કેદારનાથમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હટકે લૂક, જાણો તેમણે પહેરેલા ખાસ પોષાક વિશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બાબા કેદારનાથના શરણે પહોંચ્યા છે. અહીં તેમણે પૂજા અર્ચના કરી હતી. ત્યાર બાદ પીએમ મોદી કેદારનાથમાં આવેલી ખાસ ગુંફામાં ધ્યાન ધરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં રાત્રી રોકાણ કરશે. ત્યાર બાદ ગઈ કાલે બપોરે દિલ્હી આવવા રવાના થશે.
વડાપ્રધાન હેલિકોપ્ટર મારફતે અહીં આવ્યા હતા. 2013 બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ચોથી વખત કેદારનાથ પહોંચ્યા છે. પરંતુ આ વખતે સૌથી ખાસ બાબત છે તેમણે પહેરેલો ડ્રેસ છે. વડાપ્રધાને છેક પગ સુધીનો લાંબો કુરતો કહી શકાય તેવો પોશાક પહેર્યો છે. તે ઉપરાંત કમર પર કેસરી કલરનું કપડું બાંધ્યુ છે. માથે ઉત્તરાખંડની આગવી ઓળખ સમાન ટોપી પહેરી છે. તે ઉપરાંત હાથમાં છડી છે. આ છડી સામાન્ય રીતે બરફ કે પહાડ પર ચાલતી વખતે ઉપયોગમાં લેવામાં આવે છે. આ ઉપરાંત વડાપ્રધાને ખભે એક સુંદર ભરતકામ કરેલી શોલ નાખી છે.
Visuals of Prime Minister Narendra Modi offering prayers at Kedarnath temple. #Uttarakhand pic.twitter.com/9dtnL0rX6I
— ANI (@ANI) May 18, 2019
Prime Minister Narendra Modi at Kedarnath temple. #Uttarakhand pic.twitter.com/mCOmRv5Mio
— ANI (@ANI) May 18, 2019
વડાપ્રધાનના આ ડ્રેસે દેશભરમાં ખાસ્સુ આકર્ષણ જમાવ્યું છે. તેવી જ રીતે લોકો એ જાણવા પણ ભારે ઉત્સુક છે કે આખરે આ ડ્રેસનો પ્રકાર અને તેની પરંપરા શું છે. તો આ ડ્રેસ ઉત્તરાખંડના પહાડોમાં પહેરવામાં આવે છે. તેને ગઢવાલી પોશાક તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ડ્રેસને ઉત્તારખંડની આગવી ઓળખ પણ માનવામાં આવે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં કેદારનાથ મંદિરમાં પુજા અર્ચના કરી હતી. લગભગ 30 મીનીટ સુધી વડાપ્રધાને પુજા અર્ચના કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post કેદારનાથમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હટકે લૂક, જાણો તેમણે પહેરેલા ખાસ પોષાક વિશે appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/pm-modi-in-kedarnath-looking-different-in-garhwali-dress/
via Best Gujarati News
0 Comments