દિલ્હીનો જંગઃ ગૌતમ માટે દિલ્હીવાળા ‘ગંભીર’, વિજેન્દરને ‘પંચ’, શીલા પર ભારે મનોજ તિવારી
દિલ્હીની સાત સીટો પર ચૂંટણીના પરિણામો આવવા લાગ્યા છે. રૂઝાનોનું માનીએ તો ભાજપ દિલ્હીની સાત બેઠકો પર જીત મેળવી રહી છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર આતિશી અને રાઘવ ચઢ્ઢા બે સીટો પૂર્વ દિલ્હી અને સાઉથ દિલ્હીમાં જોરદાર ટક્કર આપી રહ્યા છે. દિલ્હીની જંગમાં આ વખતે શીલા દીક્ષિત અને બીજેપીના ડો. હર્ષવર્ધનની સાથે રમેશ વિધૂડીનું કરિયર દાવ પર લાગેલું છે.
Live Update: નોર્થ વેસ્ટ દિલ્હીમાં બીજેપીના હંસરાજ હંસ આપના ગગન સિંહથી 22, 280 વોટથી આગળ ચાલી રહ્યા છે. સાઉથ દિલ્હી સીટ પર બીજેપીના રમેશ વિધૂડી આપ ઉમેદવાર રાઘવ ચઢ્ઢાથી 9985 વોટથી આગળ છે. વેસ્ટ દિલ્હીમાં બીજેપી ઉમેદવાર પ્રવેશ વર્મા કોંગ્રેસના ઉમેદવાર મહાબલ મિશ્રાથી 7342 વોટથી આગળ છે. બંને સીટો પર આપ ઉમેદવારની સાથે સીધી લડાઈ છે, તો વેસ્ટ દિલ્હીમાં કોંગ્રેસની સાથે હાલ બીજેપી ઉમેદવાર સીધી ટક્કર લઈ રહ્યા છે.
પૂર્વ દિલ્હીમાં જીતી રહ્યા છે ‘ગંભીર’!
પૂર્વ દિલ્હીથી ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીર પહેલી વાર ચૂંટણી જંગના મેદાનમાં છે. ક્રિકેટમાં રનોની ભરમાર કરનાર ગંભીરને લોકોએ ભરપૂર મતો આપ્યા છે. પ્રાથમિક રૂઝાનમાં ગંભીર આગળ ચાલી રહ્યા છે. તો આપના આતિશી દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને નાયબ સીએમ મનીષ સિસોદીયા માટે ખૂબ જ મદદગાર રહ્યા છે. દિલ્હીમાં શિક્ષા ક્રાંતિ માટે તેમનો સિંહફાળો છે. ગૌતમ ગંભીર વિરુધ્ધ તે પૂર્વ દિલ્હીથી આપના ઉમેદવાર છે.
અરવિંદર સિંહ લવલી પર લાગ્યો દાવ
પૂર્વ દિલ્હીથી કોંગ્રેસના ઉમેદવાર અરવિંદર સિંહ લવલીની ગણતરી એક યુવા અને લોકપ્રિય રાજનેતા તરીકે થાય છે. તે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતની સૌથી નજીકના ગણાય છે. તે ત્રણ વખત ધારાસભ્ય અને શીલા સરકારમાં મંત્રી પણ રહ્યા છે.
જૂની દિલ્હીમાં બીજેપીની પકડ મજબૂત
ધારાસભ્યમાં સતત વિજય પ્રાપ્ત કરનાર ડો. હર્ષવર્ધન બીજેપીના એક કદ્દાવર નેતા અને ચાંદની ચૌકથી ઉમેદવાર છે. તેમની સામે કોંગ્રેસે જેપી અગ્રવાલને ટિકિટ આપી છે.
શીલા દીક્ષિતની નાવ ડૂબી જશે?
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિત ફરી એક વખત મેદાનમાં છે. રાજનીતિક પંડિત તેને નોર્થ ઈસ્ટ દિલ્હીથી ચૂંટણી લડતાં શીલા દીક્ષિતનો અંતિમ રાજકીય જંગ માની
રહ્યા છે. આ વખતે કોંગ્રેસ અને આપ ગઠબંધન ન થવા પાછળ પણ શીલાનો હાથ હોવાનું માનવામાં આવી રહ્યું છે. શીલા દીક્ષિત સામે બીજેપી તરફથી ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને ભોજપુરી સ્ટાર મનોજ તિવારીની જીત પાક્કી માનવામાં આવી રહી છે. રૂઝાનમાં પણ મનોજ તિવારી આગળ ચાલી રહ્યા છે.
વિજેન્દર-રાઘવ પર વિધૂડી ભારે
દક્ષિણ દિલ્હીની સીટથી કોંગ્રેસ ઉમેદવાર અને બોક્સર વિજેન્દર સિંહ પોતાની જીતને લઈને આશ્વત છે. તેઓએ બુધવારે સાંજે પોતાની જીતનો દાવો પણ કર્યો છે. તેઓએ કહ્યું કે, આ જંગ અમે જીતી ગયા છે. લોકોએ મને પસંદ કર્યો છે. તો આમ આદમી પાર્ટીના રાઘવ ચઢ્ઢા વિજેન્દર સિંહની સામે જંગમાં ઉતર્યા છે. પણ આ સીટથી બીજેપીના રમેશ વિધૂડી ચૂંટણી લડી રહ્યા છે. તમામ એક્ઝિટ પોલમાં બીજેપીની જીતનો દાવો કરાયો છે.
જાતિને કારણે જીતશે હંસરાજ હંસ!
નોર્થ વેસ્ટ દિલ્હીથી બીજેપી ઉમેદવાર હંસરાજ હંસે જીતને લઈને દાવો કર્યો છે. હંસરાજ હંસ પહેલી વાર દિલ્હીતી ચૂંટણી લડી રહ્યા છે. બીજેપી લહેરમાં તેમની જીત નિશ્ચિત છે. ચૂંટણી પ્રચારમાં હંસરાજ હંસે પોતાને વાલ્મિકી ગણાવી વોટ માગ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post દિલ્હીનો જંગઃ ગૌતમ માટે દિલ્હીવાળા ‘ગંભીર’, વિજેન્દરને ‘પંચ’, શીલા પર ભારે મનોજ તિવારી appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/loksabha-election-result-gautam-gambhir-is-leading-fight-between-manoj-and-sheila/
via Best Gujarati News
0 Comments