પડકારો અને ખામીઓનાં કારણે વર્ષ 2019-20માં ભારતના વિકાસ દરનાં અનુમાનમાં ઘટાડો થયો. સંયુક્ત રાષ્ટ્રએ મંગળવારે એક રિપોર્ટમાં જણાવ્યું કે ઘરેલું માંગ અને નિવેશનાં લીધે 2019માં ભારતનો આર્થિક વૃદ્ધિ દર 7 ટકા અને 2020માં 7.1 ટકા રહેવાનું અનુમાન છે. રિપોર્ટ પ્રમાણે 2018માં આર્થિક વૃદ્ધિ દર 7.2 ટકા રહ્યો હતો.

સંયુક્ત રાષ્ટ્રનું આ અનુમાન આ જ વર્ષે બહાર પાડેલા જાન્યુઆરીનાં અનુમાન કરતા ઓછું છે. તે સમયે યુએને 2019 અને 2020માં વૃદ્ધિ દર ક્રમશ: 7.6 અને 7.4 ટકા રહેવાની સંભાવના જણાવી હતી. આ પહેલા RBIએ પણ અલ નીલોની અસર અને વૈશ્વિક પડકારોને જોઈને 2019-20નો વિકાર દર 7.4 ટકાથી ઘટાડીને 7.2 ટકા કરી નાખ્યો હતો.

તો વળી સંયુક્ત રાષ્ટ્રે ચીનનો વિકાસ દર 2018નાં 6.6 ટકાને ઘટાડીને 2019 અને 2020માં 6.2 ટકા રહેશે એવું અનુમાન કર્યું છે. તેમજ વૈશ્વિક વિકાસ દર 2019માં 2.7 ટકા અને 2020માં 2.9 ટકા રહેવાનું અનુમાન કરવામાં આવ્યું છે. આ અનુમાન પર ચીન-અમેરિકાના વેપાર વચ્ચે ઉદભવતી તણાવની સ્થિતિ અને જળવાયુ પરિવર્તનની પણ અસર જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post સંયુક્ત રાષ્ટ્રએ ભારતના વિકાસ દરનાં અનુમાનમાં કર્યો ઘટાડો, આ છે કારણો appeared first on Sandesh.



from World – Sandesh http://sandesh.com/united-nations-reduce-india-growth-rate-estimation/
via Best Gujarati News

0 Comments