દેશની સૌથી ચર્ચિત લોકસભા સીટોમાં પ્રખ્યાત વારાણસી લોકસભા સીટ પર મતની ગણતરી શરૂ થઇ ગઇ છે. પ્રથમ રાઉન્ડ પૂર્ણ થવા સુધી પીએમ નરેન્દ્ર મોદી 75 હજાર મતથી આગળ ચાલી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે આજે મોડી રાત સુધી પરિણામ જાહેર કરી દેવામાં આવશે. વારાણસી સીટ પર દુનિયાભરની મીડિયાની નજર છે. આ સીટથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત બીજી વખત મેદાનમાં છે. પીએમ મોદીને ટક્કર આપવા માટે કોંગ્રેસે અજય રાય અને સમાજવાદી પાર્ટીએ શાલિની યાદવને ટિકીટ આપી છે.

વારાણસીમાં આ વખતે 56.97 ટકા લોકોએ મતદાન કર્યું છે જે વર્ષ 2014ની અપેક્ષાએ બે ટકા ઓછું છે. ગત ચૂંટણીમાં અંહી 58.35 ટકા વોટિંગ થયું હતું. 2014માં નરેન્દ્ર મોદીએ આ સીટથી 5 લાખ 81 હજાર મત મળ્યા હતા. મોદીએ તેમના નજીકના વિરોધી અરવિંદ કેજરીવાલને આશરે પોણા ચાર લાખ મતથી હરાવ્યા હતા. અજય રાય ત્રીજા સ્થાન પર રહ્યા હતા. રાયે આશરે 76 હજાર મત મળ્યા હતા.

વર્તમાનમાં આશરે 18 લાખ મતદાર અને 34 લાખ જનસંખ્યા વાળા આ સંસદીય ક્ષેત્રથી પીએમ મોદી સાંસદ છે. 2014ની લોકસભા ચૂંટણીમાં એસપી અને બીએસપી મળીને પણ આ સીટ પર કુલ સવા લાખ મતના આંકડા સુંધી પણ પહોંચી શક્યા ન હતા. કહેવામાં આવે છે કે મોદીને હરાવવા માટે મુસ્લિમ મતનું એકજૂથ રૂઝાન કેજરીવાલ તરફ થઇ ગયું હતું જેના કારણથી કેજરીવાલને રાજકીય ફાયદો પણ થયો હતો. 2009ના સમીકરણો પર જોઇએ તો બીએસપી અને એસપીના કુલ મતની સંખ્યા બીજેપીના ઉમેદવાર મુરલી મનોહર જોશીને મળેલા મતથી વધારે હતા.

આંકડા પર જોઇએ તો 1991 બાદ થયેલી સાત ચૂંટણીમાં 6માંથી બીજેપીએ જીત હાંસલ કરી છે. 1991માં અંહીથી બીજેપીના શ્રીશચંદ્ર દીક્ષિત જીત્યા હતા. બાદમાં શંકર પ્રસાદ જાયસવાલ બીજેપીને ટિકિટ પર ત્રણ વખત ચૂંટણી જીતી સંસદ પહોંચ્યા. માત્ર 2004માં આ સીટ પર કોંગ્રેસના રાજેશ મિશ્રાએ જીત હાંસલ કરી હતી. પરંતુ 2009માં બીજેપીના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીએ આ સીટ કોંગ્રેસથી છીનવી લીધી જેની પર 2014ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ રેકોર્ડ મતથી જીતીની કબજો જમાવ્યો.

1952, 1957 અને 1962માં કોંગ્રેસના રઘુનાથી સિંહે વારાણસીથી વિજય મળ્યો. તે બાદ 1967માં રઘુનાથ સિંહને કોમ્યુનિસ્ટ પાર્ટીના સત્ય નારાયણ સિંહની સામે હારનો સામનો કરવો પડ્યો. 1980માં પૂર્વ રેલમંત્રી કમલાપતિ ત્રિપાઠી અને પછી 1984માં કમલાપતિ ત્રિપાઠીના આશીર્વાદથી શ્યામલાલ યાદવ ચૂંટણી જીત્યા અને કેન્દ્રીય મંત્રી પણ બન્યા. તે બાદ 1989માં લાલ બહાદુર શાસ્ત્રીના પુત્ર અનિલ શાસ્ત્રી આ સીટથી સાંસદ બન્યા. તે બાદ 2004માં કોંગ્રેસના રાજેશ મિશ્રને અંહીથી સાંસદ બનીને દિલ્હી જવાની તક મળી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post વારાણસીમાં ચાલ્યું ફરીથી મોદી મેજીક, વિરોધીઓ જોજનો દૂર appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/varanasi-lok-sabha-seat-starts-counting-narendra-modi-ahead-in-trends/
via Best Gujarati News

0 Comments