Live: પશ્ચિમ બંગાળમાં મમતાના ગઢમાં ગાબડું પાડી BJP રચશે ઇતિહાસ
લાંબા સમયથી ચાલી રહેલ સાત તબક્કાની ચૂંટણી, જુબાની જંગ, અને અસંખ્ય રાજકીય સમીકરણો બાદ આખરે 23મી મેના દિવસ આવી ગયો. આખા દેશની નજર 542 સીટોની સાથે જ પશ્ચિમ બંગાળની 42 સીટો પર મતગણતરી શરૂ થઇ ત્યારથી જ છે. પશ્ચિમ બંગાળની 42 લોકસભા સીટોમાંથી 19થી 23 સીટો પર જીત નોંધાવી શકે છે. રાજ્યમાં સત્તાધારી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC)ને અંદાજે 19 થી 22 સીટોથી સંતોષ માનવો પડી શકે છે. કોંગ્રેસને બંગાળમાં માત્ર એક સીટ મળવાની શકયતા છે. હવે જોવાનું રહેશે કે જીત કોની સાથે જાય છે. પશ્ચિમ બંગાળના પળેપળના અપડેટ્સ અહીં જોતા રહો
- આસનસોલમાં બાબુલ સુપ્રિયો (ભાજપ) 66629, દાર્જિલિંગમાં રાજૂ બિસ્તા (ભાજપ) 75178 અને જોયનગરમાં પ્રતિમા મોંડલ (ભાજપ) 71403 વોટના અંતરથી આગળ ચાલી રહ્યા છે
- તાજા ફેરબદલમાં શ્રીરામપુરમાં TMCના કલ્યાણ બેનર્જીએ ભાજપના દેબદીત સરકારને પાછળ છોડ્યા
- તાજા રૂઝાનોમાં કુલ 42 સીટોમાંથી 24 સીટો પર TMC, 17 પર BJP અને એક સીટ પર કોંગ્રેસ આગળ
- ઉલુબેરિયામાં સજદા અહમદ (ટીએમસી) , બેરકપુરમાં અર્જુન સિંહ (ભાજપ) , જલપાઇગુડીમાં ડૉ.જયંતકુમાર (ભાજપ), તામલુકમાં અધિકારી દિબ્યેંદૂ (ટીએમસી) આગળ.
- કૃષ્ણાનગરમાં મહુઆ મોઇત્રા (ટીએમસી), મલદહા દક્ષિણમાં શ્રીરૂપા મિત્રા ચૌધરી (ભાજપ), મલદહા ઉત્તરમાં ખાગેન મુર્મુમાં (ભાજપ), મથુરાપુરમાં ચૌધરી મોહન (ટીએમસી), મેદિનીપુરમાં દિલીપ ઘોષ (ભાજપ), મુર્શીદાબાદમાં અબુ તાહિર ખાન (ટીએમસી), પુરુલિયામાં જ્યોતિર્મય સિંહ મહતો (ભાજપ) , રાયગંજમાં દેબશ્રી ચૌધરી (ભાજપ), રાનાઘાટમાં જગન્નાથ સરકાર (ભાજપ), શ્રીરામપુરમાં દેબજીત સરકાર (ભાજપ) આગળ.
- હુગલીમાં લૉકેટ ચેટર્જી (ભાજપ), હાવડામાં પ્રસૂન બેનર્જી (ટીએમસી), જાદવપુરમાં મિમી ચક્રવર્તી (ટીએમસી), જંગીપુરમાં ખલીલુર રહેમાન (ટીએમસી), ઝારગ્રામમાં કુનર હેમબ્રમ (ભાજપ), જોયનગરમાં પ્રતિમા મોંડલ (ભાજપ), કાંઠીમાં અધિકારી સિસિર (ટીએમસી), કોલકત્તા દક્ષિણમાં માલા રોય (ટીએમસી), કોલકત્તા ઉત્તરમાં બંદોપાધ્યાય સુદીપ (ટીએમસી) આગળ.
- પશ્ચિમ બંગાળની તમામ સીટોમાં રૂઝાન આવી ગયા છે. 37માંથી 25 સીટો પર TMC આગળ છે, BJP હજુ પણ 9 સીટો પર આગળ ચાલી રહ્યા છે. કોંગ્રેસે 3 સીટો પર રૂઝાન બનાવી છે.
- બંગાળમાં ટીએમસી 18, ભાજપ 14 પર રૂઝાન પ્રમાણે બંગાળમાં ટીએમસી 18, ભાજપ 14 અને કોંગ્રેસ 2 સીટો પર આગળ ચાલી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post Live: પશ્ચિમ બંગાળમાં મમતાના ગઢમાં ગાબડું પાડી BJP રચશે ઇતિહાસ appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/west-bengal-lok-sabha-election-results-2019/
via Best Gujarati News
0 Comments