ભારતમાં પાકિસ્તાનનાં રાજદૂતની નિમણુક, દેશો વચ્ચે સંદેશાની આપ-લે કરશે આ શખ્સ
પાકિસ્તાને ભાતરમાં તેના નવા રાજદૂતની નિમણુક કરી. સોમવારે પાકિસ્તાને રાજનાયિક મુઈનઉલ હકને ભારતમાં પોતાના દેશના નવા રાજદૂત તરીકેનો હોદો સોંપ્યો છે. પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી ઈમરાન ખાને સોમવારે ભારત, ચીન અને જાપાન સિવાય બીજા ઘણા દેશોમાં નવા રાજદૂતની નિમણુક કરવા માટે મંજુરી આપી દીધી છે. પાકિસ્તાનનાં નવા વિદેશ સચિવનાં રૂપમાં સોહેલ મહમૂદની ભરતી કર્યા બાદ ભારતમાં પાકિસ્તાનનાં રાજદૂતનું પદ ખાલી હતું.
વિદેશ મંત્રી શાહ મહમૂદ ખુરૈશીએ એક વીડિયો મેસેજમાં કહ્યું છે કે, નવી દિલ્હી અને ભારત એ ખુબ મહત્વપુર્ણ છે. સલાહ સુચનો બાદ મે ફ્રાન્સનાં હાલના રાજદૂતને જ ભારતના નવા રાજદૂત બનાવવાનો નિર્ણય કર્યો. તેમને દિલ્હી મોકલવામાં આવશે. આશા છે કે તે દેશ માટે કંઈક સારૂ કરે.
After consulting the Prime Minister, I am happy to announce following appointments. I wish the newly appointed officers good luck & hope they represent Pakistan with utmost dignity and effectiveness. pic.twitter.com/twHHYH1z3f
— Shah Mahmood Qureshi (@SMQureshiPTI) May 20, 2019
ખુરૈશીએ ટ્વિટ કરીને જાણકારી આપી કે ઈમરાન ખાનની પરવાનગી લઈને આ નિર્ણય લઈને મને ખુશી થાય છે. નવા નિમણુક થયેલા બધા રાજદૂતોને હું શુભકામનાઓ પાઠવું છું. તેમજ આશા રાખુ છું કે બધા પાકિસ્તાનનું સારી રીતે પ્રતિનિધિત્વ કરશે. આગળ ખુરૈશીએ જણાવ્યું કે ભારતમાં અત્યારે ચૂંચણીનો માહોલ છે તો આશા રાખુ છે કે ચૂંટણી પૂરી થયા બાદ વાતચીતનો એક નવો દોર શરૂ થાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ભારતમાં પાકિસ્તાનનાં રાજદૂતની નિમણુક, દેશો વચ્ચે સંદેશાની આપ-લે કરશે આ શખ્સ appeared first on Sandesh.
from World – Sandesh http://sandesh.com/in-india-pakistan-appoints-high-commissioner-mueenul-haq/
via Best Gujarati News
0 Comments