કોંગ્રેસના નેતા રાશિદ અલ્વીએ છેડ્યો EVM રાગ, બોલ્યા-અચાનક ક્યાંથી આવી મોદી લહેર?
લોકસભા ચૂંટણીના રૂઝાનમાં એનડીએ 300થી વધારે સીટોથી જીતશે તેવું જોવા મળી રહ્યું છે. જ્યારે યુપીએ 100 સીટો પર જ જીત મેળવી શકશે. રૂઝાનો વચ્ચે ફરી ઈવીએમ વિવાદ ઉભો થયો છે. કોંગ્રેસના નેતા રાશિદ અલ્વીએ ઈવીએમ પર સવાલ ઉઠાવ્યા છે. તેઓએ કહ્યું કે, હું મારા નિવેદન પર મક્કમ છું.
રાશિદ અલ્વીએ આરોપ લગાવ્યો કે, ક્યાંક ને ક્યાંક કોઈ ગરબડી જરૂર થઈ છે. હું ઈચ્છું છું કે, વિપક્ષ એકજૂટ થઈને તેના પર વિચાર કરે. એ સંભવ નથી કે ઉત્તર પ્રદેશમાં બીજેપી 50-55 સીટો લઈ જાય. અને બીજા પ્રદેશોમાં ભારે બહુમતથી જીતી શકે. હું પણ યુપીની તમામ સીટો પર ફર્યો છું. પણ મને ક્યાંય એવું લાગ્યું નથી. ત્યારે અચાનક મોદીની સુનામી કેવી રીતે આવી ગઈ. આ વાત ગળાની નીચે નથી ઉતરી રહી.
રાહુલ અને પ્રિયંકા ગાંધીની લીડરશીપ પર સવાલ ઉભો થતાં રાશિદ અલ્વીએ કહ્યું કે, તે એકદમ ખોટું છે. ભારતીય જનતા પાર્ટીને એક જમાનામાં 2 સીટો આવી હતી, તો તે સમયે તેમની લીડરશીપ પર નિશાન સાંધવામાં આવ્યું હતું? તે અડવાણી હતા, જે બીજેપીને આગળ લઈ ગયા. અને પ્રિયંકા ગાંધી વિશે હું કહીશ કે, તે રાજનીતિમાં ત્યારે આવ્યા, જ્યારે ચૂંટણી શરૂ થઈ ગઈ હતી. તેમની રાજનીતિ પર કેવી રીતે સવાલ કરી શકાય?
કોંગ્રેસ અધ્યક્ષનો બચાવ કરતાં રાશિદ અલ્વીએ કહ્યું કે, રાહુલ ગાંધીએ 2009માં સરકાર બનાવી હતી. 2004માં તે પહેલી વખત રાજનીતિમાં આવ્યા હતા. 2009માં કોંગ્રેસ પાર્ટીએ 209 સીટો જીતી હતી. પછી રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢમાં જીત રાહુલની લીડરશીપને કારણે આવી છે. રાશિદ અલ્વીએ કહ્યું કે, જ્યાં ઈવીએમ વચ્ચે આવી જાય છે, ત્યાં લીડરશીપ ફેલ થઈ જાય છે.
આ અગાઉ રાશિદ અલ્વીએ કહ્યું કે, જો એક્ઝિટ પોલ જેવા પરિણામ આવે છે તો, અમારું માનવું છે કે છેલ્લે ત્રણ રાજ્યોની ચૂંટણીમાં જ્યાં કોંગ્રેસ જીતી છે તે એક ષડયંત્ર છે. ત્રણેય રાજ્યોમાં જીતની સાથે વિશ્વાસ અપાવ્યો કે ઈવીએમ સાચા છે. તે પરથી એમ પણ સાબિત કરવાનો પ્રયાસ કરાયો કે ચૂંટણી પંચ પર સરકારની કોઈ દખલ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post કોંગ્રેસના નેતા રાશિદ અલ્વીએ છેડ્યો EVM રાગ, બોલ્યા-અચાનક ક્યાંથી આવી મોદી લહેર? appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/congress-leader-rashid-alvi-raise-questions-on-evm-and-modi-wave/
via Best Gujarati News
0 Comments