લોકસભા ચૂંટણી 2019 મતોની ગણતરી શરૂ થઈ ગઈ છે, શરૂઆતી રૂઝાનો આવવાના શરૂ થઈ ચુક્યા છે. સવારે 9 કલાકે રૂઝાનોમાં ભારતીય પાર્ટીની આગેવાનીમાં એનનડીએ 200નો આંકડો સ્પર્શી લીધો છે. શરૂઆતી રૂઝાનોની માનીએતો એક્ઝિટ પોલ સાચા સાબીત થતા જોવા મળી રહ્યા છે. આવામાં એકવાર ફરીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર દરેકની નજર હોય તે સ્વાભાવિક છે.

16 મે 2014 જ્યારે નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપે જીત મેળવી હતી. ત્યારે તેમણે બપોરે 12 કલાકે ટ્વીટ કર્યુ હતુ. જે ઇતિહાસ બની ગયો હતો. ત્યારે નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વીટમાં લખ્યુ હતુ કે ‘India has won! ભારતનો વિજય, અચ્છે દિન આને વાલે હે.

નરેન્દ્ર મોદીનું આ ટ્વીટ ટ્વીટર પર ઈતિહાસ બની ગયુ હતુ. આ ટ્વીટને 1 લાખથી વધારે વાર રિટ્વીટ કરવામાં આવ્યુ હતુ, તો લગભગ 85 હજાર લોકોએ આ ટ્વીટને લાઇક કર્યુ હતુ.

આજે જ્યારે 23 મેએ પરિણામ આવી રહ્યા છે તો દરેકની નજર એકવાર ફરીથી નરેન્દ્ર મોદીના ટ્વિટર પર છે. જો રૂઝાન આટલા ઝડપથી આવી રહ્યા છે તો આશા છે કે બપોરે 12 સુધીમાં પરિણામોની સ્થિતિ સ્પષ્ટ થઈ જશે. જોવાનુ એ છે કે નરેન્દ્ર મોદી આજે ફરી એકવાર આ જ સમયે ટ્વીટ કરે છે કે, પરિણામ આવે તેની રાહ જોશે.

કેમકે આ વખતે VVPATની પર્ચીઓ મેળવવાનું હોવાથી ફાઈનલ આંકડાઓમાં મોડુ થશે. આપને જણાવી દઈએ કે પરિણામો પહેલા એક્ઝિટ પોલ આવ્યા હતા, જેમાં નરેન્દ્ર મોદીની આગેવાનીમાં BJPને 300+ સીટ તો NDAને 350 સીટ મળી રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post 16મી મે 2014ના રોજ જ PM નરેન્દ્ર મોદીએ કરી હતી ટ્વીટ, આજે કોણ જીતશે? appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/pm-narendra-modi-victory-tweet-2014-india-has-won-lok-sabha-elections-2019/
via Best Gujarati News

0 Comments