ડૂબતા ઈરાનનો આખરી સહારો બનશે ભારત? આગામી 24 કલાક મહત્વના
અમેરિકાના પ્રતિબંધોના દબાણ વચ્ચે ઈરાનને હવે ભારત પાસેથી છેલ્લી આશા છે. અમેરિકાના વધતા તણાવ વચ્ચે ઈરાનના વિદેશ મંત્રી મોહમ્મદ જવાબ જરીફે સુષમા સ્વરાજ સાથે મુલાકાત કરી હતી. અત્યંત મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે ઈરાને સૌથી પહેલા ભારતની શરણમાં આવ્યું છે.
જફરીએ આ મુલાકાત એવા સમયે કરી છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ઈરાન પાસેથી ક્રુડ ઓઈલની આયાતને લઈને ભારત સહિત 6 દેશોને આપવામાં આવેલી મર્યાદીત છૂટછાટ બંધ કરવાની જાહેરાત કરી હતી. અમેરિકાએ ધમકીભર્યા અંદાજમાં કહ્યું હતું કે, જો ભારત ઈરાન પાસેથી ક્રુડ ઓઈલની આયાત બંધ નહીં કરે તો તેને અમેરિકી પ્રતિબંધોનો સામનો કરવો પડી શકે છે.
વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ભારત અને ઈરાન અમેરિકી પ્રતિબંધો અને તેની થનારી સંભવીત અસર પર ચર્ચા કરશે. બંને દેશ આ બેઠકમાં આ મુદ્દાનું સમાધાન કાઢવાનો પ્રયાસ કરશે. જારિફ અને સ્વરાજ ચાબહાર બંદરને લઈને પણ ચર્ચા કરશે. જોકે અમેરિકાએ ભારતને હૈયાધારણા જરૂર આપી છે કે, તે ચાબહાર બંદરને લઈને આપવામાં આવેલી છૂટછાટ યથાવત રાખશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે જારિફ ઈરાનના પરમાણું કાર્યક્રમ પર આંશિક ચર્ચા બાદ સુષમા સ્વરાજને તેની જાણકારી આપશે. જારિફનો આ બીજો ભારત પ્રવાસ છે. તેઓ આ અગાઉ જાન્યુઆરીમાં ભારત આવ્યા હતાં અને ભારતીય નેતૃત્વ સાથે મુલાકાત પણ કરી હતી.
ઈરનના રાજદૂત અલી ચેગેનીએ ગત સપ્તાહે જ કહ્યું હતું કે, ભારત ક્રુડ ઓઈલની આયાત પર પોતાના ‘રાષ્ટ્રીય હીતો’ અનુંસાર નિર્ણય કરશે પરંતુ નવી દિલ્હી પાસેથી એવી આશા નથી કે તે તહેરાન જેવા મુખ્ય અને વિશ્વસનીય ઉર્જા ક્ષેત્રના ભાગીદારને નજરઅંદાજ કરશે.
તેમણે આગળ ઉમેર્યું હતું કે, ઈરાન પરમાણું સમજુતીનું સ્વાગત કરનારા અને અમેરિકાના મુખ્ય ભાગીદાર તરીકે ભારતે આ ડીલની રક્ષા કરવી જોઈએ અની અમેરિકા પાસેથી આ પરમાણું સમજુતિથી બચવા પર ભાર આપવો જોઈએ.
ચીન બાદ ભારત ઈરાન પાસેથી ક્રુડ ઓઈલ ખરીદનારો બીજો સૌથી મોટો દેશ છે. અમેરિકાના પ્રતિબંધો બાદ ભારત ઈરાન પાસેથી ક્રુડ ઓઈલની આયાત 452,000 બેરલ પ્રતિ દિવસથી ઘટાડીને 300,000 પ્રતિ દિવસ થઈ ગયું હતું.
ગત વર્ષે ભારતે ભારત-US 2+2 વાતચીતમાં પણ અર્થવ્યવસ્થા પર ખરાબ અસરરો અને મોંઘવારીનો હવાલો આપીને પ્રતિબંધોમાંથી છૂટ આપવાની માંગણી મુકી હતી પરંતુ ભારતની ચિંતાને અમેરિકાએ દૂર કરી દીધી હતી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગત સપ્તાહે અમેરિકાના વાણિજ્ય સચિવ વિલ્બર રૉસે જ્યારે ભારતના પ્રવાસે હતાં ત્યારે તેમની સામે પણ ઈરાને ક્રુડ ઓઈલના મુદ્દાને ઉઠાવ્યો હતો પરંતુ અમેરિકા તરફથી આ મામલે કોઈ જ છુટછાટના સંકેત આપવામાં આવ્યા નથી.
આ પણ વાંચો
રાહુલ ગાંધીના 3 દુશ્મન !
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ડૂબતા ઈરાનનો આખરી સહારો બનશે ભારત? આગામી 24 કલાક મહત્વના appeared first on Sandesh.
from World – Sandesh http://sandesh.com/amid-us-iran-conflict-foreign-minister-javad-zarif-visit-india/
via Best Gujarati News
0 Comments