ઐશ્વર્યાને લઈ વિવેક ઓબેરોયના ટ્વિટ પર સલમાન ખાને આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું?
બોલિવૂડ અભિનેતા વિવેક ઓબેરોય મારફતે ઐશ્વર્યા રાય પર શેર કરેલા મીમને લઈ સોશિયલ મીડિયા પર જબરદસ્ત હોબાળો થયો છે. આ મીમમાં ઐશ્વર્યાની પર્સનલ લાઇફને ટાર્ગેટ કરવામાં આવી હતી. વિવેકના આ ટ્વીટ બાદ માત્ર યૂઝર્સે જ નહીં પરંતુ બોલિવૂડના કેટલાક એક્ટર્સે પણ વિવેક ઓબેરોયની ટીકા કરી છે. જોકે હોબાળો થયા બાદ વિવેકે આ વિવાદાસ્પદ ટ્વીટને ડિલીટ કરી છે અને માફી માંગી છે.
વિવેક ઓબેરોયના આ વિવાદાસ્પદ ટ્વીટનો મુદ્દો નેશનલ કમીશન ઓફ વિમન સુધી પહોંચ્યો હતો. જેની તપાસ કરી કમીશને વિવેકને નોટિસ ફટકારી આ વિશે જવાબ માંગ્યો છે. જ્યારે વિવેકે માફી માંગી કહ્યું કે તે ક્યારે કોઈ મહિલાનું અપમાન કરવાનો ઇરાદો રાખતો નથી. તમને જણાવી દઈએ કે વિવેક દ્વારા શેર કરવામાં આવેલ મીમમાં એશ્વર્યા રાય સિવાય સલમાન ખાન, વિવેક ઓબેરોય અને અભિષેક બચ્ચન પણ હતા. વર્ષ 2003માં ઐશ્વર્યાના કારણે જ બન્ને એક્ટર્સ હેડલાઈનમાં હતા.
જોકે આ વિવાદ વિશે જ્યારે સલમાન ખાનને પૂછવામાં આવ્યું તો તેને પણ અન્ય સેલેબ્સની જેમ ઘટના પર નિરાશા વ્યક્ત કરી છે. સલમાને કહ્યું કે તેઓ પહેલાની જેમ હવે ટ્વિટર પર એક્ટિવ રહેતો નથી. તેને કહ્યું કે તેની પાસે એટલો ટાઇમ નથી કે ટ્વીટ કરે અથવા અન્ય લોકોના ટ્વીટ વાંચે. સલમાને કહ્યું કે તેઓ અન્ય લોકોના ટ્વીટ પર ધ્યાન આપતો નથી. ઉલ્લેખનીય છે કે સલમાન હાલ તેની ફિલ્મ ‘ભારત’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. જે 5મી જૂને ઈદ પર રિલીઝ થવાની છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ઐશ્વર્યાને લઈ વિવેક ઓબેરોયના ટ્વિટ પર સલમાન ખાને આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું? appeared first on Sandesh.
from Entertainment – Sandesh http://sandesh.com/bollywood-actor-salman-khan-reaction-on-vivek-oberoi-tweet/
via Best Gujarati News
0 Comments