રાજ્યમાં ઠેરઠેર પાણીની સમસ્યા: એક તરફ લોકોની બળતી આંતરડી, બીજી તરફ પાણીનો વેડફાટ
ભરઉનાળે ગુજરાતમાં ઠેરઠેર પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે અને અનેક અંતરિયાળ ગામડાઓમાં લોકો પાણીની રાહ જોઇ રહ્યા છે. તો બીજી તરફ તંત્રની બેદરકારીને લીધે પાણીની પાઇપ લાઇન્સમાં ભંગાણનાં કારણે પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. વેડફાતા પાણીનાં કારણે લોકોની આંતરડી બળે છે અને તે માટે જવાબદાર તંત્ર છે. કેટલાક ગામોમાં પીવાનાં પાણી માટે આખા ગામમાં ફક્ત એક જ પાણીની ટાંકી છે.
વાવ તાલુકાનાં રાછેણા ગામમાં પીવાનાં પાણીનો માત્ર એક જ ટાંકો છે જેના પર 1200 લોકોની સંખ્યા ધરાવતુ ગામ નભે છે, પણ ટાકામાં પાણી તળે પહોચ્યુ છે જેથી લોકોને પાણી ટેન્કરની રાહ 4 દિવસ સુધી જોવી પડે છે જેથી મહિલાઓ કાગડોળે ટેન્કરની રાહ જેવે છે. ટેન્કર આવતા પાણી માટે દોટ વાગે છે પણ ટેન્કરથી થોડા જ બેડા ભરાઈ શકે છે જેથી બીજા લોકોને નિરાશા સાથે પાછું ફરવું પડે છે. ગામ લોકોએ અનેક વખત કેલકટરને રજૂઆત કરી છે પણ પાણીનાં પ્રશ્નનો નિકાલ કરવામાં આવતો નથી. તો અમદાવાદ જિલ્લાનાં અનેક ગામોમાં પાણીની ભયંકર સમસ્યા છે. વિરમગામ તાલુકાનાં રૂપાવટી ગામમાં પાણી ખૂટવાના આરે છે.
તો મોડાસાનાં વલ્લાવાટા ગામની સમસ્યા તો એથી પણ કપરી છે. આગ દઝાડતી ગરમીમાં અહીં લોકોએ પાણી માટે 2 કિલોમીટર દૂર જવું છે. ગામની પાણીની ટાંકી જર્જરીત છે. લોકો બળદગાડા જોડીને પાણી લાવવા મજબૂર છે. પાણીની સમસ્યાનો સામનો પાટણ જિલ્લો પણ કરી રહ્યો છે. પાટણનાં સિગોતરિયા ગામનાં લોકો પાણી માટે વલખાં મારી રહ્યા છે. ગામનાં લોકો દૂષિત પાણી પીવા મજબૂર છે.
તો તંત્ર ટ્રેક્ટરો દ્વારા પાણી પુરુ પડાશે તેવા પોકળ વચનો આપીને લોકોની ભાવનાઓ સાથે રમી રહ્યું છે. ગામમાં આવેલો બોર બગડતા લોકો પાણી માટે તરસી રહ્યા છે. તો ઉના-ગીર ગઢડા તાલુકનાં 127 ગામો પીવાનાં પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ ઉપરાંત જામનગર, અમરેલી, અરવલ્લી, સુરત જિલ્લાનાં છેવાડાનાં ગામોમાં પણ પાણીની ભયંકર સમસ્યા છે.
કચ્છ જિલ્લામાં ઉનાળામાં પાણીની ભારે સમસ્યા હોય છે. કચ્છનાં 16 કુટુંબો 600 પશુઓ સાથે હિજરત કરી સાણંદનાં અણિયાળી ગામે આવવા મજબૂર બન્યા છે. તો બીજેપી તરઉ તંત્ર ઊંઘમાં જ છે અને તેના કારણે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. સેલવાસનાં ઝંડા ચોક ખાતે પાણીની લાઇનમાં ભંગાણ પડતા 20 ફૂટ પાણીનાં ફુવારા ઊડ્યા હતા.
અહીં ખોદકામ દરમિયાન પાણીની લાઇન તૂટતા પાણીનો વેડફાટ થયો છે. રાજકોટમાં પણ પાણીની લાઇનમાં ભંગાણ પડ્યું હતુ, જેના કારણે 20 MLD પાણીનો વેડફાટ થયો હોવાનું પાણી પુરવઠા બૉર્ડનાં સચિવ તુષાર ધોળકિયાએ જણાવ્યું હતુ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post રાજ્યમાં ઠેરઠેર પાણીની સમસ્યા: એક તરફ લોકોની બળતી આંતરડી, બીજી તરફ પાણીનો વેડફાટ appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/water-issue-in-many-districts-of-gujarat/
via Best Gujarati News





0 Comments