દુનિયાના સૌથી મોટા તેલની નિકાસ કરતાં દેશ સાઉદી અરબે કહ્યું કે, ડ્રોન હુમલા બાદ મુખ્ય પાઈપલાઈનમાંથી કાચાં તેલની આપૂર્તિને રોકી દેવામાં આવી છે. ઈરાન તરફી યમનના હૂતી વિદ્રોહીઓએ સાઉદીના વિશેષ પ્રતિષ્ઠાનોને ટાર્ગેટ બનાવ્યા છે. સાઉદી અરબ આ વિદ્રોહીઓ વિરુધ્ધ સૈન્ય ગંઠબંધનનું નેતૃત્વ કરે છે. જેનાથી આ વિદ્રોહીઓ સાઉદીથી નારાજ છે.

એક દિવસ પહેલાં જ સંયુક્ત અરબ અમિરાતના સમુદ્રી ક્ષેત્રમાં ઓઈલ ટેન્કરો પર હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદ આ ક્ષેત્રમાં તણાવ વધી ગયો હતો. ઊર્જા મંત્રી ખાલિદ અલ ફાલિહે કહ્યું કે, મંગળવારે લાલ સાગર તરફ તેલ સંપન્ન પૂર્વી પ્રાંત થઈને પસાર થતી પાઈપલાઈન પર બે પંપિગ સ્ટેશનોને નિશાન બનાવાયા છે. તમને જણાવી દઈએ કે, ઈસ્ટ-વેસ્ટ પાઈપલાઈનથી દરરોજ 50 લાખ બેરલ તેલની આપૂર્તિ કરવામાં આવે છે.

સરકારી ન્યુઝ એજન્સી SPA કહ્યું કે, સાઉદીની સરકારી તેલ કંપની અરામકોએ સાવચેતીના ભાગરૂપે પાઈપલાઈનના સંચાલન પર અસ્થાયી રીતે રોક લગાવી દીધી છે. પરિસ્થિતિનો તાગ મેળવી પ્રભાવિત થયેલાં પંપ સ્ટેશનોને ફરીથી ચાલુ કરવા માટે કામ કરવામાં આવી રહ્યું છે. તેઓએ કહ્યું કે, તેલ ઉત્પાદન અને નિકાસમાં કોઈ અડચણ નહીં આવે.

1200 કિમી લાંબી આ પાઈપલાઈન મારફતે સાઉદી અરબના પૂર્વી ભાગમાં મુખ્ય તેલ ક્ષેત્રથી પશ્ચિમમાં લાલ સાગરના કિનારે વસેલાં શહેર યાનબૂ સુધી કાચું તેલ મોકલે છે. ખાસ વાત એ છે કે, આ પાઈપલાઈન કૂટનીતિક રૂપથી મહત્વપુર્ણ હોર્મૂજ જલડમરુમધ્યવાળો રસ્તો બંધ થવાની સ્થિતિમાં વિકલ્પ તરીકે કામ કરી શકે છે.

ઈરાન સતત ધમકીઓ આપતો રહ્યો છે કે, જો અમેરિકાની સાથે સૈન્ય તણાવ વધે છે તો, તે જલડમરુમધ્યવાળા રસ્તાને બંધ કરી દેશે. સાઉદીના બે ઓઈલ ટેન્કરો પર એક દિવસ પહેલાં જ હુમલો થયો હતો. જો કે આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પણ તેને કારણે તણાવમાં વધારો થયો હતો.

જે સ્ટેશનોને નિશાન બનાવાયા છે તે રિયાધના પશ્ચિમમાં દવાદમી, અફીક સામેલ છે. ફાલિહે આ ઘટનાને આતંકી કૃત્ય ગણાવ્યું છે. તેઓએ કહ્યું કે, ફક્ત કિંગડમને ટાર્ગેટ નથી કરાયો, પણ દુનિયાભરમાં તેલ આપૂર્તિની સુરક્ષા અને વૈશ્વિક અર્થવ્યવસ્થા પર હુમલો કરવાનો પ્રયાસ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post હુમલા બાદ સાઉદી અરબ ભુરાયું થયું, ક્રુડ ઓઈલ સપ્લાયને લઈને ભર્યું આકરૂ પગલું appeared first on Sandesh.



from World – Sandesh http://sandesh.com/saudi-arabia-shuts-main-oil-pipeline-after-drone-attacks/
via Best Gujarati News

0 Comments