બિહારની હોટ સીટ કહેવામાં આવી રહેલી બેગુસરાયથી બીજેપી ગિરિરાજ સિંહ હાલ આગળ ચાલી રહ્યા છે. બીજા નંબર પર સીપીઆઇના ઉમેદવાર અને પૂર્વ વિદ્યાર્થી કન્હૈયા કુમાર છે જ્યારે આરજેડીના તનવીર હસન ત્રીજા નંબર પર ચાલી રહ્યા છે. જોકે, ત્રણેયની વચ્ચે કોઇ મોટું અંતર નથી. એવામાં રૂઝાન પલટી પણ શકે છે.

હવે ગિરીરાજ સિંહને 8913 મત મળ્યા છે. જ્યારે કન્હૈયા કુમારને 7297 અને આરજેડી કેન્ડિડેટને 6765 મત મળ્યા છે. જણાવી દઇએ કે બેગુસરાય સીટ પર રોચક મુકાબલો જોવા મળી રહ્યો છે. ભૂમિહાર બહુલ આ સીટ પર બીજેપીએ આ સમાજમાંથી આવનારા કેન્દ્રીય મંત્રી ગિરીરાજને મેદાનમાં ઉતાર્યા તો સીપીઆઇએ યુવાઓને લલાચાવવાની કોશિશમાં ભૂમિહાર જાતિના કન્હૈયાને સમરમાં મોકલ્યા.

તનવીર હસન અને કન્હૈયાની વચ્ચે મુસ્લિમ મતના ભાગલાથી ગિરિરાજ સિંહને ફાયદાની આશા વ્યક્ત કરી હતી. જે વાત સાચી થતી દેખાઇ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post અડધી રાતે આઝાદી માંગવા નીકળેલા કન્હૈયા કુમાર પર ગિરીરાજ સિંહ પડ્યા ભારે appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/giriraj-singh-ahead-of-kanhaiya-in-extremely-tough-fight/
via Best Gujarati News

0 Comments