ભાજપને સત્તામાંથી હટાવવા વિપક્ષી નેતાઓના ઘરે ચંદ્રબાબુ નાયડૂના આંટાફેરા
લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન બાકી છે, તે પહેલાં જ સરકાર બનાવવા માટે મહાગઠબંધને સરકાર બનાવાવા કવાયત તેજ કરી દીધી છે. તેલુગુ દેશમ પાર્ટીના પ્રમુખ અને આંધ્ર પ્રદેશના ચંદ્રબાબુ નાયડુએ શનિવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. અને ચુંટણી પરિણામ આવે તે પહેલાં જ ભાજપને સત્તામાંથી બહાર રાખવા ભાજપ વિરોધી મોર્ચાને મજબૂત બનાવવા માટે ચર્ચા કરી હતી. રાહુલ ગાંધી સાથે મુલાકાત પહેલાં નાયડુએ ભાકપા નેતા સુધાકર રેડ્ડી અને ડી રાજા સાથે પણ મુલાકાત કરી હતી. નાયડુ ભાજપ વિરોધી મોર્ચાની આગેવાની કરી રહ્યા છે.
Andhra Pradesh CM and Telugu Desam Party (TDP) Chief N. Chandrababu Naidu met Nationalist Congress Party (NCP) President Sharad Pawar in Delhi, earlier today. pic.twitter.com/vGBXbInO9P
— ANI (@ANI) May 18, 2019
નાયડૂએ દિલ્હીમાં એનસીપીના પ્રમુખ શરદ પવાર અને એલજેડી નેતા શરદ યાદવની પણ મુલાકાત કરી હતી. તો તેઓ સાંજે લખનઉમાં બીએસપી સુપ્રીમો માયાવતી અને સપા અધ્યક્ષ અખિલેશ યાદવની સાથે પણ મુલાકાત કરી હતી.
Andhra Pradesh CM and Telugu Desam Party (TDP) Chief N. Chandrababu Naidu met Samajwadi Party Chief Akhilesh Yadav, in Lucknow, today. pic.twitter.com/ujUgNz6Qfq
— ANI UP (@ANINewsUP) May 18, 2019
Andhra Pradesh CM and TDP leader N Chandrababu Naidu meets BSP Chief Mayawati in Lucknow. pic.twitter.com/MQ5xlNUW4R
— ANI UP (@ANINewsUP) May 18, 2019
રાહુલ ગાંધી સાથે એક કલાક સુધી ચાલેલી બેઠકમાં નાયડુએ 23મેના રોજ લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ ભાજપ વિરુધ્ધ તમામ પક્ષોને એક સાથે લાવવા અંગે ચર્ચા કરી હતી. નાયડુએ ગાંધીને ત્યાં સુધી કહ્યું કે, જો બીજેપીને ઓછી સીટો મળે, અને તે સરકાર બનાવવાનો દાવો કરે તો, તેવી સ્થિતિ માટે પણ રણનીતિ તૈયાર કરીને રાખો.
ચંદ્રબાબુ નાયડુએ આ અંગે તૃણમુલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જી સાથે ટેલિફોનિક વાતચીત પણ કરી હતી. નાયડુએ શુક્રવારે કહ્યું હતું કે, ન ફક્ત તેલંગાણા રાષ્ટ્ર સમિતિ પણ ભગવા પાર્ટી વિરુધ્ધ કોઈપણ પાર્ટીનું મહાગઠબંધનમાં સ્વાગત છે. આ મુદ્દે તેઓએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને સીપીઆઈના સીતારામ યેચુરી સાથે પણ મુલાકાત કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ભાજપને સત્તામાંથી હટાવવા વિપક્ષી નેતાઓના ઘરે ચંદ્રબાબુ નાયડૂના આંટાફેરા appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/chandrababu-naidu-meets-rahul-gandhi-over-anti-bjp-front/
via Best Gujarati News
0 Comments