ઇરાન અને યુએસની વચ્ચે તણાવ ઘટવાનું નામ લઇ રહ્યું નથી. બંને દેશોના રાજનેતા સતત આક્રમક નિવેદન આપી રહ્યા છે અને એકબીજા પર પ્રહારો કરી રહ્યા છે. ઇરાનના વિદેશ મંત્રી જાવેદ ઝરીફે સોમવારના રોજ કહ્યું કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ‘નરસંહાર વાળા કટાક્ષ’થી ઇરાન ‘ખત્મ’ થઇ જશે નહીં.

ઝરીફે ટ્વિટર પર લખ્યું કે ઇરાની હજારો વર્ષથી માથું ઉચું રાખીને ઉભા છે જ્યારે તમામ હુમલાખોરોનું નામોનિશાન મિટાવી ચૂકયું છે. આર્થિક આતંકવાદ અને નરસંહારના કટાક્ષથી ઇરાનનો અંત આવવાનો નથી. એક ઇરાનીને કયારેય ધમકી ના આપવી, સમ્માન આપો, આ કામ કરશે.

ઇરાનના વિદેશ મંત્રીનું આ નિવેદન ટ્રમ્પની ચેતવણીના એક દિવસ બાદ આવ્યું છે. જો કે રવિવારના રોજ ટ્રમ્પે કહ્યું હતું કે જો ઇરાન અમેરિકન હિતો પર હુમલો કરે છે તો તેને સંપૂર્ણપણે ખત્મ કરી દેવાશે. ટ્રમ્પે ટ્વિટ કરી હતી, જો ઇરાન જંગ કરવા માંગે છે તો આ તેનો સત્તાવાર અંત હશે. યુએસને ફરીથી ધમકી ના આપતા.

વોશિંગ્ટન અને તેહરાનની વચ્ચે સંબંધ એક વર્ષ પહેલાં ખરાબ ત્યારે થયા જ્યારે ટ્રમ્પે 2015ની ઇરાનની સાથે થયેલા પરમાણુ કરારને રદ કરી દીધા હતા અને તેના પર આકરા પ્રતિબંધ થોડી દીધા. ઇરાનના અધિકારીઓ સતત યુએસના પ્રતિબંધોની આલોચના કરી રહ્યા છે અને તેને આર્થિક આતંકવાદની સંજ્ઞા આપી રહ્યા છે. ઇરાનનો આરોપ છે કે યુએસના પ્રતિબંધોના લીધે જરૂરી વસ્તુઓના પુરવઠાને અસર પડી રહી છે.

ઇરાન અને યુએસની વચ્ચે વધતા તણાવથી આંતરરાષ્ટ્રીય સમુદાયની ચિંતા વધારી દીધી છે. બ્રિટિશ વિદેશ મંત્રી જેરેમી હંટ એ સોમવારના રોજ જીનેવામાં કહ્યું કે હું ઇરાનીઓને કહેવા માંગશી કે આ સ્થિતિમાં યુએસને ઓછું ના આંકો. તે ભલે ઇરાનની સાથે યુદ્ધ નથી ઇચ્છતો પરંતુ જો અમેરિકા હિતોને નુકસાન પહોંચાડ્યું છે તો તેનો જવાબ આપવાથી ચૂકશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ઇરાને ટ્રમ્પને બરાબરના ધમકાવ્યા- કેટલાંય આવ્યા અને જતા રહ્યા, બરબાદીની ધમકી અમને ના આપતા appeared first on Sandesh.



from World – Sandesh http://sandesh.com/iran-foreign-minister-javad-zarif-says-donald-trumps-genocidal-taunts/
via Best Gujarati News

0 Comments