પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિઓ કરનારાં પર કૉંગ્રેસ કરશે કાર્યવાહી, 20થી વધુ પ્રતિનિધિઓ થશે સસ્પેન્ડ
દરેક પક્ષ ચૂંટણી સમયે પોતાના વિરુદ્ધ કામ કરતા પક્ષનાં જ સભ્યોથી સાવધાન રહે છે અને જો આવું કશું જાણવા મળે તો વહેલા-મોડા કડક પગલા પણ ભરતો હોય છે. લોકસભા ચૂંટણી 2019માં ખાસ કરીને કૉંગ્રેસ માટે આ વાત મહત્વની હતી, ત્યારે કહેવામાં આવી રહ્યું છે કે કૉંગ્રેસે લોકસભા ચૂંટણી દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરનારાઓ સામે તખ્તો તૈયારી કરી લીધો છે. ડભોઈમાં 7 કૉર્પોરેટર્સને સસ્પેન્ડ કર્યા બાદ કૉંગ્રેસ વધુ કાર્યવાહી કરવાના મૂડમાં છે તેવું જાણવા મળી રહ્યું છે.
કૉંગ્રેસની આ કાર્યવાહી અંતર્ગત 20 શહેરનાં પ્રતિનિધિઓને સસ્પેન્ડ કરાય તેવો તખ્તો તૈયાર કરવામાં આવી ગયો છે. કૉંગ્રેસે લોકસભાનાં ઉમેદવાનો ફરિયાદને ધ્યાને લઇને આ યોજના બનાવી છે. જેમાં રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, પાટણ સહિતનાં શહેરોમાં કૉંગ્રેસ પક્ષ વિરોધી ગતિવિધિઓ કરનારા સામે પગલાં ભરશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા કૉંગ્રેસે ડભોઈમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને સસ્પેન્ડ કર્યા હતા તો હવે અન્ય પ્રતિનિધિઓ પર પણ તવાઈ આવશે.
મળતી માહિતી પ્રમાણે ચૂંટણી પરિણામો બાદ પક્ષવિરોધી પ્રવૃત્તિઓ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે અમિત ચાવડાએ ડભોઈનાં 7 પ્રતિનિધિઓને સસ્પેન્ડ કર્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિઓ કરનારાં પર કૉંગ્રેસ કરશે કાર્યવાહી, 20થી વધુ પ્રતિનિધિઓ થશે સસ્પેન્ડ appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/congress-will-take-action-against-leaders-who-did-wrong-things-against-party/
via Best Gujarati News
0 Comments