બકિંગહામ પેલેસમાં સોશિયલ મીડિયા મેનેજરની વેકેન્સી, લાખોની સેલરી સાથે મળશે અનેક સુવિધાઓ
હાલ સોશિયલ મીડિયા લોકોનાં જીવનનો એક ભાગ બની ગયો છે. જો તમને સોશિયલ મીડિયા માટે કન્ટેન્ટ લખવું પસંદ છે, અને તમને એમ લાગે છે કે, તમારી પોસ્ટને લાખો લોકો પસંદ કરી શકે છે, તો તમે ઈંગ્લેન્ડના ક્વીન એલિઝાબેથ-2ના સોશિયલ મીડિયા મેનેજર તરીકે કામ કરી શકો છો. ક્વીન એલિઝાબેથ-2 દ્વારા સોશિયલ મીડિયા મેનેજરની વેકેન્સી બહાર પાડી છે. તેમને એક એવા વ્યક્તિની જરૂર છે કે, જે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક્ટિવ રહે અને તેમની તમામ એક્ટિવિટીને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર અપડેટ કરતો રહે.
The Duke and Duchess of Gloucester, Prince and Princess Michael of Kent, Princess Alexandra and also attended the #RHSChelsea Flower Show. pic.twitter.com/BL6YgytaFB
— The Royal Family (@RoyalFamily) May 20, 2019
ક્વીન એલિઝાબેથ દ્વારા સોશિયલ મીડિયાની મેનેજરની પોસ્ટ માટે તમને સારી સેલરી તો મળશે જ, પણ સાથે અનેક સુવિધાઓનો પણ લાભ મળશે. સિલેક્ટ થયેલાં વ્યક્તિને રોયલ ફેમિલીનું સોશિયલ મીડિયા હેન્ડલ કરવું પડશે, અને બકિંગહામ પેલેસમાં કામ કરવું પડશે. ધી રોયલ હાઉસહોલ્ડ વેબસાઈટ પર આ અંગેનું વિજ્ઞાપન જાહેર કરવામાં આવેલું છે.
આ પોસ્ટ માટે એક અઠવાડિયામાં 37.5 કલાક સુધી નોકરી કરવી પડશે. જે એક સ્થાયી નોકરી છે. આ પોસ્ટ માટે વાર્ષિક 26.6 લાખ રૂપિયા(30 હજાર યુરો) આપવામાં આવશે. આ જોબ સાથે અન્ય સુવિધાઓ પણ આપવામાં આવશે. જેમાં પેન્શન સ્કીમ, દર વર્ષે 33 રજાઓ અને ફ્રી લંચ પણ સામેલ છે.
This weekend, The Duke and Duchess of Cambridge took Prince George, Prince Charlotte and Prince Louis to visit the garden which includes a rope swing and a stream. pic.twitter.com/LksHaqONxO
— The Royal Family (@RoyalFamily) May 20, 2019
આ પોસ્ટ માટે તે વ્યક્તિને જ પસંદ કરાશે કે જેના કન્ટેન્ટને મિલિયનથી પણ વધારે વ્યુઝ મળ્યા હોય. પોસ્ટ અંગે વિસ્તૃત જાણકારી આપતાં કહેવામાં આવ્યું છે કે, સોશિયલ નેટવર્કિંગ અને ડિઝિટલ પ્લેટફોર્મના કન્ટેન્ટ તૈયાર કરવું પડશે. તેમાં અમારી નવી લોન્ચ થયેલી વેબસાઈટ પણ સામેલ છે. આ સાથે રિસર્ચ અને ફીચર આર્ટિકલ પણ લખવાના રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post બકિંગહામ પેલેસમાં સોશિયલ મીડિયા મેનેજરની વેકેન્સી, લાખોની સેલરી સાથે મળશે અનેક સુવિધાઓ appeared first on Sandesh.
from World – Sandesh http://sandesh.com/queen-elizabeth-is-looking-for-a-social-media-manager/
via Best Gujarati News
0 Comments