બોલિવૂડના ‘જમ્પિંગ જેક’ તરીકે જાણીતા અભિનેતા જીતેન્દ્રને હિમાચલ પ્રદેશ હાઇ કોર્ટથી મોટી રાહત મળી છે. મીડિયા રિપોર્ટ મુજબ જીતેન્દ્રને જાતીય સતામણીના કેસમાં કોર્ટ તરફથી મોટી રાહત મળી છે.

મીડિયા રિપોર્ટમાં પ્રાપ્ત માહિતી પ્રમાણે અભિનેતા જીતેન્દ્ર સામે ગત વર્ષે 16મી ફેબ્રુઆરીએ એક ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં જીતેન્દ્ર પર 48 વર્ષ પહેલા જાતીય સતામણીનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જોકે હિમાચલ પ્રદેશની હાઈ કોર્ટે આ એફઆઈઆરને ફગાવી છે. જજ અજય મોહન ગોયલે સોમવારે આઈપીસીની કલમ 354 હેઠળ નોંધાયેલ એફઆઈઆરને ફગાવી છે. આ અપરાધમાં વધુમાં વધુ બે વર્ષની સજા થઈ શકે છે.

રિપોર્ટ મુજબ ન્યાયધીશ ગોયલે 26 પાનાના આદેશમાં અભિનેતાની એ દલીલને વિશ્વસનીય ગણાવી જેમાં કહ્યું કે એફઆઈઆર ‘ધિક્કારપાત્ર’ છે. કારણ કે મહિલાની દીકરીને જિતેન્દ્રના પરિવાર દ્વારા સંચાલિત બાલાજી મોશન પિક્ચર્સ લિમિટેડના એક ઓડિશનમાં ફેલ કરવામાં આવી હતી. જજે કહ્યું કે એફઆઈઆરમાં આપેલ વિગતો આરોપી સામે કાર્યવાહી આગળ વધારવાનો આધાર બતાવતી નથી. કારણ કે આ બનાવટી અને ખોટી છે.

રિપોર્ટ પ્રમાણે ફરિયાદમાં જિતેન્દ્રના એક સંબંધીએ આરોપ લગાવ્યો હતો કે ઘટના 1971ની છે જ્યારે અભિનેતા શિમલામાં તેને એક હોટલના કમરામાં લઈ ગયા હતા. તે સમય તેની ઉમર 18 અને જિતેન્દ્રની 28 વર્ષ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post બોલિવૂડના ‘જમ્પિંગ જેક’ જીતેન્દ્રને જાતીય સતામણીના કેસમાં કોર્ટે આપી મોટી રાહત appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/jeetendra-gets-big-relief-in-harassment-case-from-the-court/
via Best Gujarati News

0 Comments