અર્જુન કપૂર અને મલાઈકા અરોરા બી-ટાઉનના મોસ્ટ પોપ્યુલર કપલ છે. બન્ને એક્ટર્સે જ્યારથી રિલેશનશિપ વિશે ખુલાસો કર્યો છે. ત્યારથી સોશિયલ મીડિયા પર બન્નેના લગ્નની વાતો ચર્ચામાં છે. હાલ અર્જુન કપૂર અપકમિંગ ફિલ્મ ‘ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ત્યારે દરેક ઇન્ટરવ્યૂમાં તેને મલાઈકા સાથે લગ્ન સંબંધી સવાલ પૂછવામાં આવે છે. અર્જુન કપૂરે તેના લગ્ન વિશે હવે એક મજેદાર જવાબ આપ્યો છે.

એક ખાનગી મીડિયા સાથે વાતચીત દરમિયાન અર્જુન કપૂરથી મલાઈકા અરોડા સાથે લગ્નના પ્લાન વિશે પૂછવામાં આવ્યું. ત્યારે અર્જુનને જવાબ આપતા કહ્યું કે,‘હું હાલ લગ્ન નથી કરી રહ્યો.’ ત્યાર બાદ એક્ટરે મજાક કરતા કહ્યું કે,‘લોકો લગ્ન બાદ ટાલિયા થઈ જાય છે.’ વધુ ઉમેરતા અર્જુને કહ્યું કે,‘લગ્ન હાલ નથી થઈ રહ્યા. હું મારા પર્સનલ અને પ્રોફેશનલ સ્પેસમાં ખુશ છું. હું હંમેશા ઓપન રહ્યો છું અને વિશ્વાસ રાખો હું કોઈને શોક્ડ નહીં કરું. જે પણ થશે તેની જાણ કરવામાં આવશે. હું મીડિયાને માહિતી આપીશ અને જશ્નનો હિસ્સો પણ બનાવીશ.’

ઉલ્લેખનીય છે કે રાજકુમાર ગુપ્તાના નિર્દેશનમાં બનેલ અર્જુન કપૂરની ફિલ્મ ‘ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ’ રિલીઝની તૈયારીમાં છે. આ ફિલ્મમાં અર્જુન કપૂર એક રો એજન્ટનો રોલ પ્લે કરી રહ્યો છે. ફિલ્મનું ટ્રેલર ખુબજ પસંદ કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્મ 24મી મેના રોજ રિલીઝ થશે. આ સિવાય અર્જુનની પાનીપત, સંદીપ અને પિંકી ફરાર ફિલ્મ પાઇપ લાઈનમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post લગ્નને લઈને અભિનેતા અર્જુન કપૂરે આપ્યો મજેદાર જવાબ, કહ્યું કે… appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/arjun-kapoor-funny-reaction-on-marriage-with-malaika-arora/
via Best Gujarati News

0 Comments