ઈથોપિયાનાં પ્રધાનમંત્રી અબી અહમદએ એક ફંડ રેજર રાત્રિ ભોજનનું આયોજન કર્યું હતું અને એમાં ઘણા ધનકુબેરોએ સહાય તેમજ હાજરી આપી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ પાર્ટીમાં ભાગ લેવા માટે એક માણસને 1 કરોડ અને સાડા 21 લાખ રૂપિયા આપવા પડ્યાં હતાં. તેમજ આ રાત્રિ ભોજનમાં જેટલું ફંડ ભેગું થશે એ ઈથોપિયાની રાજધાની અદિસ અબાબાનાં સૌદર્યીકરણ કરવામાં વાપરવામાં આવશે.

તૈયાર કરવામાં આવેલા આ પ્રોજેક્ટ પ્રમાણે શહેરમાં પાર્ક, સાઈકલ માર્ગ, નદી કિનારે ચાલવા માટે રસ્તો, ઝાડ ઉગાડવા, ખેતી કરવી જેવો વિકાસ કરવામાં આવશે. આ પ્રોજેકટ પર એક બિલિયન ડોલર એટલે કે 100 કરોડ રૂપિયાનો ખરચો થથે એવું અનુમાન છે. જો કે હજુ તે સામે નથી આવ્યું કે આ પાર્ટીમાં કેટલા લોકો ડિનર માટે આવ્યાં હતા.

ઈથોપિયા દેશની વસતી 10 કરોડ છે. દુનિયાના સૌથી ગબીબ દેશોમાં આ દેશ સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post અત્યંત ગરીબ દેશમાં સૌથી મોંઘી ડિનર પાર્ટી, એક વખતનાં ભોજનનો ખર્ચ 1 કરોડ 21.5 લાખ appeared first on Sandesh.



from World – Sandesh http://sandesh.com/ethiopia-capital-addis-ababa-pm-abiy-ahmed-hosts-fundraiser-dinner-party/
via Best Gujarati News

0 Comments