રાજકીય પંડિતો ભલે સપા અને બસપાના જોડાણને લઈને તમામ પ્રકારના આશંકાઓ વ્યક્ત કરી રહ્યા હોય, પણ બંને દળોના નેતાઓએ લગભગ દોઢ મહિનાથી પણ વધારે લાંબા ચાલેલા ચૂંટણી પ્રચારને શાંતિપૂર્ણ રીતે પુરો કર્યો છે. બંને પક્ષોના નેતાઓએ વચ્ચે કોઈ જ વિવાદ કે પછી રકઝ જોવા મળી નહીં. એટલું જ નહીં કાર્યકર્તાઓ વચ્ચે પણ ગજબનું સામંજસ્ય જોવા મળ્યું. જોકે બંને રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચારને વધારે હાઈ-પ્રોફાઈલ રીતે નથી ચલાવ્યું અને જાહેરાતના બદલે રેલીઓ અને લોકો સાથે સંપર્ક કરવા પર વધારે ધ્યાન આપ્યું.

ગત ચૂંટણીની માફક સમાજવાદી પાર્ટીએ ‘મન સે મુલાયમ’ અને ‘ઉમ્મીદ કી સાયકલ’ જેવા સ્લોગન સાથે સોશિયલ મીડિયા પર પણ કોઈ પણ પ્રકારનું કેમ્પેઈન ચલાવ્યું નહી. 2017ની યુપી વિધાનસભાની ચૂંટણી પર નજર કરવામાં આવે તેઓ સમાજવાદી પાર્ટીએ આક્રમક પ્રચાર કર્યું હતું અને મોટી મોટી જાહેરાતો પણ કરી હતી.

જ્યારે આ ચૂંતણીમાં અખીલેશ યાદવ પણ પોતાના વરિષ્ઠ રાજકીય સાથીદાર માયાવતીના પગલે આગળ વધતા નજરે પડ્યાં અને સોશિયલ મીડિયા પરના કેમ્પેઈનથી દૂર જ રહ્યાં. માયાવતીની બહુજન સમાજ પાર્ટીએ પણ ક્યારેય સોશિયલ મીડિયા પર જાહેરાત કરી નથી. બીએસપી પીપલ-ટુ-પીપલ કનેક્ટ અને રેલીઓ દ્વારા જ લોકો સુધી પહોંચવાની રણનીતિ પર આગળ વધરી રહી.

જો મહાગઠબંધનની 20થી વધારે સંયુક્ત રૂપે કરવામાં આવેલી રેલીઓને બાદ કરવામાં આવે તો બીએસપી, એસપીએ અને આરએલડીનો પ્રચાર તદ્દન લો પ્રોફાઈલ રહ્યો. ત્રણેયમાંથી કોઈ પણ પક્ષે મોટા હોર્ડિંગ્સ અને કટઆઉટ્સ પર ભરોસો ના કર્યો. આ મામલે અખિલેશ યાદવે કહ્યું હતું કે, અમે અમારી રણનીતિ અંતર્ગત જ સોશિયલ મીડિયાથી અંતર જાળવ્યું.

સમાજવાદી પાર્ટીએ ટેલિવિઝન અને કેબલ નેટવર્ક્સ માટે કોઈ પણ કેમ્પેઈન જાહેર નથી કર્યું. આ મામલે સમાજવાદી પાર્ટીના પ્રવક્તા ઉદયવીર સિંહે કહ્યું હતું કે, અમે સાધારણ રણનીતિ અપનાવી. સૌથી પહેલા તો અમે ભાજપ સરકારની નિષ્ફળતાઓ ગણાવી. ત્યાર બાદ અમે સપા અને બસપા સરકારો દરમિયાન ચલાવવામાં આવેલી સ્કીમો વિષે લોકોને જાણકારી આપીએ.

તો બસપાના એક વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે, ભલે સમાજવાદી પાર્ટી સાથે અમારા સંસાધનો વધ્યા, તેમ છતાંયે તે ભાજપની સરખામણીના તો નહોતા જ. માટે અમે સંયુક્ત રેલીઓના વિકલ્પ પર કામ કર્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post …તો એટલે હાઈ-પ્રોફાઈલ ચૂંટણી પ્રચારથી દૂર રહ્યાં માયાવતી અને અખિલેશ! appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/sp-bsps-campaign-low-profile-in-comparison-to-bjp/
via Best Gujarati News

0 Comments