News@12 PM: અમદાવાદમાં પ્રદૂષણનું સ્તર ખતરનાક, પુલવામામાં 3 આતંકી ઠાર
અમદાવાદમાં ભયંકર પ્રદૂષણ, શ્વાસ લેવા લાયક નથી રહી હવા, વડોદરામાં લગ્નની લાલચ આપી પ્રેમીએ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ, રાહુલ ગાંધીએ PM મોદીને લઇ કહ્યું- ડિકશનરીમાં આવ્યો નવો શબ્દ, અર્થ પણ જણાવ્યો. J&K : પુલવામામાં ત્રણ આતંકીઓને કરાયા ઠાર, અથડામણમાં 1 જવાન શહીદ. કોઈ દેશ એકલો ન રહી શકે અને દરવાજા બંધ ન કરી શકે : જિનપિંગ. શ્રીલંકામાં એન્ટિ-મુસ્લિમો રમખાણો ૨૦૦ના ટોળાએ ફેક્ટરી બાળી નાખી. રિઝર્વ બેન્કે આર્થિક સ્થિતિ સુધારવા વ્યાજ દર ઘટાડવાની આવશ્યક્તા. સની દેઓલે BJP અને પિતા ધર્મેન્દ્ર વિશે કરી વાત, PM મોદી માટે કહ્યું- તેમના જેવું…સહિતના અગત્યના સમાચાર…
વધુ વાંચવા કરો ક્લિક-1: અમદાવાદમાં ભયંકર પ્રદૂષણ, શ્વાસ લેવા લાયક નથી રહી હવા
ગુજરાતના શહેરોમાં પ્રદૂષણનું પ્રમાણ વધતું જાય છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં ફેબ્રુઆરીથી અત્યાર સુધી સતત હવામાં પ્રદૂષણ વધતું જોવા મળી રહ્યું છે. અમદાવાદનો એર ક્વોલિટી ઈન્ડેક્ષ 135એ પહોંચી ગયો છે. અમદાવાદમાં દિવસેને દિવસે વધતાં વાહનોની સંખ્યા, ફેક્ટરીઓનો ફાટી નીકળેલો રાફડો, જેના કારણે પ્રદૂષણના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે.
વધુ વાંચવા કરો ક્લિક-2: વડોદરામાં લગ્નની લાલચ આપી પ્રેમીએ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ
આપણા સમાજમાં દિવસેને દિવસે લગ્નના નામે છેતરપિંડી, દુષ્કર્મ જેવા કિસ્સાઓ વધી રહ્યા છે. લગ્નની લાલચે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટનાઓ વધી રહી છે. આવી જ એક ઘટના વડોદરામાં સામે આવી છે. વડોદરામાં એમ. ફાર્મ થયેલી યુવતી સાથે લગ્નની લાલચ આપી પ્રેમીએ દુષ્કર્મ આચર્યું છે.પીડિતા ગર્ભવતી થતા ગર્ભપાત પણ કરાવ્યો હોવાની વિગતો સામે આવી છે.
વધુ વાંચવા કરો ક્લિક-3: રાહુલ ગાંધીએ PM મોદીને લઇ કહ્યું- ડિકશનરીમાં આવ્યો નવો શબ્દ, અર્થ પણ જણાવ્યો
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતાં દાવો કર્યો છે કે અંગ્રેજી ડિક્શનરીમાં એક નવો શબ્દ ‘મોદીલાઇ (Modilie)’ આવ્યો છે. તેઓએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક સ્ક્રીન શોટ શેર કર્યો છે, જેમાં આ શબ્દનો અર્થ ‘સતત સત્ય સાથે છેડછાડ’ અને ‘આદત મુજબ ખોટું બોલનાર’ જણાવ્યો છે.
વધુ વાંચવા કરો ક્લિક-4: J&K : પુલવામામાં ત્રણ આતંકીઓને કરાયા ઠાર, અથડામણમાં 1 જવાન શહીદ
જમ્મુ-કાશ્મીરના પુલવામાના દલીપોરા વિસ્તારમાં ગુરૂવારે સિક્યોરિટી ફોર્સે 3 આતંકીઓને ઠાર કર્યા છે. અથડામણમાં એક જવાન પણ શહીદ થઈ ગયા છે. એક જવાન સહિત બે લોકો ઘાયલ થયા છે. આતંકીઓ એક ઘરમાં છુપાયા હતા. સુરક્ષાદળોએ આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી.
વધુ વાંચવા કરો ક્લિક-5: કોઈ દેશ એકલો ન રહી શકે અને દરવાજા બંધ ન કરી શકે : જિનપિંગ
વર્તમાન સમયમાં કોઇપણ દેશ પોતાને વિશ્વથી અલગ કરી શકતો નથી, એમ કહીને ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે સાંપ્રત સમયમાં કોઇ એક સભ્યતાની સર્વશ્રેષ્ઠતામાં વિશ્વાસ કરવો મૂર્ખતાભર્યું છે.
વધુ વાંચવા કરો ક્લિક-6: શ્રીલંકામાં એન્ટિ-મુસ્લિમો રમખાણો ૨૦૦ના ટોળાએ ફેક્ટરી બાળી નાખી
શ્રીલંકામાં બે દિવસથી મુસ્લિમ સમુદાય વિરુદ્ધ રમખાણો ફાટી નીકળ્યા છે. બીજી રાતે પણ રાતે સંચારબંધી લાદવામાં આવી હતી. તે પહેલાં મુસ્લિમોની દુકાનો અને ઘર અને મસ્જિદોને નિશાન બનાવવામાં આવી હતી. એક બિઝનેસમેને જણાવ્યું હતું કે સોમવારે ૨૦૦ લોકોના ટોળાએ તોડફોડ કરીને આગ ચાંપી દીધી હતી.
વધુ વાંચવા કરો ક્લિક-7: રિઝર્વ બેન્કે આર્થિક સ્થિતિ સુધારવા વ્યાજ દર ઘટાડવાની આવશ્યક્તા
હાલમાં અર્થતંત્રમાં જોવા મળતી આર્થિક સુસ્તીની સ્થિતિમાં સુધારો કરવા રિઝર્વ બેન્કે જૂનની મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં વ્યાજ દરમાં ઘટાડો કરવાની આવશ્યક્તા છે, એમ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ)ના એક રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું છે.
વધુ વાંચવા કરો ક્લિક-8: સની દેઓલે BJP અને પિતા ધર્મેન્દ્ર વિશે કરી વાત, PM મોદી માટે કહ્યું- તેમના જેવું…
બોલિવૂડ એક્ટર સની દેઓલ તેના પરિવારને લઈ ઘણો ભાવુક છે. તેઓ તેના પરિવાર સાથે બઉ વધારે જોડાયેલ છે. જોકે હાલ સની દેઓલ લોકસભાની ચૂંટણીને લઈ વ્યસ્ત છે. તેઓ બીજેપી તરફથી ગુરદાસપુર બેઠકથી ચૂંટણી મેદાન છે. ચૂંટણી પ્રચાર દરમિયાન સની દેઓલે એક ખાનગી મીડિયા ચેનલને ઇન્ટરવ્યૂ આવ્યું જેમાં સનીએ બીજેપી, પિતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબંધી વાત કરી.
વધુ વાંચવા કરો ક્લિક-9: સ્ક્રીનશૉટ લીધા વગર સેવ કરો Whatsapp સ્ટેટસ, જાણો સહેલી રીત
ઇન્સ્ટેન્ટ મેસેજિંગ એપ વોટ્સએપના સ્ટેટસ ફીચરને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. આ ફીચર દ્વારા લિંક્સથી લઇને વીડિયો, મીમ્સ, ફોટો, હોલીડે ડેસ્ટિનેશન જેવા તમામ વસ્તુઓ શરે કરી શકાય છે. એવામાં ઘણા યૂજર્સ સ્ટેટસ સેવ કરવા માંગે છે.
વધુ વાંચવા કરો ક્લિક-10: ગજબની બેટિંગ: 11માંથી એકેય ખાતું ખોલ્યું નહીં અને બધા શૂન્યમાં આઉટ
0,0,0,0,0,0,0,0,0,0! આ આંકડાને જોઇ તમે પણ ચોક્કસ હેરાન થઇ જશો. પરંતુ કોચ્ચીના કસારાગોડમાં રમાયેલ અંડર-19 ગર્લ્સ ટીમની 10 બેટસવિમેને આ સ્કોર બનાવ્યો. આ સ્કોર ઇંટર-ડિસ્ટ્રિક મેચમાં બનાવ્યો જ્યાં કસારાગોડની ટીમનો મુકાબલો વાયનાડની અંડર-19 ટીમ સાથે થયો. આ મેચ બુધવારના રોજ મલ્લાપુરમના પેરિનથલમન્ના સ્ટેડિયમમાં રમાઇ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post News@12 PM: અમદાવાદમાં પ્રદૂષણનું સ્તર ખતરનાક, પુલવામામાં 3 આતંકી ઠાર appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/16-may-2019-top-headlines-til-12-pm/
via Best Gujarati News
0 Comments