દેશભરમાં 542 લોકસભા બેઠકોની સાથે હિમાચલ પ્રદેશના સંસદીય ક્ષેત્રોમાં આજે પરિણામ જાહેર થશે. સૂબેના હમીરપુર લોકસભા બેઠક પર BJPના હેવીવેટ કેન્ડીડેટ અનુરાગ ઠાકપર મેદાનમાં છે. ક્યારેક દિગ્ગજ નેતા રહેલા શાંતા કુમારના ચંબા કાંગડા સંસદીય ક્ષેત્રથી BJPના પ્રદેશ મંત્રી કિશન કપુરને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જેમનો મુકાબલો કોંગ્રેસના પવન કાજલથી થઈ રહ્યો છે. જેમને ઉતરતી જાતીઓના લોકપ્રિય નેતા માનવામા આવે છે.

આ સિવાય શિમલા લોકસભા બેઠકની વાત કરીએતો અહીં BJP સાંસદ વીરેન્દ્ર કશ્યપને હટાવીને સુરેશ કશ્યપને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. તેમનો મુકાબલો કોંગ્રેસના ધનીરામ શાંડિલ્ય સાથે છે. એક્ઝિટ પોલ્સ અનુસાર BJPને 4માંથી 3 બેઠકો પર જીત મેળવવાની ઉમ્મીદ છે. BJP માટે ખાસ કરીને શિમલા અને કાંગડા સીટ પડકારરૂપ થઈ શકે તેમ છે.

આ ત્રણેય સીટો સિવાય મંડી લોકસભા બેઠક પર પણ મુકાબલો રોચક થઈ શકે છે. BJP અને કોંગ્રેસ બંનેએ અહીં બ્રાહ્મણ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. BJPએ અહીં એક વાર ફરીથી હાલ રહેલા સાંસદ રામસ્વરૂપ શર્માને મોકો આપ્યો છે. તો કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી પંડિત સુખરામના પૌત્ર આશ્રય શર્માને મોકો આપ્યો છે.

હિમાચલની રાજનીતિ પર પકડ રાખનારોનું માનવુ છે કે મંડી અને હમીરપુપ લોકસભા સીટ BJP માટે સરળ થઈ શકે છે. હમીરપુરમાં અનુરાગ ઠાકુર ચોથી વખત જીત મેળવી શકે છે, જ્યારે મંડીમાં રામસ્વરૂપ શર્માને લોકપ્રિય નેતા માનવામાં આવે છે.

સંઘના નજીકના મનતા શર્મા પોતાની લો-પ્રોફાઇલ લાઇફ સ્ટાઇલ અને સામાન્ય લોકોને સહજતાથી માનનારા તરીકે માનવામાં આવે છે. તેમના મુકાબલે કોંગ્રેસના આશ્રય શર્માને કમજોર ઉમેદવાર માનવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post આ ત્રણ રાજ્યોમાં કોંગ્રેસના સુપડા સાફ, લહેરાશે ભાજપનો ભગવો appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/lok-sabha-elections-in-these-three-states-clean-sweep-of-congress/
via Best Gujarati News

0 Comments