બાબા કેદારનાથમાં PM મોદીએ શરૂ કરી પૂજા, 12,250 ફૂટની ઉંચાઈએ ખાસ ગુફામાં કરશે ધ્યાન
લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાના પ્રચાર પડધમ થંભી ગયા છે. આવતી કાલે મતદાન થનાર છે. સૌકોઈની નજર હવે આવતી કાલે 19મે એ થનારા મતદાન અને 23મી મે એ સામે આવનારા પરિણામો પર અટકી છે. ત્યારે ચૂંટણી પ્રચારમાંથી પરવારીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કેદારનાથ પહોંચ્યા છે. અહીં તેઓ મંદિરમાં પૂજા અર્ચના કરશે. ત્યાર બાદ તેઓ અહીં પૂનર્નિર્માણ કાર્યોનું નિરિક્ષણ કરશે. તે ધ્યાન ગુંફામાં જઈને સાધના પણ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ અહીંં જ રોકાશે.
Prime Minister Narendra Modi reviews redevelopment projects in Kedarnath. #Uttarakhand pic.twitter.com/Jh0m5DwiKM
— ANI (@ANI) May 18, 2019
#WATCH Prime Minister Narendra Modi reviews redevelopment projects in Kedarnath. #Uttarakhand pic.twitter.com/cFMH9PqVyC
— ANI (@ANI) May 18, 2019
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેદારનાથ મંદિરમાં લગભગ 30 મીનીટ પુજા કરી હતી. વડાપ્રધાને રોદ્રાભિષેક કર્યો હતો. ત્યાર બાદ વડાપ્રધાને અધિકારીઓ સાથે કેદારનાથ વિકાસ કાર્યોની જાણકારી મેળવી હતી. વડાપ્રધાન રીતસરના ખુલ્લા આકાશ નીચે ઉભા રહીને અધિકારીઓ પાસેથી માહિતી મેળવી રહ્યાં હતાં કે, પુનર્વિકાસ અને પરિયોજનાઓ કઈ રીતે આગળ વધી રહી છે.
Prime Minister Narendra Modi offers prayers at Kedarnath temple. #Uttarakhand pic.twitter.com/uIm1TGLMEK
— ANI (@ANI) May 18, 2019
Prime Minister Narendra Modi arrives in Kedarnath, he will offer prayers at Kedarnath temple shortly. #Uttarakhand pic.twitter.com/sJJwfUoMPd
— ANI (@ANI) May 18, 2019
વડાપ્રધાનની મુલાકતને ધ્યાનમાં રાખીને પોલીસ, પ્રશાસને સુરક્ષા સહિતની તમામ તૈયારીઓ કરી લીધી છે. લગભગ ત્રણ કિલોમીટરમાં ફેલાયેલી કેદારપુરીને છાવણીમાં ફેરવી નાખવામાં આવી છે.
Prime Minister Narendra Modi lands in Kedarnath, he will offer prayers at Kedarnath temple shortly. #Uttarakhand pic.twitter.com/JDNRzXYslx
— ANI (@ANI) May 18, 2019
પીએમ મોદીની યાત્રાને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ છે. ગુરૂડચટ્ટીમાં સાધના બાદ આ હલેઓ પ્રસંગ છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેદારનાથમાં ધ્યાન કરશે. અગિયારમાં જ્યોતિર્લિંગ કેદારનાથ ધામની ઉંચાઈ સમુદ્ર સપાટીથી 11,700 ફૂટ છે. જ્યારે મંદિર પરિસરથી દોઢ કિલોમીટર દૂર બનેલી ધ્યાન ગુંફાની ઉંચાઈ લગભગ 122,250 ફૂટ છે. જોકે આજે કેદારનાથ અને બદ્ર્રીનાથમાં વરસાદ થવાની શક્યતા છે. જોકે વડાપ્રધનના નિર્ધારીત કાર્યક્રમમાં કોઈ જ ફેરફાર કરવામાં આવશે.
Uttarakhand: #Visuals from #Kedarnath. PM Narendra Modi to offer prayers at Kedarnath Temple later today pic.twitter.com/UT5S6fabZk
— ANI (@ANI) May 18, 2019
2017માં કપાટ ખુલ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ ભક્ત્તના રૂપમાં બાબા કેદારનાથના દર્શન કરી રૂદ્રાભિષેક કર્યો હતો. ત્યાર બાદ આજે તેઓ ચોથીવાર કેદારનાથ જઈએ રહ્યાં છે. 2013માં કેદારનાથમાં જ્યારે ભિષણ વિનાસ સર્જાયો ત્યાર બાદ ચાલી રહેલા પૂનર્નિર્માણ પર તેમની સતત નજર રહી છે. કેદારનાથ પુનરૂત્થ્યાનની જવાબદારી સંભાળ્યા બાદ પીએમ મોદીએ જ કેદારનાથ ગુફાના પૂનર્નિર્માણના નિર્દેશ આપ્યા હતાં. ગત વર્ષે બનીને તૈયાર થઈ ગયેલી ગુંફાનું સંચાલન આ વર્ષથી શરૂ થઈ ગયું છે. આ વર્ષે મહારાષ્ટ્રના જય શાહ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ગુંફામાં રોકાનારા બીજા ભક્ત હશે.
સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેદારનાથમાં રાત્રી રોકાણ કરશે.તેમનું કેદારનાથમાં રાત્રી રોકાણની વયવસ્થા કરવામાં આવી છે. તાજેતરમાં જ PM મોદીએ પાંચ વર્ષનાં કાર્યકાળ બાદ પ્રધાનમંત્રી મોદીએ ફરી એક વખત તેમની સરકાર ચૂંટણીને આવશે તેવી આશા વ્યકત્ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post બાબા કેદારનાથમાં PM મોદીએ શરૂ કરી પૂજા, 12,250 ફૂટની ઉંચાઈએ ખાસ ગુફામાં કરશે ધ્યાન appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/pm-narendra-modis-two-day-visit-to-kedarnath-and-badrinath/
via Best Gujarati News
0 Comments