રવિ ચોપરાનો વારસો આગળ ધપાવવાની નવી પેઢીની મથામણ
રીયલ રિલેશન : નમન મુનશી
પિતાના મૃત્યુ પછી તેમના પ્રત્યેના અપ્રતિમ લગાવને કારણે રવિ માનસિક રીતે પણ ભાંગી પડયો. પિતા સાથે તેમનો લગાવ એ હદે હતો કે તેમની પ્રેરણાથી જ રવિ કામ કરતા હતા, અચાનક જાણવા મળ્યું કે રવિ ચોપરા ગંભીર બીમારીથી પીડાય છે. ધીરે ધીરે તેમનું બોલવાનું-ચાલવાનું બંધ થઈ ગયું. જીવનનાં છેલ્લાં ચાર વર્ષ સુધી રવિ ચોપરા એક શબ્દ પણ બોલ્યા વગર દીવાલ સામે જોતા રહ્યા. પહેલાં ઘર ત્યારબાદ બ્રીચ કેન્ડી હોસ્પિટલ ચોપરા પરિવારનું ઘર બની ગઈ. રવિ ચોપરાનો પરિવાર એટલે તેમની પત્ની રેનુ અને બે દીકરા કપિલ અને અભય.
રવિ અને રેનુ વચ્ચે પ્યાર થયો, બંનેના પરિવારો જાણતા હતા, કોઈને ખાસ વાંધો પણ ન હતો પરંતુ રવિ ફ્ક્ત બી આર ચોપરાના પુત્ર તરીકે ઓળખાઈને લગ્ન કરવા ન હતો માંગતો. લગ્ન પહેલાં તે પોતાનું અલગ સ્થાન અને માર્ક-ઓળખ મેળવવા માંગતો હતો. રવિ હાજરજવાબી અને રમુજી વ્યક્તિ ખરો, એકવાર એક અતિઉત્સાહિત મા પોતાની છોકરી લઈને મળવા આવી તેણે પોતાની છોકરીનો ઈન્ટ્રો કરતા કહ્યું; મારી દીકરી તમે કહેશો એ કરવા તૈયાર છે પણ એ ટુ પીસ ડ્રેસ પહેરશે નહિ. ચબરાક રવિએ તેને ભગાવવા કહ્યું ઠીક છે તેણીને જ નક્કી કરવા દો કે તે ઉપરનું વસ્ત્ર નહિ પહેરે કે નીચેનું.
રેનુ ચોપરાએ બીમારીને કારણે આર્થિક રીતે નબળા પડેલા પરિવારને સાચવવાની સાથે પુત્રોની કારકિર્દી ઘડવાની જવાબદારી પણ નિભાવવાની હતી.
અભય અત્યારે ડાયરેક્ટર બની ગયો છે, ૧૯૬૯માં પોતાના દાદાએ પ્રોડયૂસ કરેલી ફ્લ્મિ ઇત્તેફક (રાજેશ ખન્ના, નંદા અને ઇફ્તેખાર) પરથી પ્રેરિત નવી (૨૦૧૭) ઇત્તેફક ડિરેક્ટ કરી છે, જેમાં સિદ્ધાર્થ મલ્હોત્રા, અક્ષય ખન્ના તેમજ સોનાક્ષી સિંહા એ અભિનય આપ્યો છે. આ ફ્લ્મિ પ્રોડયૂસ કરી હતી શાહરુખ ખાન, કરણ જોહરે.
જયારે કપિલ (ફઇનાન્સ ગ્રેજ્યુએટ થયો છે) એક્ટર તરીકે કાઠું કાઢવાની કોશિશ કરી રહ્યો છે. તે કોહિનૂર ફ્લ્મિથી પ્રવેશ કરવાનો હતો, પરંતુ એ ડબ્બાબંધ થઇ ગઈ. આમ રવિ અને રેનુ ચોપરા અને બંને દીકરાઓ અત્યારે તો સ્ટ્રગલ કરી રહ્યા છે.
ફ્લ્મિ જગતની આ ખાસિયત છે કે તમારે સતત સારું પરફેર્મન્સ આપતા રહેવું જ પડે છે, બી આર ચોપરાના પુત્ર હોવા છતાં રવિ તેમનાથી આગળ તો ન જ વધી શક્યા. કેટલીક ફ્લ્મિો અને મહાભારત જેવી સિરિયલની સફ્ળતા ખિસ્સામાં હતી તો ય જોઈએ તેવી ધમાકેદાર કરીઅર નહિ બનાવી શક્યા. આ ક્ષેત્રમાં આગલી પેઢીનું નામ અને કામ એક લેવલથી વધુ મદદરૂપ થતું નથી. આ જ વાત રવિ ચોપરાના બંને પુત્રો અભય અને કપિલને પણ લાગુ પડે છે. તેઓ બી આર ફ્લ્મ્સિમાં વારસદાર હોવાથી સફ્ળતાના હકદાર બની જતા નથી.
પ્રશંસા તો રવિના પત્ની રેનુની થવી જોઈએ કે આટલા મોટા પરિવારની વહુ અને બી આર ચોપરાના બેનરને પકડીને બેસી રહેવાને બદલે સંઘર્ષ કરવાનું પસંદ કર્યું. રવિની બીમારી એ પૈસેટકે ઘણો ઘસારો કર્યો હતો. આ બેનર કમજોર પાડવાનું પ્રમુખ કારણ પણ એ જ છે. રેનુએ ત્રણ ફ્લ્મિો પ્રોડયૂસ કરી છે, અમિતાભ સ્ટારર ‘ભૂતનાથ રિટર્ન્સ’, આયુષ્યમાન ખુરાના – કૃતિ શેનોન – રાજકુમાર રાવ તેમજ પંકજ ત્રિપાઠી જેવા કલાકારોની રોમાન્સ કોમેડી અને ડ્રામા ફ્લ્મિ ‘બરેલી કી બરફી’ અને ‘ઇત્તેફક’. આ ત્રણેય ફ્લ્મિોએ તેમને ખાસ વળતર મેળવી આપ્યું નથી.
બલદેવ રાજ ચોપરાના બીજા ચાર ભાઈ કુલદીપરાજ, ધરમરાજ, રાજ અને યશરાજ. કુલદીપ રાજ ચોપરા બેંકર હતા.
ધરમરાજ (જન્મ ૨૪ ઓગસ્ટ ૧૯૨૪) જાણીતા માનીતા સિનેમેટોગ્રાફ્ર. સિનેમેટોગ્રાફ્રની એટલે કે છબીકલાકારની આંખે જોઇને ડિરેક્ટર ફ્લ્મિ બનાવતા હોય છે. ફ્લ્મિ હતી, ‘ધૂલ કા ફૂલ’ (૧૯૫૯), ભાઈ ધરમ ચોપરાને પણ સિનેમેટોગ્રાફ્ર તરીકે મોકો મળ્યો. અત્યાર સુધી તેઓ આસિસ્ટન્ટ કેમેરામેન તરીકે કામ કરતા હતા અને શીખી રહ્યા હતા.
જેણે તેના ભાઇ બી આર ચોપરા દ્વારા નિર્માણ અને નિર્દેશિત મોટાભાગની ફ્લ્મિોમાં સિનેમેટોગ્રાફી કરી હતી. તેમને વક્ત માટે ફ્લ્મિફેર એવોર્ડ મળ્યો હતો. ટીવી સીરીઅલ મહાભારતમાં પણ તેમની સિનેમેટોગ્રાફી હતી. તેમની કેટલીક ફ્લ્મિો ધૂલ કા ફૂલ (૧૯૬૦), ધરમપુત્ર (૧૯૬૧), ટી. પ્રકાશ રાવની કોલેજ ગર્લ (૧૯૬૨), પી એલ સંતોષીની દિલ હી તો હૈ (૧૯૬૪) વક્ત (૧૯૬૫), ઇત્તેફક (૧૯૬૯), દાસ્તાન (૧૯૭૨), ઝમીર (૧૯૭૫), ધૂંધ (૧૯૭૩).
૭૮ વરસની ઉંમરે ૨૮ સપ્ટેમ્બર ૨૦૦૨ના રોજ મૃત્યુ પામ્યા. જયારે બલદેવ રાજ ચોપરાનું મૃત્યુ ૫ નવેમ્બર ૨૦૦૮ના રોજ થયું હતું.
બી આરના એક ભાઈ રાજ ચોપરા જેનો ઉલ્લેખ ફ્લ્મિ ડિસ્ટ્રીબ્યુટર તરીકે જોવા મળે છે. પરંતુ વિશેષ માહિતી ન તો આ ભાઈ વિષે કે ન તો ધરમ રાજ ચોપરાના પત્ની કે તેમની ત્રણ પુત્રીઓ વિષે મળી શકુ છે.
બલદેવ રાજના જ વારસદારની વાત કરીએ તો અત્યારે ફ્લ્મિી ક્ષેત્રે તેમનું નામ જ્યાં સુધી અભય કે કપિલ કોઈ નોંધનીય પરફેર્મન્સ નહિ દર્શાવે ત્યાં સુધી ફ્ક્ત ભૂતકાળની શાનદાર હસ્તીઓ તરીકે અંકિત થતું રહેશે.
બલદેવ રાજના જ એક સગા ભાઈ, રવિ બલદેવ રાજના કાકા, તેમની ફ્લ્મિો, તેમનો પરિવાર તેમજ તેમની ફ્લ્મિ કંપની આખા વિશ્વમાં પોતાનો પરચમ લહેરાવી રહ્યા છે. કેટલાય કલાકારોના કારકિર્દી નિર્માણના નિમિત્ત એવા આ ભાઈ એટલે યશ ચોપરા.
cine@sandesh.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post રવિ ચોપરાનો વારસો આગળ ધપાવવાની નવી પેઢીની મથામણ appeared first on Sandesh.
from Cine Sandesh – Sandesh http://sandesh.com/ravi-chopra-heritage-next-theft/
via Best Gujarati News
0 Comments