વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તરાખંડના કેદારનાથ મંદિર પહોંચ્યા છે. અહીં ચાલી રહેલા કેદરનાથ ડેવલપમેન્ટ પ્રોકેક્ટના કામકાજનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિરિક્ષણ કર્યું હતું. આ પ્રસંગે તેમને બરફ હટાવવાને લઈને અધિકારીઓને કેટલીક મહત્વની સલાહ પણ આપી હતી. આ વીડિયો ટ્વિટર પર શેર કરવામાં આવી રહ્યો છે.

વડાપ્રધાન મોદીએ કેટલાક કાગળો જોય અબાદ ત્યાં હાજર અધિકારીઓને પુછ્યું હતું કે, આ પાણીનું વહેણ કઈ તરફ જશે? જવાબમાં અધિકારીઓએ કહ્યું હતું કે, તેને નીચા ઢોળાવ તરફ વાળવામાં આવશે.

ત્યાર બાદ વડાપ્રધાને કહ્યું હતું કે, અહીં તો બરફ જમા થઈ જશે. તો અધિકારીએ કહ્યું હતું કે, તે ઓગળતો રહે છે, નીચેના ભાગે ડ્રેનેજ વ્યવસ્થા છે. તો આ મામલે વડાપ્રધાને સલાહ આપી હતી કે, અહીં કેટલીક હિટિંગ સિસ્ટમ લાગી શકે છે, જે સોલાર સિસ્ટમથી ચાલી શકે છે. ત્યાર બાદ વડાપ્રધાને વધુમાં કહ્યું હતું કે, જો અહીં બરફ જમા થઈ જાય, ખાડા પડી જાય, અને બરફ ઓગળવામાં તો ઘણો સમય લાગી શકે છે, ઉપરના ભાગનો બરફ ઓગળે તો તેનો કોઈ અર્થ નથી, નીચેનો બરફ ઓગળવો જોઈએ. અને તો જ તે પાણી બનીને તેનું વહેણ નિકળશે. આ મામલે કંઈક વિચારજો.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચારમાંથી પરવારીને ભગવાન શિવના શરણમાં કેદારનાથ પહોંચ્યા છે. અહીં તેઓ એકદમ ગઢવાલ લૂકમાં નજરે પડ્યા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post PM મોદીએ અધિકારીઓને આપી એવી સલાહ કે સરળ બની જશે કેદારનાથ યાત્રા appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/pm-modi-review-kedarnath-development-project-suggests-officers/
via Best Gujarati News

0 Comments