ગૃહિણીઓનું બજેટ ખોરવાશે, અમૂલે કર્યો દૂધના ભાવમાં વધારો. નાગપુરમાં RSSની બંધ બારણે બેઠક, અમિત શાહને લઇ લેવાશે મોટો નિર્ણય! MPના રાજકારણમાં ખળભળાટ, કમલનાથ સરકાર પર તોળાતુ સંકટ, આનંદીબેનની ચારેકોર ચર્ચા. જેને હિંડોળે જુલાવ્યાં એ શી જિનપિંગ મોદીના જીતવા વિશે વિચારે છે કંઈક આવું. મુલાયમની મૈનપુરી અને રાહુલની અમેઠીમાં ફસાયો કેસ, થઈ શકે છે નવાજુની. એક્ઝિટ પોલને ટાંકીને વિવેક ઓબેરોયે ટ્વીટ કરી ઐશ્વર્યાની ઉડાવી મજાક. PHOTOS: કાન્સમાં પ્રિયંકા ચોપડા-નિક જોનસ સાથે હિના ખાને કરી પાર્ટી સહિતના અગત્યના સમાચાર.

પાણીનો પોકાર અને વધતી મોંઘવારી વચ્ચે આમ આદમીનું બજેટ વધી જાય તેવો ધડાકો અમૂલ કંપનીએ કર્યો છે. ઉનાળામાં દૂધની આવક ઘટતા ભાવ વધારાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

વધુ વાંચવા કરો ક્લિક-2: નાગપુરમાં RSSની બંધ બારણે બેઠક, અમિત શાહને લઇ લેવાશે મોટો નિર્ણય!

રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ (RSS)ની નાગપુરમાં 20મી મેના રોજ એટલે કે આજે મોટી બેઠક યોજાવાની છે. તેમાં સંઘના તમામ દિગ્ગજો અને ભાજપના કેટલાંક મોટા નેતા પણ સામેલ થશે. 

વધુ વાંચવા કરો ક્લિક-3: MPના રાજકારણમાં ખળભળાટ, કમલનાથ સરકાર પર તોળાતુ સંકટ, આનંદીબેનની ચારેકોર ચર્ચા

લોકસભાની ચૂંટણીમાં એક્ઝિટ પોલના પરિણામો સામે આવ્યા બાદ કેન્દ્રમાં હલચલ વધી જ છે સાથો સાથ રાજ્ય સરકારોમાં પણ ખળભળાટ વ્યાપી ગયો છે. મધ્ય પ્રદેશ અને કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર સંકટના વાદળો છવાયા છે. 

વધુ વાંચવા કરો ક્લિક-4: મુલાયમની મૈનપુરી અને રાહુલની અમેઠીમાં ફસાયો કેસ, થઈ શકે છે નવાજુની

લોકસભાની ચૂંટણીમાં દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં સપા અધ્યક્ષ અખિલેશ યાદવ અને બસપા પ્રમુખ માયાવતીની જુગલબંધીનો જાદૂ એક્ઝિટ પોલમાં એકદમ ફિકો પડી રહ્યો છે. 

વધુ વાંચવા કરો ક્લિક-5: જેને હિંડોળે જુલાવ્યાં એ શી જિનપિંગ મોદીના જીતવા વિશે વિચારે છે કંઈક આવું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચીન સાથે સંબંધ બનાવવા માટે પાચ વર્ષ સુધી ભારત તરફ લાવવાનો પ્રયત્ન કરતા રહ્યાં. તો વળી મોદી પણ અવારનવાર ચીનના પ્રવાસે જતા હતા. જ્યારે એક્ઝિટ પોલ બહાર આવી ગયા છે ત્યારે ચીનનાં એક સમાચાર પત્રમાં લખ્યું છે કે, એક્ઝિટ પોલમાં મોદીનાં નેતૃત્વવાળી ભાજપની સરકાર આવી રહી છે.

વધુ વાંચવા કરો ક્લિક-6: PM મોદીના ‘ખાસ માણસ’ની આખા પાકિસ્તાનમાં શોધ શરૂ, ઇમરાન ખાન થયા ફિદા

ભારતની સાથે દરેક કૂટનીતિક ક્ષેત્રમાં ઊંધા માથે પછડાતા હવે પાકિસ્તાન પોતાના દેશમાં પણ અજીત ડોભાલ જેવા અધિકારીની નિમણૂક કરવા માંગે છે. ઇમરાન ખાન સરકારના સૂત્રોના હવાલાથી પાકિસ્તાની મીડિયામાં ખબર છે કે હવે ત્યાં પણ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની જેમ જ કોઇ NSA નિમણૂક કરાય. 

વધુ વાંચવા કરો ક્લિક-7: મોંઘવારીએ પાકિસ્તાનને રાતા પાણીએ રોવડાવ્યું, રમજાન હોવા છતાં આટલી વસ્તુઓ ભાગ્યે જ મળે

નાપાક પાક હવે દિવસે અને દિવસે વધુ કંગાળ બનતું જાય છે. કારણ કે પાકિસ્તાનની સરકાર મોંઘવારી રોકવામાં લગાતાર નિષ્ફળ જઈ રહી છે. અને એના પરિણામમાં ખાવા પીવાની તેમજ રોજીંદા જીવનની વસ્તુઓ વધારે પડતી જ મોંઘી થવા લાગી છે. 

વધુ વાંચવા કરો ક્લિક-8: એક્ઝિટ પોલને ટાંકીને વિવેક ઓબેરોયે ટ્વીટ કરી ઐશ્વર્યાની ઉડાવી મજાક

લોકસભા ચૂંટણી 2019નું પરિણામ 23 મેએ આવવાનું છે. આ પહેલા 19 મેએ એક્ઝિટ પોલ આવી ગયા છે. એક્ઝિટ પોલના પરિણામોમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ એક વાર ફરીથી સત્તામાં આવે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે. 

વધુ વાંચવા કરો ક્લિક-9: વર્લ્ડ કપ: ભારતને આ ઘાતક બૉલરે આપી ચેતવણી, કહ્યું “બદલો લેવા તલપાપડ છું…”

ક્રિકેટ વિશ્વ કપ 30મેનાં રોજ ઇંગ્લેન્ડ-વેલ્સમાં શરૂ થશે, પરંતુ બૉલ અને બેટની આ જંગ પહેલા ખેલાડીઓ પોતાના શબ્દોથી એક-બીજા પર પ્રહાર કરવા લાગ્યા છે. ક્રિકેટની રમતમાં શરીરની સાથે સાથે વિરોધી ટીમ પર મનોવૈજ્ઞાનિક દબાવ બનાવીને પણ ખેલાડીઓ હાવી થવાનો પ્રયત્ન કરતા હોય છે. 

વધુ વાંચવા કરો ક્લિક-10: એક્ઝિટ પોલ બાદ શેરબજારમાં જબરદસ્ત ઉછાળો, સેન્સેક્સ 1400 પોઇન્ટ વધીને બંધ

લોકસભા ચૂંટણી 2019ના સાત ફેઝમાં 542 સીટો પર થયેલા ચૂંટણીના એક્ઝિટ પોલ આવી ગયા છે. ત્યારે આજે દિવસના અંતે શેરબજારમાં જબરદસ્ત તેજી જોવા મળી છે. અને શેરબજારે 39,000ની સપાટી વટાવી છે. 

વધુ વાંચવા કરો ક્લિક-11: PHOTOS: કાન્સમાં પ્રિયંકા ચોપડા-નિક જોનસ સાથે હિના ખાને કરી પાર્ટી

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2019માં બોલીવુડ એકટ્રેસનો બોલ્ડ અને ગ્લેમરસ લુક હાલ ચર્ચામાં છે. પ્રિયંકા ચોપડા, કંગના રનૌત, દીપિકા પાદુકોણથી લઈને ટીવીની પ્રખ્યાત એકટ્રેસ હીના ખાને ફેશનથી પ્રશંસકોના દીલ જીતી લીધા છે. આ દરમિયાન હીના ખાને કાન્સ દરમિયાન પાર્ટીની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

 વધુ વાંચવા કરો ક્લિક-12: શુ તમે પણ પક્ષીને પાંજરામાં રાખીને પાળી રહ્યા છો તો ચેતી જજો, નહીંતર…

સામાન્ય રીતે લોકોને પશુ-પક્ષી પાળવાનો ખૂબ શોખ હોય છે. જોકે તેમને પાળવા પણ એક પુણ્યનું કામ હોય છે. પરંતુ તમે આ વાતથી અજાણ છો કે જો તમે કોઇપણ પશુ કે પક્ષીને પીંજરામાં પાળી રહ્યા છો કે તેની સેવા કરી રહ્યા છો તો તેને અશુભ માનવામાં આવે છે. 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post News@06 PM: અમૂલે કર્યો દૂધના ભાવમાં વધારો, અમિત શાહને લઇ લેવાશે મોટો નિર્ણય! appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/20-may-2019-top-headlines-til-06-pm/
via Best Gujarati News

0 Comments