલ પ્રોજેક્ટ મેનેજમેન્ટ ટીમના કાર્યાલયમાં ઘૂસણખોરી કરવા પ્રયાસ કર્યો હતો. આ ઘટનાથી ભારતીય વાયુસેના સાવધ બની ગઈ છે.ઘૂસણખોરીનો હેતુ જાસૂસી હતો કે કાંઈક બીજો હેતુ તે વિષે સ્પષ્ટતા નથી થઈ. ભારતીય વાયુસેના, સંરક્ષણ મંત્રાલય કે ફ્રાન્સના ભારત ખાતેના દૂતાવાસે પણ આ ઘટના સંદર્ભમાં કોઈ સત્તાવાર નિવેદન નથી આપ્યું. સમાચાર એજન્સીઓના અહેવાલ આધારે આ ઘટના પ્રકાશમાં આવી છે.
આ વર્ષે સપ્ટેમ્બરમાં ભારતીય વાયુસેનામાં સામેલ થનારા રાફેલ વિમાન સોદા મુદ્દે રાજકીય વિવાદ ચાલી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ રવિવારે રાતે ફ્રાન્સના પાટનગર પેરિસના પરાવિસ્તારમાં આવેલા ભારતીય એરફોર્સ રાફેલ પ્રોજેક્ટ મેનેજમેન્ટ ટીમના કાર્યાલયમાં ઘૂસણખોરી કરવા પ્રયાસ થયો હતો. આ પ્રયાસ સંદર્ભમાં વધુ માહિતી પ્રાપ્ત કરવા પ્રયાસ ચાલી રહ્યા છે.
ફ્રાન્સમાં ભારતીય વાયુસેનાના ટીમનું નેતૃત્વ ગ્રૂપ કેપ્ટન કક્ષાના અધિકારી કરી રહ્યા છે. તે ટીમ ૩૬ રાફેલ વિમાનના નિર્માણકાર્ય અને ભારતીય અધિકારીઓની તાલીમ પર ધ્યાન આપી રહી છે. એર ફ્રાન્સે પણ ઘૂસણખોરીની આ ઘટના અંગે ભારતીય સંરક્ષણ મંત્રાલયનું ધ્યાન દોર્યું છે. ભારતીય વાયુસેના ઘટના અંગે વધુ માહિતી મેળવવા પ્રયાસશીલ છે.
દ સોલ્ટ કંપનીના ઉત્પાદક એકમમાં જ વિમાન તૈયાર થઈ રહ્યા છે. સોદો અંતર્ગત ફ્રાન્સ ભારતીય વાયુસેનાને પાંચ વર્ષમાં ૩૬ રાફેલ વિમાન પૂરા પાડશે. જોકે ડિલિવરીની શરૂઆત સપ્ટેમ્બર મહિનાથી શરૂ થઈ જશે. વિમાનની પ્રથમ ડિલિવરી પછીના ૨૫ મહિનામાં બાકીના વિમાન ભારતને પૂરા પાડવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post પેરિસમાં ભારતીય વાયુસેનાના રાફેલ કાર્યાલયમાં ઘૂસણખોરીનો પ્રયાસ થયો appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/paris-indian-air-force/
via Best Gujarati News
0 Comments