જો તમને મીઠાઈ ખાવાનો શોખ હોય તો ચોખાના રસગુલ્લા પછી ટ્રાઈ કરો રવાના રસીલા રસગુલ્લા. ઉનાળામાં આ વાનગી ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.

રવાના રસગુલ્લા બનાવવા જોશે સામગ્રી

રવો, 2 ચમચા દેશી ઘી, 1 મોટી કટોરી દૂધ, 3 ચમચી ખાંડ, અડધો કપ જીણા સમારેલા ડ્રાઈ ફ્રુટ્સ

રવાના રસગુલ્લા બનાવવાની પદ્ધતિ

ધીમી આંચ પર એક પેનમાં દૂધ અને ખાંડ નાખીને ઉકાળો, સતત હલાવતા રહો જેથી દૂધ નીચે બેસી વ જાય. દૂધમાં ધીમે ધીમે રવો નાંખતા જાઓ ખાસ એ વાતનું ધ્યાન રાખો કે કોઇ ગઠ્ઠા ન પડે. ધીમે ધીમે આ મીશ્રણ ઘટ્ટ થવા લાગશે. આ મિશ્રણ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી ઠંડુ થવા મુકી દો. આ મિશ્રણ ઠંડુ થાય પછી હાથમાં લઈને રસગુલ્લાનો આકાર આપો. હાથ પર ઘી લગાવીને રાખો જેથી ચીપકે નહી.

એક વાસણમાં પાણી અને ખાંડ નાંખી ચાસણી તૈયારી કરી લો. ચાશણી તૈયાર થતા રસગુલ્લાને ચાશણીમાં નાખો. બેથી ત્રણ મિનિટ પકાવો. ત્યારબાદ ગેસ બંધ કરી દો તૈયાર છે ખુબજ સ્વાદિષ્ટ રવાના રસગુલ્લા. સર્વ કરતી વખતે ઉપરથી જીણા સમારેલા ડ્રાઈફ્રુટના ટુકડાઓ નાખી દો. ચપટી કેશરથી સજાવો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ખુબજ સ્વાદિષ્ટ અને ગળ્યુ ખાવાના શોખીનો માટે રવાના રસગુલ્લા appeared first on Sandesh.



from Lifestyle – Sandesh http://sandesh.com/sweet-recipes-sooji-rasgulle-recipe/
via Best Gujarati News

0 Comments