રાજકોટ: ચૂંટણી ખર્ચને લઇને ભાજપનાં બે નેતાઓ ફોન પર બાખડ્યા, કર્યો અભદ્ર શબ્દોનો પ્રયોગ
લોકસભાની ચૂંટણીનાં અંતિમ તબક્કાનું મતદાન 19મેનાં રોજ થશે. બિહાર સહિતનાં 8 રાજ્યોમાં મતદાન થશે. આ લોકસભા ચૂંટણીમાં રાજકીય પક્ષોએ જીતવા માટે એડીચોટીનું જોર લગાવ્યું છે. તો ચૂંટણી જીતવા માટે ખર્ચ પણ ધમધમાઈને કર્યો છે. જો કે રાજકોટમાં ચૂંટણી સમયે થયેલા ખર્ચને લઇને ભાજપનાં જ બે નેતાઓ ફોન પર બાખડ્યા હોવાની ઘટના સામે આવી છે.
એટલું જ નહીં આ બંને નેતાઓએ ફોન પર એક-બીજા માટે અભદ્ર શબ્દોનો પ્રયોગ પણ કર્યો હતો. રાજકોટનાં વૉર્ડ નંબર-1નાં ભાજપનાં કોર્પોરેટર આશિષ વાગડીયાનો ઓડિયો ફરતો થયો છે, જેમાં તેઓ વૉર્ડ નંબર-7નાં ભાજપનાં ઇન્ચાર્જ અગ્રણી જગદીશ ચૌહાણ સાથે બોલાચાલી કરી રહ્યા છે.
આ ઑડિયોમાં સાંભળવા મળી રહ્યું છે કે બંને ભાજપનાં નેતાઓ ચૂંટણી સમયે થયેલા જમણવાર ખર્ચ મામલે બોલાચાલી કરી રહ્યા છે અને બંનેની બોલાચાલી ગાળાગાળી સુધી પહોંચી જાય છે.
આ વિડીયો પણ જુઓછ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post રાજકોટ: ચૂંટણી ખર્ચને લઇને ભાજપનાં બે નેતાઓ ફોન પર બાખડ્યા, કર્યો અભદ્ર શબ્દોનો પ્રયોગ appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/two-bjp-leaders-fights-on-call-for-election-expenses/
via Best Gujarati News
0 Comments