નેપાળના આ યુવાને કરી જબરી કમાલ, એક જ અઠવાડિયામાં 2 વખત તોડેલાં રેકોર્ડથી દુનિયા રહી ગઈ દંગ
નેપાલની પર્વતારોહી કામી રીતા શેરપાએ એક જ અઠવાડિયામાં પોતાનો રેકોર્ડ બીજી વખત તોડી દીધો છે. દુનિયાના સૌથી ઊંચા માઉન્ટ એવરેસ્ટ પર 24મી વખત ચઢાઈ કરી છે. આ સિદ્ધિ હાંસલ કરનારી તે દુનિયાના એકમાત્ર પર્વતારોહી છે. 49 વર્ષીય શેરપાએ નેપાલ તરફથી માઉન્ટ એવરેસ્ટ પર ચઢાઈ શરૂ કરી હતી. એવરેસ્ટ સર કરવાનો બીજો રસ્તો તિબ્બત બાજુથી છે. કામી 1994માં 25 વર્ષની ઉંમરે પ્રથમ વખત એવરેસ્ટ સર કર્યો હતો.
બેઝ કેમ્પના અધિકારીઓ અનુસાર, કામીએ સોમવારે રાત્રે ચઢાઈ શરૂ કરી હતી. તે મંગળવાર સવારે 6.38 વાગ્યે માઉન્ટ એવરેસ્ટની સૌથી ઊંચા શિખર પર પહોંચી ગયા હતા. કામી માઉન્ટ એવરેસ્ટની સાથે કે-2, ચો-ઓયુ, લોસ્તે અને અન્નાપુર્ણાની પણ ચઢાઈ કરી ચૂક્યા છે.
15મે 2019ના રોજ 23મી વખત હિમાલય પર પર્વતારોહણનો રેકોર્ડ બનાવ્યા બાદ શેરપાએ કહ્યું કે, તે 25 વખત એવરેસ્ટ સર કરીને ઈતિહાસ બનાવવા માગે છે. કામી રીતા સોલુખુમ્બુ જિલ્લાના થમે ગામના રહેવાસી છે. તેઓએ પર્વતારોહી આપા શેરપા અને ફુરબા તાશી શેરપા સાથે પોતાના 21 શિખર સંમેલનના રેકોર્ડ બનાવ્યા છે. આફા શેરપા અને ફુરબા તાપી શેરપાએ પહેલાં જ પર્વતારોહણમાંથી રિટાયરમેન્ટની ઘોષણા કરી દીધી છે. નેપાલ ટુરિઝમ ડિપાર્ટમેન્ટના સત્તાવાર રેકોર્ડ અનુસાર, વર્ષ 1953થી અત્યાર સુધી આ સૌથી ઊંચા શિખર પર લગભગ પાંચ હજાર લોકો ચઢાઈ કરી ચૂક્યા છે.
વર્ષ 1953માં પહેલીવાર સર એડમન્ડ હિલેરી અને તેનજિંગ શેરપાએ માઉન્ટ એવરેસ્ટને સર કર્યો હતો. તે બાદ પર્વતારોહણ એક આકર્ષક વ્યવસાય બની ગયો હતો. વિદેશી પર્વતારોહી એવરેસ્ટ પર ચઢાઈ કરવા માટે અનુભવી શેરપાઓની મદદ લે છે. તે પર્વતારોહીની ટીમ માટે ટ્રાવેલ રૂટ તૈયાર કરે છે, અને સાથે જરૂરી સામાન સાથે લઈને ચાલે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post નેપાળના આ યુવાને કરી જબરી કમાલ, એક જ અઠવાડિયામાં 2 વખત તોડેલાં રેકોર્ડથી દુનિયા રહી ગઈ દંગ appeared first on Sandesh.
from World – Sandesh http://sandesh.com/nepalese-climber-kami-rita-sherpa-climbs-everest-twice-in-a-week/
via Best Gujarati News
0 Comments