લોકસભા ચૂંટણીના પરિણામ પહેલાં પુર્વોત્તરમાં ભાજપને ઝટકો લાગ્યો છે. મણિપુરમાં બીજેપીની સાથે સરકારમાં સામેલ નાગા પિપલ્સ ફ્રન્ટે પોતાનું સમર્થન પરત ખેંચી લીધું છે. એનપીએફએ શનિવારે સાંજે આ અંગેની ઘોષણા કરી હતી. એનપીએફના પ્રવક્તા અચુમબેમો કિકોને કહ્યું કે, કોહિમામાં એનપીએફના મુખ્યાલયમાં લાંબી બેઠક બાદ પાર્ટીએ આ નિર્ણય કર્યો છે.

કિકોને કહ્યું કે, એનપીએફના કેન્દ્રીય મુખ્યાયલમાં પાર્ટીની લાંબી બેઠક થઈ હતી, અને અમે બીજેપી સરકારથી સમર્થન પરત લેવાનો નિર્ણય કર્યો છે. મણિપુરમાં આ સમયે બીજેપીની સરકાર છે, અને બીજેપી નેતા એન બિરેન સિંહ રાજ્યના મુખ્યમંત્રી છે.

જો કે, નાગા પિપ્લસ ફ્રન્ટ દ્વારા સમર્થન પરત લઈ લેવાતાં બીજેપી સરકારને કોઈ અસર નહીં પડે. 60 સભ્યોવાળી મણિપુર વિધાનસભામાં બીજેપીના 29 ધારાસભ્યો છે. સરકારને સમર્થન આપતી પાર્ટીઓમાં એનપીએફના ચાર ધારાસભ્ય, એલજેપીના એક ધારાસભ્ય, એઆઈટીસીના એક અને એક અપક્ષ ધારાસભ્ય સામેલ છે. બીજેપી સરકારને 36 ધારાસભ્યોનું સમર્થન હાંસલ છે. એનપીએફ દ્રારા સમર્થન પરત લીધા બાદ પણ બીજેપીની પાસે 32 ધારાસભ્યોનું સમર્થન છે. જેને કારણે બીજેપની સરકારને કોઈ જોખમ થશે નહીં.

મણિપુર વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીએ 21 સીટ જીતી હતી, પણ બાદમાં કોંગ્રેસનાં 8 ધારાસભ્યો બીજેપીમાં સામેલ થઈ ગયા હતા. જેને કારણે બીજેપીની સંખ્યા 29 થઈ ગઈ હતી.

એનપીએફ દ્વારા આરોપ લગાવાયો છે કે, બીજેપી પોતાની સહયોગિયોને મહત્વહીન સમજે છે. મણિપુર એનપીએફના અધ્યક્ષ અવાંગવોઉ નેવઈએ કહ્યું કે, બીજેપી રાજ્યમાં સત્તામાં સહયોગી પક્ષો સાથે સાવકો વ્યવહાર કરે છે. તેઓએ કહ્યું કે, બીજેપીએ ક્યારેય ગઠબંધનનું સન્માન કર્યું નથી. બીજેપીએ ગઠબંધન સમયે જે વાયદાઓ કર્યા હતા તેને પુરા કર્યા નથી. જો કે બીજેપીએ આ તમામ આરોપોને ફગાવી દીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ચૂંટણી પરિણામ પહેલાં ભાજપને ઝટકો, મણિપુરમાં NPFએ સરકારમાંથી સમર્થન પરત ખેંચ્યું appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/npf-to-withdraw-support-from-bjp-led-government-in-manipur/
via Best Gujarati News

0 Comments