એક્ઝિટ પોલ સામે આવતા જ ભાજપના નેતૃત્વવાળી એનડીએ ગઠબંધનની સરકાર સત્તામાં ફરી પાછી આવવાની અપેક્ષા જાગી છે. બીજી બાજુ, ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ Zomatoએ જાહેર જનતાને આગાહી કરવા માટે ‘ઈનામ’ જાહેર કર્યું છે. Zomatoની નવી ઓફરમાં 23 મેના રોજ થનારી મત ગણતરી પહેલાં આગામી વડાપ્રધાન વિશે આગાહી કરનાર અને ખોરાક ઓર્ડર પર રોકડ જીતવા માટેની તક આપવામાં આવી રહી છે.

કંપની દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવાયું છે કે ‘Zomato ઇલેકશન લીગ’ ની આ ઓફરમાં, ગ્રાહકો જે આગામી વડાપ્રધાનના નામની આગાહી કરે છે તે કેશબેક્સ મેળવશે. અગાઉ, કંપનીએ Zomato પ્રિમીયર લીગ (ઝેડીપીએલ) દ્વારા ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની વિજેતા ટીમની આગાહી કરનારા ગ્રાહકોને કેશબેક આપ્યું હતુ. તેમજ આ સમાચાર આવતા જ લોકોએ ટ્વીટર હેન્ડલથી આગાહી ટ્વીટ કરી છે કે તે Zomatoની આ ઓફરથી ખુશ છે.

Zomato કંપનીએ જણાવ્યું હતું કે, “દરેક ઓર્ડર પર ગ્રાહકોને 40 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે અને જો તેમની આગાહી સાચી સાબિત થઈ જાય, તો તેમને 30 ટકા કેશબેક મળશે.” કોઈપણ વ્યક્તિ 22 મી મે સુધી આ ઓફરનો લાભ લઈ શકે છે અને પ્રત્યેક યોગ્ય સાક્ષાત્કાર માટે દરેક ઓર્ડરને કેશબેક આપવામાં આવે છે. કંપનીએ જણાવ્યું હતું કે, “દેશમાં નવા વડાપ્રધાનની પસંદગી થઈ જાય તે પછી, ગ્રાહકોને રોકડ રકમ તેમના પોતાના વોલેટમાં આવશે.” વધુમાં કંપનીએ કહ્યું કે અત્યાર સુધીમાં 250 શહેરોમાંથી 3,20,000 લોકોએ આ કેશબેક ઓફરમાં ભાગ લીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post આગામી વડાપ્રધાનનું નામ જણાવવા પર આ કંપની આપશે ડિસ્કાઉન્ટ સાથે કેશેબેક appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/zomato-discount-and-cashback-offers-on-every-order-for-naming-next-prime-minister/
via Best Gujarati News

0 Comments