લોકસભા ચૂંટણીમાં ભલે હજુ એક તબક્કાનું મતદાન બાકી છે, પરંતુ કોંગ્રેસે બહુમતી ના મળવાની સ્થિતિમાં ગઠબંધનના સંકેત આપી દીધા છે. એટલું જ નહીં કોંગ્રેસનું કહેવું છે કે જો તેને ગઠબંધનમાં પીએમનું પદ નહીં મળે તો પણ તેમને કોઇ સમસ્યા નથી. કોંગ્રેસના સિનિયર લીડર ગુલામ નબી આઝાદે કહ્યું કે પાર્ટીનો એકમાત્ર ઉદ્દેશ્ય એનડીએને કેન્દ્રમાં ફરી એકવખતથી સરકાર બનાવતા રોકવાનું છે.

આઝાદે કહ્યું કે અમે પહેલાં જ અમારું સ્ટેન્ડ ક્લિયર કરી ચૂકયા છીએ. જો કોંગ્રેસના પક્ષમાં સહમતિ બને છે તો અમે નેતૃત્વ સ્વીકારીશું. પરંતુ અમારું લક્ષ્ય હંમેશા એ રહ્યું છે કે એનડીએની સરકાર સત્તામાં પાછી ફરવી જોઇએ નહીં. અમે સર્વસહમતિથી લેવાયેલા નિર્ણયની સાથે જઇશું. કોંગ્રેસ લીડરની આ વાત પરથી સંકેત જાય છે કે પાર્ટી લોકસભા ચૂંટણીના પરિણામોને લઇ ખાસ ઉત્સાહિત દેખાઇ રહ્યા નથી અને ભાજપને રોકવાની કિંમત પર ગઠબંધનમાં મોટો ત્યાગ આપવા માટે પણ તૈયાર છે.

કોંગ્રેસ મહાસચિવે કહ્યું કે જ્યાં સુધી અમને પીએમનું પદ ઓફર કરાતું નથી ત્યાં સુધી અમે કંઇપણ કહીશું અને કોઇપણ જવાબદારી સંભાળવા પર અમને કોઇ વાંધો નહીં હોય. આપને જણાવી દઇએ કે ગૃહમંત્રી રાજનાથ સિંહે મંગળવારના રોજ વિપક્ષને પડકાર ફેંકતા કહ્યું હતું કે જો તેને સામાન્ય ચૂંટણીમાં જીતનો વિશ્વાસ છે તો પીએમ પદના પોતાના ઉમેદવારની જાહેરાત કરે.

કપિલ સિબ્બલે કહ્યું હતું, કોંગ્રેસને બહુમતી મળશે નહીં
કોંગ્રેસના સિનિયર લીડર કપિલ સિબ્બલે થોડાંક દિવસ પહેલાં કહ્યું હતું કે તેમની પાર્ટીને બહુમતી મળવાના ચાન્સ નથી. એક ઇન્ટરવ્યુમાં કોંગ્રેસ નેતા એ કહ્યું હતું કે કોંગ્રેસને પોતાના દમ પર બહુમતી મળવાના ચાન્સ નથી. પરંતુ કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ ગઠબંધનની સરકાર બની શકે છે. એટલું જ નહીં કપિલ સિબ્બલે કહ્યું કે જો કોંગ્રેસને સામાન્ય ચૂંટણીમાં 272 સીટો મળી તો રાહુલ ગાંધીને પીએમ પદ માટે નોમિનેટ કરવા જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post કોંગ્રેસમાં આવ્યો જબરદસ્ત મોટો રાજકીય ટ્વિસ્ટ, અમે વડાપ્રધાન પદનો ‘ત્યાગ’… appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/congress-has-no-issues-if-it-doesnt-get-pms-post-ghulam-nabi-azad/
via Best Gujarati News

0 Comments