ઈરાકની જેમ ઈરાન સાથે યુધ્ધ કરશે અમેરિકા? 1 લાખ સૈનિકોને મોકલશે
અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ હજુ વધી શકે છે. ઈરાન પર આર્થિક પ્રતિબંધ લગાવ્યા બાદ સૈન્ય દબાણ બનાવવા માટે અમેરિકા મધ્ય-પૂર્વ એશિયામાં 1 લાખ 20 હજાર જવાનોની સૈન્ય ટુકડીને તહેનાત કરવા જઈ રહ્યું છે.
ગુરુવારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો સાથેની બેઠકમાં પૈટ્રિક શાહનગાને પોતાની સૈન્ય યોજના રજૂ કરી હતી. સૈન્ય અધિકારીઓનું કહેવું છે કે, જો ઈરાન અમેરિકી સેના પર હુમલાનો પ્રયાસ કરે, કે પછી પોતાના પરમાણુ કાર્યક્રમને આગળ વધારશે તો, અમેરિકી સેના તેનો જવાબ આપવા માટે તૈયાર રહેશે.
એકબાજુ અમેરિકા અફઘાનિસ્તાન અને સીરિયામાંથી પોતાની સેનાને પરત ખેંચી રહી છે. તો મધ્ય-પૂર્વ એશિયામાં આટલાં મોટા પાયે સેનાની તહેનાતીને લઈ સમગ્ર દુનિયા હેરાન છે.
જ્યારે ટ્રમ્પને પુછવામાં આવ્યું કે, શું તે ઈરાનમાં સત્તા પરિવર્તન ઈચ્છે છે? તો તેના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે, જોઈએ છે ઈરાન સાથે શું થાય છે. જો તે કાંઈ કરશે તો, આ બહુ મોટી ભૂલ હશે.
સીનિયર અમેરિકી અધિકારીઓનું કહેવું છે કે, હજુ આ સૈન્ય યોજના પ્રાથમિક અવસ્થામાં છે. પણ આ દર્શાવે છે કે, ઈરાનનો ખતરો કેટલો ગંભીર બની ચૂક્યો છે. તો ઘણા લોકોનું માનવું છે કે, અમેરિકા આ પગલું ઈરાનને ડરાવવા માટે ઉઠાવી રહ્યું છે. 2003માં ઈરાક પર હુમલો કરવા માટે મોકલાયેલી અમેરિકી સૈન્ય ટુકડી જેટલાં જ સૈનિકો
અમેરિકા મધ્ય-પૂર્વ એશિયામાં મોકલી રહ્યું છે.
ઈરાને હજુ સુધી હિંસાત્મક કાર્યવાહીની ધમકી આપી નથી. ગત સપ્તાહે ઈરાનના રાષ્ટ્રપતિ હસન રોહાનીએ કહ્યું હતું કે, તે વૈશ્વિક શક્તિઓની સાથે 2015માં થયેલાં પરમાણુ કરારથી આંશિક રીતે હટી શકે છે. ટ્રમ્પે એક વર્ષ પહેલાં જ કરારને રદ કર્યો હતો. પણ યુરોપીય દેશોએ ટ્રમ્પ પ્રશાસનને અવગણીને આ ડીલની સાથે બની રહેવા અપીલ કરી છે. 2015ના પરમાણુ કરાર મુજબ ઈરાનને પરમાણુ કાર્યક્રમ રોકવા બદલ પ્રતિબંધોમાંથી છૂટ આપવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ઈરાકની જેમ ઈરાન સાથે યુધ્ધ કરશે અમેરિકા? 1 લાખ સૈનિકોને મોકલશે appeared first on Sandesh.
from World – Sandesh http://sandesh.com/america-plans-to-deploy-120000-troops-to-middle-east/
via Best Gujarati News
0 Comments