લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાના મતદાન બાદ આવેલાં તમામ એક્ઝિટ પોલમાં એનડીએને બહુમત મળશે તેવું અનુમાન કરવામાં આવ્યું છે. આજતક-એક્સિસ માય ઈન્ડિયા પોલમાં એનડીએ 339-365 સીટ, યુપીએને 77-108 અને અન્યને 69-95 સીટ મળશે. એક્ઝિટ પોલના પરિણામો સૌ કોઈને ચોંકાવી દીધા છે. એક્ઝિટ પોલમાં અનેક મોટાં માથાઓની હાર થઈ શકે તેવું જોવા મળી રહ્યું છે.

ઉત્તર પ્રદેશના કનૌજ લોકસભા સીટથી સપાના ઉમેદવાર ડિમ્પલ યાદવને લઈ એક્ઝિટ પોલમાં ખરાબ સમાચાર છે. આ સીટ પર બીજેપી ઉમેદવાર જીતશે તેવી સંભાવના કરવામાં આવી છે.

મૈનપુરી લોકસભા સીટ પર વર્ષોથી સપાની મજબૂત પકડ રહી છે, પણ એક્ઝિટ પોલમાં સપાના સંરક્ષક મુલાયમ સિંહની મૈનપુર સીટ પણ હાથમાંથી નીકળી શકે તેવી સંભાવના છે.

ફતેહપુર સીકરી લોકસભા સીટથી કોંગ્રેસ ઉમેદવાર રાજ બબ્બર હારી શકે છે, એક્ઝિટ પોલમાં અહીં બીજેપી જીતી શકે તેવું અનુમાન કરવામાં આવ્યું છે.

તો વર્ષોથી અમેઠી સીટ પર આધિપત્ય જમાવનાર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી માટે પણ કપરાં સંજોગો હોવાનું એક્ઝિટ પોલમાં જાણવા મળી રહ્યું છે.

એક્ઝિટ પોલમાં કોંગ્રેસ-આરજેડીના ઘણા દિગ્ગજોને ચૂંટણી જીતવી અઘરી પડી જશે. પટના સાહિબથી કોંગ્રેસના શત્રુધ્ન સિન્હાની સીટ પણ ખતરામાં છે. એક્ઝિટ પોલમાં આ સીટ પરથી ભાજપની જીત થશે તેમ અનુમાન કરવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post રાહુલ, મુલાયમ સહિતનાં આ 10 મોટાં માથાઓ હારી જશે ચૂંટણી? EXIT POLLમાં છે માઠા સમાચાર appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/10-big-face-who-might-lose-election-according-to-exit-polls/
via Best Gujarati News

0 Comments