કિસી રાહ મેં, કિસી મોડ પર, કહીં ચલ ના દેના તુ છોડ કર…
ફ્લિમની ચિલમ :- સલિલ દલાલ
સૌપ્રથમ તો અત્યારે ચૂંટણી દરમિયાન બોલવામાં લોસ્મોચા વાગતાં જાહેર સેવકો દ્વારા માગવામાં આવતી માફીઓની સિઝનમાં એક ઓવરડોઝની માફી માગવાની છે! ‘ભૂલભૂલૈયા’માં દર વખતે આપણે ગમ્મત સાથે જ્ઞાનની રમત રમીએ છીએ. પરંતુ, ગયા સપ્તાહે એકને બદલે બે ભૂલ થઈ હતી. એક તો જે કરવા ધારી હતી તે ‘સફ્ર’ના ગાયનની. મતલબ કે ‘જો તુમકો હો પસંદ વોહી બાત કરેંગે…’માં રાજેશ ખન્ના નહીં પણ ફ્રિોઝ ખાન હોય છે. જ્યારે બીજી અજાણતાં થઈ ગયેલી મિસ્ટેક એ કે “સાલા મૈ તો સાહબ બન ગયા” એ ગીત ‘ગોપી’નું નહોતું. તે એસ ડી બર્મનના સંગીત નિર્દેશનવાળી ‘સગીના’ ફ્લ્મિનું છે. એ જ રીતે આગલા સપ્તાહે પણ ‘નઇ ઉમર કી નઈ ફ્સલ’નાં ગીત યોગેશનાં નહીં પણ કવિ નીરજનાં હતાં, એ જાણી જોઇને કરેલી ક્ષતિ હતી. પરંતુ, ‘ભીગી રાત’માં મજરૂહનાં ગીત હતાં અને તેને બદલે સાહિરનાં લખ્યાં એ ભૂલથી થયેલી ભૂલ હતી! એ બન્ને હપ્તામાં અજાણતાં થયેલી એ ભૂલો બદલ લેખકનો કાન મરડવા બદલ સૌ વાચક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. (લેખક કરતાં ઘણાય વાચકો વધારે જાણકાર અને જાગૃત હોય છે એવા મારા મતને વધુ પાક્કો કરવા બદલ પણ શુક્રિયા!) એટલે બે વીકના ઓવરડોઝને લીધે આ સપ્તાહે ‘ભૂલભૂલૈયા’માં વિરામ રાખ્યો છે.
ગયા હપ્તે આપણે કલ્યાણજી – આનંદજીના યાદગાર વર્ષ ૧૯૭૦ની વાત કરતા હતા. તે સાલની સુપર ડુપર હીટ ‘જ્હોની મેરા નામ’ની સફ્ળતામાં વિજય આનંદના ચુસ્ત નિર્દેશન ઉપરાંત મધુર સંગીતનો ફળો પણ એટલો જ હતો. દેવ આનંદ અને બે વરસ પહેલાં જ હિન્દી ફ્લ્મિોમાં એન્ટ્રી કરનાર હેમા માલિનીને ચમકાવતી આ ફ્લ્મિનાં ગીતોમાં એક ખાસ વાત એ હતી કે દરેક ગાયન દરમિયાન કશીક’ને કશીક ઘટના બનતી હતી. તેથી કોઈ ગાયન બિનજરૂરી ના લાગે અને પ્રત્યેક ગીતમાં વાર્તા આગળ વધે. તેથી ફ્લ્મિના સંગીતની લોકપ્રિયતામાં દિગ્દર્શક વિજય આનંદને પણ એટલો જ યશ આપવાનો રહે. ફ્લ્મિનું પ્રેમભર્યું યુગલગાન લાગતું ગીત “ખફ ન હોના, દેર સે આઈ… ફ્રિ ભી વાદા તો નિભાયા…” પણ એક રીતે વાર્તાનું એક અંગ જ હતું.
એ જ રીતે “પલ ભર કે લિયે કોઈ હમે પ્યાર કર લે … ઝૂઠા હી સહી….” પણ સાંભળવાથી તો એ એક ટાઈમપાસ ગીત જ લાગે. પરંતુ, તે જોવાથી એ સમજાય કે એક પછી એક બારીઓ અને બારણાં કે પડદાના દંડીકાઓ સહિતના ર્ફ્નીચરની મદદથી જે હળવું વાતાવરણ ડાયરેક્ટર સર્જે છે તેને લીધે એ ગીત પણ ફ્લ્મિની એક હાઈલાઈટ બની જાય છે. વળી ગીતોમાં વૈવિધ્ય પણ કેટલું હતું? એક તરફ “મોસે મોરા શ્યામ રૂઠા….” માં લતા મંગેશકરના અવાજમાં “ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો…”ની ભક્તિભરી ધૂન હતી. તો બીજી બાજુ “હુસ્ન કે લાખો રંગ કૌન સા રંગ દેખોગે, આગ હૈ યે બદન કૌન સા અંગ દેખોગે ?”ના માદકતાથી ભરપુર સવાલ હતા. આમ મીરાના ભજનની પવિત્રતાથી લઈને ઉત્તેજક નૃત્ય સુધીના બંને છેડાઓ તો હતા જ. સાથે સાથે “બાબુલ પ્યારે….”માં પિતાના વિરહમાં તડપતી પુત્રીના રુદનના શબ્દોને પણ કલ્યાણજી આનંદજીએ એવું સ્વરબદ્ધ કર્યું કે નૃત્ય અને કાવ્ય બંનેનો સુભગ સમન્વય થઇ શક્યો. આમ ‘જ્હોની મેરા નામ’ એ દિગ્દર્શક અને સંગીતકારના અમૂલ્ય સમન્વયને લીધે સર્વાંગ સંપૂર્ણ આલ્બમ બની શક્યું હતું. તો આગલા જ વરસે સુપર સ્ટાર બનેલા રાજેશ ખન્નાની ‘સફ્ર’ અને ‘સચ્ચા ઝૂઠા’ જેવી બે શહેરી કહી શકાય એવી ફ્લ્મિો ઉપરાંત ગ્રામ્ય પરિવેશની ‘બંધન’ માં પણ આપણા આ કચ્છી માડુઓનું જ સંગીત હતું.
તેનાં મોટાભાગનાં ગીતોમાં મહેન્દ્ર કપૂરનો અવાજ ઉપયોગમાં લીધો હતો. પણ એક ભોજપુરી ગીત “બિના બદરા કે બિજુરિયા કૈસે ચમકે…”માં એ જ રાજેશ ખન્ના માટે મુકેશનો અવાજ લીધો. પણ તે ગીતનું મહત્વ તેના ગીતકાર અન્જાનને લીધે પણ કહી શકાય. ‘અન્જાન’ વરસોથી ફ્લ્મિોમાં સંઘર્ષ કરી રહ્યા હતા અને આ ભોજપુરી ગીતને લીધે તે પણ પ્રકાશમાં આવ્યા. પછીના વરસોમાં એ જ કલ્યાણજી આનંદજીએ તેમની પાસે ‘ડોન’માં “ખઈ કે પાન બનારસ વાલા, ખુલી જાયે બંધ અકલ કા તાલા…” જેવું સુપર હીટ ગીત લખાવ્યું અને અન્જાન અજાણ્યા ના રહ્યા. તેમના તકદીરનું તાળું ખુલી ગયું.
એટલું જ નહિ, પછી તો એ જ મ્યુઝિક ડિરેકટરો માટે અમિતાભની કેટ કેટલી હીટ ફ્લ્મિોમાં અનજાનનાં ગીતો આવ્યા… ‘લાવારીસ’ માં “જિસકા કોઈ નહિ ઉસકા તો ખુદા હૈ યારો…”, ‘હેરા ફેરી’ માં “બરસો પુરાના યે યારાના ઇક પલ મેં કયું તૂટા….”, ‘મુકદ્દર કા સિકંદર’નાં “દિલ તો દિલ હૈ દિલ કા એતબાર ક્યાં કીજે…” અને “ઓ સાથી રે, તેરે બિના ભી ક્યા જીના…”! તો અન્ય એક ગીતકાર વર્મા મલિક પાસે ‘યાદગાર’ નું ગીત ”એકતારા બોલે તુન તુન, ક્યા કહે યે તુમસે, સુન સુન…” લખાવ્યું અને એ ગીતકાર માટે એ યાદગાર બની ગયું. એવી જ રીતે આનંદ બક્ષીએ લખેલાં ગાયનોવાળા ‘ગીત’નું કર્ણપ્રિય સંગીત રાજેન્દ્રકુમારની તે સમયે ડૂબતી કરિયરમાં જાણે કે પ્રાણવાયુ બનીને આવ્યું હતું!
તેનું ટાઈટલ ગીત “આજા તુઝકો પુકારે મેરે ગીત…” અને તેમાં વાગતી બાંસુરીની મીઠી ધૂન કોણ ભૂલી શકે? (રાજેન્દ્ર કુમાર તો કદી ના ભૂલી શકે!) લતા અને રફીના અલગ અલગ અવાજમાં ગવાયેલા એ ગીત ઉપરાંત “તેરે નૈના ક્યોં ભર આયે” લતા અને મહેન્દ્ર કપૂરના અલગ અલગ અવાજમાં લીધું તો “કભી હોઠોં સે મુઝે ભી લગા લે…” સુમન કલ્યાણપુરના સ્વરમાં! પાર્શ્વ ગાયકોના અવાજની આ વિવિધતા જ કદાચ કલ્યાણજી આનંદજીની સફ્ળતાના મૂળમાં છે. કેમ કે તે દિવસોના નવોદિત જીતેન્દ્ર માટે જયારે રફી સાહેબનો અવાજ લગભગ નિશ્ચિત મનાતો ત્યારે ‘મેરે હમસફ્ર’ના ટાઈટલ ગીતમાં મુકેશના કંઠનો લાભ આપ્યો અને મળ્યું એક અત્યંત કર્ણપ્રિય ગીત… “કિસી રાહ મેં, કિસી મોડ પર, કહીં ચલ ના દેના તુ છોડ કર, મેરે હમ સફ્ર મેરે હમ સફ્ર….” જેની ધૂનની જ કમાલ છે કે આજે ૪૦ વરસ પછી પણ ગીતના શબ્દો વાંચતા જ એ ગણગણવાનું મન થયા વગર રહે નહિ. યાદ છે ને તેના સંગીતમાં આવતા ઝરણાના કલકલ નિનાદ સરખા સંતૂરના સ્વરો!
‘મેરે હમ સફ્ર’ માં જ લતાજીનું એક સોલો ગીત પણ હતું, “મેરા પરદેસી ના આયા…” લતા મંગેશકરના એકલ ગીતોમાં તે દિવસોના કલ્યાણજી-આનંદજીનાં બે અન્ય ગીતો પણ એવા જ લોકપ્રિય થયા હતા. એક તો ‘ગોપી’નું “અકેલે હી અકેલે ચલા હૈ કહાં .. “ અને બીજું ‘યાદગાર’નું “જિસ પથ પર ચલા, ઉસ પથ પર મુઝે, આંચલ તો બિછાને દે….” એવું જ એક અન્ય ગીત એટલે ‘હોલી આઈ રે’નું મુકેશના સ્વરમાં ગવાયેલું, “મેરી તમન્નાઓં કી તકદીર તુમ સંવાર દો, પ્યાસી હૈ ઝીંદગી તુમ મુઝે પ્યાર દો…”
આમ એક વરસમાં કલ્યાણજી આનંદજીના આટઆટલા હીટ ગીતોની સ્પર્ધા તે વરસે કયા સંગીતકારોની કઈ ફ્લ્મિોના ગીતો સાથે હતી? જાણો છો? લક્ષ્મી -પ્યારેના ‘ખિલૌના’ , ‘જીવન મૃત્યુ’, ‘શરાફ્ત’, ‘સત્યકામ’, ‘દર્પણ’, ‘મન કી આંખે’, ‘પુષ્પાંજલિ’ અને ‘હમરાહી’! તો એસ.ડી.બર્મનના ‘તલાશ’, ‘પ્રેમ પુજારી’, અને ‘ઈશ્ક પર જોર નહિ’ ની સાથે પણ હરીફઈ હતી. મદન મોહનના ‘હીર રાંઝા’ અને શંકર જયકિશનના ‘પગલા કહી કા’, ‘મેરા નામ જોકર’, ‘ધરતી’ તથા ‘શતરંજ’ પણ હતા. તો એક નવોદિત સંગીતકાર સોનિક ઓમીનું ચિત્ર ‘ટ્રક ડ્રાઈવર’ પણ હતું, જેનું એક ગાયન ખુબ જ પ્રખ્યાત થયું હતું….”કાન્હા ઓ કાન્હા, તુને લાખો રાસ રચાયે ફ્રિ કાહે તોસે ર કિસી કા પ્યાર ના દેખા જાયે રે…….” એ સૌ સંગીતકારોની અને વર્ષ ૧૯૭૦ના સંગીતની વાતો ફ્રી ક્યારેક.
તિખારો!
‘નાસા’ એ શોધી કાઢયું છે કે ‘ફેસબુક’ અને ‘વ્હોટ્સએપ’ની બહાર પણ જીવન છે!
salil_hb@yahoo.co.in
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post કિસી રાહ મેં, કિસી મોડ પર, કહીં ચલ ના દેના તુ છોડ કર… appeared first on Sandesh.
from Sanskar – Sandesh http://sandesh.com/kisi-rah-me-kisi-mode-on-k/
via Best Gujarati News
0 Comments