રાહુલ ગાંધીએ PM મોદીને લઇ કહ્યું- ડિકશનરીમાં આવ્યો નવો શબ્દ, અર્થ પણ જણાવ્યો
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતાં દાવો કર્યો છે કે અંગ્રેજી ડિક્શનરીમાં એક નવો શબ્દ ‘મોદીલાઇ (Modilie)’ આવ્યો છે. તેઓએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક સ્ક્રીન શોટ શેર કર્યો છે, જેમાં આ શબ્દનો અર્થ ‘સતત સત્ય સાથે છેડછાડ’ અને ‘આદત મુજબ ખોટું બોલનાર’ જણાવ્યો છે. આ શબ્દોને રાહુલ દ્વારા વડાપ્રધાન મોદી પરનો કટાક્ષ માનવામાં આવે છે. રાહુલ ગાંધીએ પોતાની ટ્વીટમાં જે સ્ક્રીન શોટ લગાવ્યો છે તેમાં જમણી બાજુ કોંગ્રેસની જાહેરાત પણ નજરે પડે છે.
There’s a new word in the English Dictionary. Attached is a snapshot of the entry
pic.twitter.com/xdBdEUL48r
— Rahul Gandhi (@RahulGandhi) May 15, 2019
રાહુલે જે સ્ક્રીન શોટ શેર કર્યો છે તેનાથી ખ્યાલ આવે છે કે તેઓએ ઓક્સફોર્ડ ડિક્શનરીના લાઈવ સેક્શનમાં સર્ચ કર્યુ છે. પરંતુ તે સેક્શનમાં સર્ચ કરવાથી ડિક્શનરી જણાવે છે કે આવો કોઈ જ શબ્દ નથી. ગૂગલ સર્ચ એન્જિનમાં પણ શોધવામાં આવતા આવો કોઈ જ શબ્દ નથી મળતો, પરંતુ તેની જગ્યાએ Modilie શબ્દ સાથે જોડાયેલા સમચારો મળી આવે છે.
‘Modilie’ is a new word that’s become popular worldwide. Now there’s even a website that catalogues the best Modilies! https://t.co/Ct04DlRsj3
— Rahul Gandhi (@RahulGandhi) May 16, 2019
રાહુલ ગાંધીએ નોટબંધી અને જીએસટીના મુદ્દા પર બુધવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આડા હાથે લીધા અને કહ્યું કે મોદી, મનમોહન સિંહની મજાક ઉડાવ્યા કરતા હતા, પરંતુ પાંચ વર્ષ બાદ આજે દેશ મોદીની મજાક ઉડાડી રહ્યું છે. એક ચૂંટણી સભાને સંબોધિત કરતાં કહ્યું કે મોદી, મનમોહન સિંહની મજાક ઉડાવતા રહેતા હતા પરંતુ હવે પાંચ વર્ષ બાદ, મોદી જી, મનમોહન જીની મજાક ઉડાવતા નથી. આજે દેશ મોદીજીની મજાક ઉડાવી રહ્યું છે.
Dear Mr Jaitlie – thank you for reminding India that our PM never means what he says or says what he means. #BJPLies pic.twitter.com/I7n1f07GaX
— Rahul Gandhi (@RahulGandhi) December 27, 2017
જેટલીને પણ કહ્યું હતું Jaitlie: રાહુલ ગાંધીએ આ પહેલાં કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીને Mr. Jaitlie કહી ચુક્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post રાહુલ ગાંધીએ PM મોદીને લઇ કહ્યું- ડિકશનરીમાં આવ્યો નવો શબ્દ, અર્થ પણ જણાવ્યો appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/rahul-gandhi-taunt-pm-narendra-modi-new-word-add-in-english-dictionary/
via Best Gujarati News
0 Comments