બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર ભલે બીજેપી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નજીક છે. પરંતુ તેની પત્ની ટ્વિંકલ ખન્ના પીએમ મોદી પર નિશાન સાધવાનું ક્યારે ભૂલતી નથી. ટ્વિંકલ ખન્નાએ હવે એક એવું ટ્વીટ કર્યું છે જેને પીએમ મોદીની કેદરનાથ યાત્રા દરમિયાન ખૂબજ ચર્ચિત Meditation પોઝ સાથે જોડવામાં આવી રહ્યું છે. ટ્વિંકલના આ ઇશારાને સમજીને યૂઝર્સ વિવિધ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે ટ્વિંકલ ખન્નાએ એક ટ્વીટ પોસ્ટ કરી લખ્યું છે કે,‘છેલ્લા ઘણા દિવસથી આધ્યાત્મિક તસવીરો જોયા બાદ હું હવે Meditation Photography- Poses and Angles પર વર્કશોપની સીરિઝ શરૂ કરવા જઈ રહી છું. મને એવું લાગી રહ્યું છે કે આગામી સમયમાં વેડિંગ ફોટોગ્રાફી બાદ આ મોટું કામ થવાનું છે.’ ટ્વિંકલે આ કેપ્શન સાથે એક તસવીર પણ શેર કરી છે. જેમાં તેઓ સનગ્લાસીસ લગાવીને લોનમાં મેડિટેશનની મુદ્રામાં બેઠી છે અને મોઢા પર હસી છે. ઉલ્લેખનીય છે કે ટ્વિંકલ ખન્ના સોશિયલ મીડિયા પર તેના સેન્સ ઓફ હ્યુમર માટે જાણીતી છે અને તેઓ સતત રાજકીય અને સામાજિક મુદ્દાઓ પર મજાકિયા કમેન્ટ કરે છે.

નોંધનીય છે કે અંતિમ તબક્કાના ચૂંટણી પ્રચાર સમાપ્ત થયા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી કેદારનાથ અને બદ્રીનાથની યાત્રાએ ગયા હતા. કેદારનાથ યાત્રા દરમિયાન પીએમ મોદીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા ઘણી વાયરલ થઈ હતી. જેમાં તેઓ અલગ-અલગ અંદાજમાં ફરતા જોવા મળ્યા. પરંતુ આ તસવીરોમાં સૌથી વધુ ચર્ચા તેમના ધ્યાન મુદ્રાવાળી ફોટોની થઈ. એક ગુફામાં મોદી મેડિટેશન કરતા દેખાયા હતા. જેની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ટ્વિંકલ ખન્નાએ PM મોદીના કેદારનાથ Meditationને લઈને ટ્વિટ કરી કહ્યું કે… appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/twinkle-khanna-takes-dig-on-pm-modi-kedarnath-meditation/
via Best Gujarati News

0 Comments