News@06 PM: સાધ્વી પ્રજ્ઞાથી પીએમ મોદી નારાજ, અમરેલીમાં ગાજવીજ સાથે વરસાદ
મહાત્મા ગાંધીની હત્યા કરનારા નાથૂરામ ગોડસેને દેશભક્ત ગણાવનાર ભાજપનાં ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાની પીએમ મોદીએ પણ ટીકા કરી છે. તેમણે કહ્યું છે કે, “પ્રજ્ઞાને હું દિલથી ક્યારેય માફ નહીં કરું.” તો બીજી તરફ ગુજરાતમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. અમરેલી જિલ્લા સહિતનાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. તો રાજ્યમાં પાણીની સમસ્યા વિકટ બનતી જઇ રહી છે. એક તરફ લોકો પાણી માટે વલખાં મારી રહ્યા છે તો બીજી તરફ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. મનોરંજન-જગતની વાત કરીએ તો હાલમાં જ પ્રિયંકા ચોપરાએ ‘કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2019’માં રેડ કાર્પેટ પર એન્ટ્રી કરી ત્યારબાદ તેની કેટલીક તસવીરો સામે આવી છે, જેને જોઇને કહેવામાં આવી રહ્યું છે કે પ્રિયંકા પ્રેગ્નેંટ છે. વર્લ્ડ કપની વાત કરીએ તો આ વર્લ્ડ કપમાં ટૂર્નામેન્ટનાં ઇતિહાસની સૌથી મોટી રકમ વિજેતા ટીમને આપવામાં આવશે.
વધુ વાંચવા કરો ક્લિક-1: સાધ્વી પ્રજ્ઞા પર PM મોદી લાલઘુમ, કહ્યું- દિલથી ક્યારેય માફ નહીં કરી શકુ
વધુ વાંચવા કરો ક્લિક-2: અમરેલી જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો, આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ
રાજસ્થાન અને પાડોશી દેશ પાકિસ્તાનમાં ગઈકાલે સર્જાયેલા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. હાલ ખાંભા પંથકમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. આ સિવાય સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી ઝાપટું પડ્યું હતું. વરસાદ પડવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.
વધુ વાંચવા કરો ક્લિક-3: રાજ્યમાં ઠેરઠેર પાણીની સમસ્યા: એક તરફ લોકોની બળતી આંતરડી, બીજી તરફ પાણીનો વેડફાટ
ભરઉનાળે ગુજરાતમાં ઠેરઠેર પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે અને અનેક અંતરિયાળ ગામડાઓમાં લોકો પાણીની રાહ જોઇ રહ્યા છે. તો બીજી તરફ તંત્રની બેદરકારીને લીધે પાણીની પાઇપ લાઇન્સમાં ભંગાણનાં કારણે પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. વેડફાતા પાણીનાં કારણે લોકોની આંતરડી બળે છે અને તે માટે જવાબદાર તંત્ર છે. કેટલાક ગામોમાં પીવાનાં પાણી માટે આખા ગામમાં ફક્ત એક જ પાણીની ટાંકી છે.
વધુ વાંચવા કરો ક્લિક-4: ચીન-અમેરિકાના સંબંધો આટલા ભયજનક સ્તરે જવા પાછળ આ મહિલા કારણભૂત
અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપાર મામલે સંબંધો દિવસે ને દિવસે બગડી રહ્યાં છે. બંને દેશો એક બીજાની ચીજવસ્તુઓ પર રીતસરની ઈમ્પોર્ટ ડ્યુટી લાદી રહ્યાં છે. સુરક્ષાનો હવાલો આપીને અમેરિકાએ તો ચીનની દિગ્ગજ મોબાઈલ કંપની હુવેઈને તો પ્રતિબંધિત પણ કરી દીધી. હુવેઈ ચીનની સૌથી મોટી કંપનીઓમાંની એક છે. સામે ચીને પણ અમેરિકાના આ નિર્ણય પર વળતી કાર્યવાહીની ધમકી આપી છે. હુવેઈની કમાંડ હાલ પણ ચીનની એક મહિલાના હાથમાં છે જેનું નામ છે મેંગ વાનઝોઉ.
વધુ વાંચવા કરો ક્લિક-5: શું પ્રિયંકા ચોપરા પ્રેગ્નેન્ટ છે? કાન્સ 2019માં અભિનેત્રીના લુકને લઈને ચારેકોર ચર્ચા
ફ્રાન્સ ખાતે ચાલી રહેલા ‘કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2019’માં ગુરુવારે બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ રેડ કારપેટ પર એન્ટ્રી કરી હતી. ‘મેટ ગાલા 2019’માં પોતાના લુકથી બધાનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરવામાં સફળ રહ્યા બાદ કાન્સમાં પણ પ્રિયંકા ચોપરાએ ફેશનેબલ આઉટફિટથી ફેન્સને ઇમ્પ્રેસ કર્યા હતા. પરંતુ પ્રિયંકાના કાન્સ લુકને લઈ સોશિયલ મીડિયા પર હવે નવી ચર્ચા શરૂ થઈ છે.
વધુ વાંચવા કરો ક્લિક-6: વર્લ્ડ કપ જીતનારી ટીમને મળશે ઇતિહાસની સૌથી મોટી રકમ, કુલ આટલી કરાશે ધનવર્ષા
આઈસીસી વર્લ્ડ કપ – 2019ની વિજેતા ટીમને 40 લાખ ડૉલર એટલે કે લગભગ 28 કરોડ રૂપિયા મળશે, જે ટૂર્નામેન્ટનાં ઇતિહાસમાં સૌથી મોટી ઈનામી રકમ હશે. 10 ટીમોની વિજેતા ટીમને એક ટ્રોફી પણ આપવામાં આવશે. આઈસીસીનાં નિવેદન અનુસાર ટૂર્નામેન્ટની કુલ ઇનામી રકમ 1 કરોડ ડૉલર એટલે કે લગભગ 70.12 કરોડ રૂપિયા હશે.
વધુ વાંચવા કરો ક્લિક-7: સૌરવ ગાંગુલી સહિત આ 3 ભારતીયો પણ વર્લ્ડ કપમાં મચાવશે ધમાલ, ICCએ જાહેર કરી યાદી
30 મેથી ઇંગ્લેન્ડ અને વેલ્સમાં શરૂ થનારા વર્લ્ડ કપ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે કૉમેન્ટેટર્સની યાદી તૈયાર કરી દીધી છે. સાથે જ પોતાની બ્રોડકાસ્ટ નીતિ પણ તૈયાર કરી દીધી છે. આઈસીસીએ ગુરૂવારે એક નિવેદન જાહેર કરીને આ વાતની જાણકારી આપી હતી.
વધુ વાંચવા કરો ક્લિક-8: અમેરિકાએ તુર્કી માટે GSP ખતમ કર્યું, ભારતની સ્થિતિ અંગે પણ શંકા
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તુર્કીને ટેરિફમાં છૂટની સામાન્ય વ્યવસ્થા (GSP)નો લાભ બંધ કરી દીધો છે. અમેરિકા GSP દ્વારા ગરીબ અને પછાત દેશોની રોજગાર પ્રધાન વસ્તુઓને પોતાના બજારમાં ડ્યુટી ફ્રી પ્રવેશની સુવિધા આપે છે. અમેરિકાએ ભારતને પણ જીએસપીની છૂટ ખતમ કરી દેવાની નોટિસ આપી રાખી છે, પણ હજુ સુધી આ અંગે નિર્ણય થયો નથી.
વધુ વાંચવા કરો ક્લિક-9: એક્ઝિટ પોલથી શેર બજારમાં તેજીનો માહોલ, સેન્સેક્સમાં 537 પોઈન્ટની છલાંગ
વૈશ્વિક બજારોની કમજોરી અને કાચા તેલમાં મોંઘવારીની નકારાત્મક અસર હોવા છતાં દેશમાં શેરબજારે શુક્રવારે દમદાર પ્રદર્શન કર્યુ. આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરોવાળા સુચકાંકમાં સેન્સેક્સ 537.29 પોઈન્ટના ઉછાળા સાથે 37,930.77ના સ્તર પર તો નિફ્ટીમાં 150.05 પોઈન્ટના ઉછાળા સાથે 11,407.15 પર બંધ થયો છે.
વધુ વાંચવા કરો ક્લિક-10: બુધ કરી રહ્યો છે વૃષભ રાશિમાં ગોચર, મિથુન સહિત આ રાશિઓને થશે લાભ
વૈદિક જ્યોતિષમાં બુધ ગ્રહને રાજકુમારનું પદ પ્રાપ્ત છે. બુધ ગ્રહ મિથુન અને કન્યા રાશિનો સ્વામી છે. જ્યોતિષશાસ્ત્રમાં બુધને બેવડી પ્રકૃતિનો ગ્રહ માનવામાં આવે છે. આ શુભ ગ્રહો સાથે સંયોગ કરે છે અને શુભ ફળ આપે છે. અને અશુભ ગ્રહોની સાથે વિપરીત ફળ આપે છે. 18 મે 2019 બુધ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે જે 2 જૂન સુધી આ રાશિમાં રહેશે. જ્યાં સૂર્યની સાથે સંયોગ થવાથી વૃષભ રાશિમાં બુધાદિત્ય યોગ બનશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post News@06 PM: સાધ્વી પ્રજ્ઞાથી પીએમ મોદી નારાજ, અમરેલીમાં ગાજવીજ સાથે વરસાદ appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/headlines-on-17th-may-till-6-pm/
via Best Gujarati News
0 Comments