બ્યુટી ક્વેરી :- ધારિકા જનસારી

આજકાલ ખાસ કરીને કેટલીક મહિલાઓ તેમની સુંદરતાને લઇને ચિંતામાં રહે છે. જેમાથી કેટલીક મહિલાઓ ચહેરાની સુંદરતાનું ધ્યાન રાખે છે.પરંતુ હાથ તરફ ધ્યાન આપી શકતી નથી. એવામાં આજે અમે તમારા માટે હાથની આંગળીઓ પરની કાળાશ કેવી રીતે દૂર કરવી તેના કેટલાક ઉપાય લઇને આવ્યા છીએ. તો આવો જોઇએ કેટલાક સહેલા ઉપાય. 

પ્રશ્ન– મારી ઉંમર ૨૦ વર્ષ છે. વાતાવરણમાં થોડો ઠંડકનો અહેસાસ થાય છે. આ સીઝનમાં મારી ત્વચા સૂકી અને હોઠ પણ ફાટી જાય છે. તો તેની સંભાળ કેવી રીતે રાખવી તેનો ઉપાય જણાવશો?

જવાબ– સીઝન બદલાતાં ત્વચા પર તેની અસર જોવા મળે છે. શિયાળામાં ચહેરા પર સાબુનો બને ત્યાં સુધી ઉપયોગ ઓછો કરવો જોઈએ. શિયાળામાં સાબુ વડે ચહેરો ધોવાથી ચહેરો સૂકો થઈ જાય છે. તે ન થાય તેના માટે દિવસમાં બેથી ચાર વાર ક્લીઝિંગ મિલ્કથી ત્વચા સાફ કરો. અને બને તો મોઇશ્ચરાઇઝિંગ સાબુ અને ફેશવોશનો જ ઉપયોગ કરો. ગરદન પર પણ બને ત્યાં સુધી મોઇશ્ચરાઇઝર ક્રીમનો ઉપયોગ કરો. રાત્રે સૂતાં પહેલાં નારિયેળનું તેલ અથવા ઓલિવના તેલથી હાથ અને પગ પર માલિશ કરો. અને રાત્રે પગ પર માલિશ કર્યા બાદ મોજા પહેરીને સૂવું વધુ સારું રહેશે. હોઠ ફાટતા અટકાવવા માટે વેસલીન અથવા લિપ ગ્લોઝનો ઉપયોગ કરવાથી સારું રહેશે.

પ્રશ્ન– નમસ્તે હું સ્કૂલમાં અભ્યાસ કરું છું. મારી આંગળીઓ કાળી પડી ગઈ છે. તેના પર જાણે મેલ જામી ગયો હોય તેવું લાગે છે. તો તેને સ્વચ્છ અને સુંદર બનાવવા ઘરેલુ ઉપચાર જણાવો?

જવાબ– આંગળી પર કાળાશ થવાનું એક કારણ સૂર્યનો સીધો તાપ પણ હોઈ શકે છે. આંગળી પરની કાળાશ દૂર કરવા લીંબુ અને ખાંડનો ઉપયોગ કરો. ૧૨ ચમચી લીંબુનો રસ અને ૧ ટી-સ્પૂન ખાંડ લઈ મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણને હાથ અને આંગળી પર સ્ક્રબની જેમ ઘસો. મસાજ કર્યા બાદ આ સ્ક્રબને ૧૫ મિનિટ રહેવા દો. ત્યાર બાદ ઠંડા પાણીથી સાફ કરી દો. ૧ ચમચી મલાઈ અને અડધી ચમચી હળદર પાઉડર મિક્સ કરી. તેમાં ૨-૩ ટીપાં બદામનું તેલ ઉમેરો. આ મિશ્રણને ૨૦ મિનિટ સુધી આંગળીઓ તથા હાથ પર ઘસો. આ પ્રયોગ તમે અઠવાડિયામાં ૩ વખત કરો, આંગળીઓ ધીરેધીરે ઉજળી થતી જણાશે.

dbjansari@gmail.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post આંગળી પરની કાળાશ દૂર કરવા ફોલો કરો આ ઘરેલું ઉપચાર appeared first on Sandesh.



from Nari – Sandesh http://sandesh.com/how-to-remove-dark-finger-follow-tips/
via Best Gujarati News

0 Comments