વિવેકના વિવાદાસ્પદ ટ્વીટ પર અમિતાભ બચ્ચને આપ્યું રિએક્શન, કહ્યું- સોશિયલ મીડિયા પર…
બોલિવૂડ અભિનેતા વિવેક ઓબેરોયે સલમાન ખાન, ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનના બનેલ એક મીમને સોશિયલ મીડિયા પર શેર કરી જબરદસ્ત વિવાદમાં ફસાયો છે. વિવેકના આ ટ્વીટની યૂઝર્સ આકરી ટીકા કરી રહ્યા છે. ઉપરાંત બોલિવૂડના કેટલાક એક્ટર્સ પર વિવેક ઓબરોયને સલાહ આપતા દેખાઈ રહ્યા છે.
જ્યારે બચ્ચન પરિવારની પુત્રવધૂ એશ્વર્યા રાહ બચ્ચનને લઇ વિવેક ઓબેરોય દ્વારા કરવામાં આવેલ વિવાદાસ્પદ કમેન્ટ પર હવે સદીના મહાનાયક અમિતાભ બચ્ચને પ્રતિક્રિયા આપી છે. જોકે તેમને વિવેક ઓબેરોયને સીધે સંબોધિત નથી કર્યો. પરંતુ એક ટ્વીટ શેર કરી આ મામલે પોતાનો અભિગમ પરોક્ષ રીતે રજૂ કર્યો છે.
T 3170 – Correction :
Social मीडिया पर सोच समझ कर ज़िक्र करो , ए दोस्त
कहीं सामाजिक ऐतबार से ग़ैर मुनासिब ना हो !! ~ ab rj 🤨Translate Tweet
— Amitabh Bachchan (@SrBachchan) May 20, 2019
સોશિયલ મીડિયા પર કમેન્ટ કરતા અમિતાભ બચ્ચને લખ્યું કે,‘સોશિયલ મીડિયા પર સમજી વિચારીને ઉલ્લેખ કરો, એ દોસ્ત સામાજિક વિશ્વાસથી અસંગત ન થાઓ. ~ ab rj’ ઉલ્લેખનીય છે કે વિવેક ઓબેરોયે મસ્તીમાં એક મીમને કમેન્ટ કરી રિટ્વિટ કર્યું હતું. જેને લઈ જબરદસ્ત રીતે ટ્રોલ થયો. મામલો મહિલા આયોગ સુધી પહોંચી ગયો હતો. જેના પછી વિવાદ વધુ સર્જાતા જોઈ વિવેક ઓબેરોયે વધુ એક ટ્વીટ કરી સફાઈ આપતા માફી માંગી હતી અને વિવાદાસ્પદ ટ્વીટને ડિલીટ કરી હતી. પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતું.
તમને જણાવી દઈએ કે વિવેક ઓબેરોય દ્વારા તેના ટ્વીટર હેન્ડલ પર શેર કરેલાં મીમમાં સલમાન અને એશ્વર્યાના ફોટા પર ઓપિનિયન પોલ લખેલું હતું. જ્યારે વિવેક ઓબરોય અને એશ્વર્યાના ફોટો પર એક્ઝિટ પોલ લખેલું હતું અને અભિષેક, આરાધ્યા અને એશ્વર્યાના ફોટો પર રિઝલ્ટસ લખેલું હતું. બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂર, ક્રિતી ખરબંદા, ઉર્મિલા માતોંડકરએ પણ વિવેક ઓબેરોયના વ્યવહારથી નારાજગી વ્યક્ત કરી છે અને દુ:ખ જાહેર કર્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post વિવેકના વિવાદાસ્પદ ટ્વીટ પર અમિતાભ બચ્ચને આપ્યું રિએક્શન, કહ્યું- સોશિયલ મીડિયા પર… appeared first on Sandesh.
from Entertainment – Sandesh http://sandesh.com/amitabh-bachchan-reaction-on-vivek-oberoi-controversial-tweet/
via Best Gujarati News
0 Comments