કર્ણાટકમાં કોંગ્રેસ-JDS ગઠબંધનમાં દરાર, વિધાનસભા ભંગ કરવા આ નેતાએ કરી ભલામણ
કર્ણાટકમાં કોંગ્રેસ અને JDS ગઠબંધન વચ્ચે તણાવ વધતો જઈ રહ્યો છે. સિદ્ધારમૈયાને ફરીથી મુખ્યમંત્રી બનાવવાની માગ સાથે જેડીએસના વરિષ્ઠ નેતા બસવરાજ હોરાત્તીએ વિધાનસભા ભંગ કરવાની સલાહ આપી છે. જો કે, આ નિવેદન બાદ મુખ્યમંત્રી એચ ડી કુમારસ્વામીને સફાઈ આપવી પડવી હતી. અને ગઠબંધનના નેતાઓને વિરોધાભાસી અને વિવાદાસ્પદ નિવેદનો ન આપવા અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રી કુમારસ્વામીએ કહ્યું કે, ગેર ભાજપ સરકાર બનાવવાના પ્રયાસ ચાલુ છે. એવામાં ગઠબંધનના નેતાઓને આ પ્રકારનાં નિવેદનોથી પ્રયાસ નિષ્ફળ થઈ શકે છે. તેઓએ કહ્યું કે, અમે કેન્દ્રમાં નવી સરકારના ગઠનના નજીક છીએ. કુમારસ્વામીએ ટ્વીટ કર્યું કે, આવા સમયમાં, જ્યારે કેન્દ્રમાં ગેર ભાજપ સરકાર બનાવવાના તમામ પ્રયાસો ચાલુ છે, તો ગઠબંધનના નેતાઓનાં વિરોધાભાસી નિવેદનોથી આ પ્રયાસોને ઝટકો લાગી શકે છે. તેઓએ કહ્યું કે, મારી બંને પાર્ટીના નેતાઓને વિન્રમ અનુરોધ છે કે, કે સાર્વજનિક રીતે વિરોધાભાસી-વિવાદિત નિવેદન ન આપે.
પણ જેડીએસ નેતા હોરાત્તીએ પોતાની મુખ્યમંત્રીની વાત ન સાંભળી. એક ઈન્ટરવ્યુમાં હોરાત્તી પોતાના નિવેદન પર કાયમ રહ્યા હતા અને કહ્યું કે તે આમ જનતાની ભાવનાઓને વ્યક્ત કરે છે. તેઓએ કહ્યું કે, સરકારના ગઠનને એક વર્ષ પુર્ણ થયું છે. અને હવે એમ કહેવું કે સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી બનાવવામાં આવે, તે ઠીક નથી. તેઓએ કહ્યું કે, એક સ્પષ્ટ નિર્ણય પર આવો, સરકાર ચલાવો કે પછી તેને છોડી દો, તેને ભંગ કરો અને જતાં રહો. તેમણે કહ્યું કે, હું નિરાશ છું, એટલાં માટે આમ કહી રહ્યો છું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post કર્ણાટકમાં કોંગ્રેસ-JDS ગઠબંધનમાં દરાર, વિધાનસભા ભંગ કરવા આ નેતાએ કરી ભલામણ appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/jds-leader-basavaraj-horatti-calls-for-dissolving-karnataka-assembly/
via Best Gujarati News
0 Comments