હૈદરાબાદ લોકસભા ચૂંટણી માટે મતોની ગણતરી સાથેજ આંધ્ર પ્રદેશમાં થયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો આવવાના શરૂ થઈ ચુક્યા છે. હાલ રૂઝાનોમાં અહીં YSR કોંગ્રેસ પાર્ટી સત્તારૂઢ TDPના મુકાબલે આગળ જતી જોઈ શકાય છે.

આપને જણાવી દઈએ કે પહેલા આવેલ એક્ઝિટ પોલ્સમાં આંધ્રપ્રદેશને લઈને અલગ અલગ પરિણામો જોઈ શકાય છે. બે પોલ્સે દર્શાવ્યુ કે આંધ્રપ્રદેશમાં તેલુગૂ દેશમ પાર્ટીની સરકાર બનશે જ્યારે બે અન્ય પોલ્સમાં આ કહેવામાં આવ્યુ છે કે આ વખતે YSR કોંગ્રેસ પાર્ટીની સરકાર બનશે.

175 બેઠકોવાળી વિધાનસભામાં ઈન્ડિયા ટુડે એક્સિસના સર્વેએ જગન મોહન રેડ્ડીની4 YSRને 130-135 બેઠક જ્યારે ટીડીપીને 37-40 બેઠકો આપી છે. તો પીપલ્સ પલ્સ અનુસાર YSRCPને 112 અને ટીડીપીને 59 બેઠકો આપી છે. આ બાજુ બીજા સર્વેમાં અલગ અલગ સ્થિતિ છે.

હાલ 175 બેઠકોવાળી વિધાનસભા માટે મત ગણતરી ચાલી રહી છે. શરૂઆતી રૂઝાનોમાં YSR ખુબજ આગળ નીકળતી જોઈ શકાય છે. એકિ્ઝટ પોલના પરિણામોમાં YSR કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવે તેવુ અનુમાન લગાવવામાં આવ્યુ હતુ.

જો કે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી અને TDP પ્રમુખ ચંદ્રબાબુ નાયડૂએ ભરોસો અપાવ્યો હતો કે તેમની પાર્ટી રાજ્યમાં સત્તામાં બરકરાર રહેશે. નાયડૂએ કહ્યુ હતુ કે કોઈ પણ રાજ્યની પાર્ટીની જીતને રોકી શકાય નહી. તેમનું માનવું છે કે TDP 175 સભ્યોનું વિધાનસભામાં 110 બેઠકો જીતશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post Lok Sabha Results 2019 : આંધ્ર પ્રદેશ રૂઝાનોમાં ચંદ્રબાબુના થયા ભૂંડા હાલ appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/lok-sabha-results-andhra-pradesh-verdict-agents-to-chandrababu-naidu/
via Best Gujarati News

0 Comments