મૂંઝવણ :- ડો. અક્ષરકુમાર શર્મા

તમે જોયુ હશે કે લોકો તેમની સેક્સ લાઇફથી સંતુષ્ટ હોતા નથી. તેની પાછળ ઘણા કારણ હોય શકે છે. આપણે દરેક લોકો સેક્સથી જોડાયેલી કોઇ પણ સમસ્યાને મોટી માનીએ છીએ. એવામાં ઘણી વખત લગ્ન બાદ સેક્સમાં કોઇ રસ રહેતો નથી તો આવો જાણીએ તેની પાછળનું કારણ…

પ્રશ્ન : હું ૨૩ વર્ષની યુવતી છું. મારા લગ્નને આઠ મહિના થઈ ગયા છે. લગ્નની શરૂઆતમાં તો બધું ઠીક હતું. પરંતુ હવે તે ઘરે મોડા આવે છે, અને મારી સાથે સેક્સ કરવામાં પણ તેમને કોઈ રસ નથી. હું આખી રાત જાગતી રહું છું. તેમના આ પ્રકારના વર્તનથી હું ખૂબ જ હતાશ છું. મારે શું કરવું જોઈએ? મને કંઈ સમજાતું નથી.

જવાબ : અત્યારે દરેકની ફાસ્ટ લાઇફ થઈ ગઈ છે. તમે જણાવ્યું શરૂઆતમાં બધું ઠીક હતું. તેથી તમે એમ ન વિચારો કે તમારા પતિને સેક્સમાં રસ નથી. પરંતુ હા બની શકે કે તેમને ઓફિસનું કે અન્ય કોઈ બાબતની ચિંતા હોય જે તમને જણાવી શક્તા નથી. તો હતાશ થવાના બદલે તમે પહેલા તમારા પતિની મિત્ર બનો. તે ઓફિસથી આવે એટલે તેમને પાણી આપો. તેમને ભાવતું જમવાનું બનાવો. તેમની સાથે શાંતિથી વાતચીત કરો. તેમના મનમાં કોઈ ટેન્શન હોય તો તે જાણો. ભલે તે ટેન્શન દૂર નથી કરી શકવાના, પરંતુ તે શેરિંગ પણ મહત્ત્વનું હોય છે. ફિઝિકલની સાથે પર્સનલી એટેચમેન્ટ કરો. તદ્દ ઉપરાંત તમને થતી સેક્સ માટેની ઈચ્છાની પણ જાણ કરો. આ બાબતના કારણે હતાશ થવાની જરૂર નથી. બધું સારું થઈ જશે.

પ્રશ્ન : હું ૩૦ વર્ષની યુવતી છું. મેં ત્રણ મહિના પહેલાં બાળકને જન્મ આપ્યો હતો. મારી ખૂબ જ ટફ ડિલિવરી હતી. મને ૧૬ કલાક સુધી લેબર પેઇન રહ્યું હતું. હવે હું ઘરે આવી ગઈ છું અને મારી તબિયત સારી છે. પરંતુ હજી મારા પીરિયડ્સ શરૂ થયા નથી. વળી મારા હસબન્ડ સાથે અનપ્રોટેક્ટેડ સેક્સ કરવું સેફ રહેશે? કારણ કે મારા પતિને કોન્ડોમ પહેરીને સેક્સ કરવું પસંદ નથી. તો શું અમે સેક્સ કરી શકીએ?

જવાબ : પ્રેગ્નન્સી બાદ ઘણી મહિલાઓને છ મહિને તો ઘણી મહિલાઓને બાર મહિના બાદ પીરિયડ્ઝ શરૂ થઈ શકે છે. ક્યારેય બ્રેસ્ટફીડિંગના લીધે મહિનાની મેન્સ્ટુઅલ સાઇકલમાં ડિલે થઈ શકે છે. સામાન્ય રીતે આ સમય દરમિયાન કન્સિવ થવાના ચાન્સ ઘણા ઓછા હોય છે. પરંતુ તમારે કોન્ડોમ વિના સેક્સ ન કરવું કારણ કે આ સમયે ગર્ભ રહી જવાની શક્યતા વધારે છે.

પ્રશ્ન : નમસ્તે સર, મારા લગ્નને છ વર્ષ થયા છે. મારી ફ્રેન્ડઝ સેક્સની વાતો કરે ત્યારે મને લાગે છે કે હું બીજા બધા જેટલંુ સેક્સ એન્જોય કરતી નથી. કેટલાક લોકો સેક્સ કરીને રિલેક્સ થતા હોય છે. લગ્ન પહેલા હું માસ્ટરબેશન એન્જોય કરતી હતી, અને મને પોર્નનું આકર્ષણ રહેતંુ હતું. મેરેજ બાદ મેં જ્યારે સેક્સ કર્યું ત્યારે મેં સેક્સ એન્જોય ન કર્યું. હવે મને પોર્ન જોવામાં પણ રસ રહ્યો નથી. મોટાભાગે મારા પતિ જ સેક્સ માટે પહેલ કરે છે, તેનું કારણ શું હોઈ શકે? શું આ સામાન્ય છે.

જવાબ : મેરેજ પહેલાં તમે ક્લિટોરિને સ્ટિમ્યુલેટ કરીને ઓર્ગેસમ મેળવવા માટે તમે વારંવાર માસ્ટરબેશન કરતા હતા અને પોર્ન જોતા રહેતા હતા. જે સામાન્ય બાબત છે. ઘણી મહિલાઓ પોતાના સંતોષ માટે આમ કરતી હોય છે. પરંતુ તમે જે રીતે વારંવાર માસ્ટરબેશન કરો છો તેના કારણે તમે સેક્સ એન્જોય કરતા નથી. તમે ફોર પ્લે વધારે કરો અને તમારી ક્લિટોરિને સ્ટિમ્યુલેટ કરવા માટે તમારા હસબન્ડના સહકારથી જુદી જુદી પોઝિશન ટ્રાય કરી શકો છો.

પ્રશ્ન : મારી દીકરી સાડાચાર વર્ષની છે. તેને થોડા થોડા દિવસના અંતરે વજાઈનામાં ખૂબ જ ખંજવાળ આવે છે અને બળતરા થાય છે. ક્યારેક તેની વજાઈના લાલાશ પડતી થઈ જાય છે. આ પ્રોબ્લેમને દૂર કરવા માટે મારે શું કરવું જોઇએ? વારંવાર થતાં આ પ્રોબ્લેમના લીધે મને ખૂબ જ ચિંતા થઈ રહી છે.

જવાબ : દીકરી યુરિન કર્યા બાદ જો વજાઈના વ્યવસ્થિત રીતે સફાઈ ન કરે તો તેના કારણે યુરિન ઇન્ફેક્શન થઈ શકે છે. જેના કારણે વજાઈનામાં ખંજવાળ આવવી કે બળતરા થવી વગેરે જેવી સમસ્યાઓ થઈ શકે છે. ચિંતા કરવાની જરૂર નથી. દીકરીને ડોક્ટર પાસે લઈ જઈ ચેકઅપ કરાવી લો. તથા ડોક્ટરની સલાહ લઈને યુરિન ટેસ્ટ પણ કરાવી લો. થોડા સમય સુધી દિવસમાં ત્રણ વખત વજાઈના વ્યવસ્થિત સાફ કરીને નીકર બદલવાનું રાખો. થોડા સમયમાં ફેર જણાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post લગ્ન બાદ સેક્સમાં રસ રહ્યો નથી, જાણો શુ છે કારણ appeared first on Sandesh.



from Nari – Sandesh http://sandesh.com/after-marriage-there-is-no-interest-in-intimacy-know-what-is-the-cause/
via Best Gujarati News

0 Comments