રાજીવ ગાંધીની પુણ્યતિથિ પર બોલી ફરાહ ખાન- ‘મારા પિતાનો બચાવ્યો હતો જીવ’
બોલિવૂડ વેટરન એક્ટર સંજય ખાનની દીકરી ફરાહ અલી ખાને આજે રાજીવ ગાંધી જયંતિ પર ટ્વીટર પર પોસ્ટ કરતાં પૂર્વ પીએમને યાદ કર્યા હતા. 21મે મંગળવારે પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની 28મી પુણ્યતિથિ છે. વર્ષ 1991માં ચૂંટણીમાં શ્રીપેરુબુદૂરમાં પ્રચાર અભિયાન દરમિયાન રાજીવ ગાંધીની હત્યા કરી દેવામાં આવી હતી. રાજીવ ગાંધીને યાદ કરતાં ફરાહ ખાને લખ્યું કે, તે ખૂબ જ પ્રતિભાસાળી વડા પ્રધાન હતા, અને તેમના કારણે ફાયર એક્સિડેન્ટમાં મારા પિતાનો જીવ બચ્યો હતો.
Remembering our Dynamic PM Rajiv Gandhi today. A precious life taken too soon. Will always remember his help during my fathers fatal fire accident and how his timely intervention helped my father Sanjay Khan frm not dying.
. Thank you . @priyankagandhi @RahulGandhi @sanjaykhan01
— Farah Khan (@FarahKhanAli) May 21, 2019
ફરાહ કાને ટ્વીટર પર પોસ્ટ કરતાં લખ્યું કે, આજે પ્રતિભાશાળી પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીને યાદ કરું છું. એક કિંમતી જિંદગી ખુબ જ જલ્દીથી છીનવી લીધી. મારા પિતાના ફાયર એક્સિડેન્ટમાં તેમણે કરેલી મદદને હંમેશા યાદ રાખીશ, અને તેમના સમયસરની મદદને કારણે મારા પિતા મરતાં મરતાં બચ્યા હતા. તેના માટે હું તમારી આભારી છું.
રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, મનમોહન સિંહ સહિતના નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post રાજીવ ગાંધીની પુણ્યતિથિ પર બોલી ફરાહ ખાન- ‘મારા પિતાનો બચાવ્યો હતો જીવ’ appeared first on Sandesh.
from Entertainment – Sandesh http://sandesh.com/my-father-life-saved-by-rajiv-gandhi-says-farah-ali-khan/
via Best Gujarati News
. Thank you . 
0 Comments