આજે દિવસના અંતે શેરબજારમાં મોટો કડાકો થયો છે. જેમાં બીએસઇના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ −382.87 પોઇન્ટ ઘટીને 38,969.80 ની સપાટીએ બંધ થયો છે. બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી −119.15 પોઈન્ટ ઘટીને 11,709.10 ની સપાટીએ બંધ રહ્યું છે.

ઉલ્લેખનિય છે કે આજે શેરબજાર ખુલતાની સાથે માર્કેટમાં ઉછાળો જોવા મળ્યો હતો. અને શેરબજારે 39,449ની સપાટી વટાવી હતી. ત્યારે બીએસઇના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 96.78 પોઇન્ટ વધીને 39449.45 ની સપાટીએ ખુલ્યો હતો. બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 35.40 પોઈન્ટ વધીને 11863.65 ની સપાટીએ ટ્રેડ કરી રહ્યો હતો. આ સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીએ 20 સત્રોમાં નવો રેકોર્ડ બનાવ્યો હતો. શેરબજારના આરંભમાં બેંક નિફ્ટીનો ઇન્ડેક્સ રેડ માર્કમાં ટ્રેડ કરી રહ્યો હતો.

મંગળવારે અમેરિકાના ડોલર સામે રૂપિયામાં સ્થિરતા જોવા મળી હતી. મંગળવારે ઓપનિંગ ટ્રેડિંગમાં અમેરિકન ડોલર સામે 25 પૈસાના વધારા સાથે રૂપિયો ખૂલ્યો હતો. શરૂઆતના વેપારમાં રૂપિયો અમેરિકન ડોલર દીઠ 69.74 ના ભાવ પર ખૂલ્યો હતો. છેલ્લા સત્રમાં રૂપિયો ડોલર દીઠ 69.74 પર બંધ રહ્યો હતો. ઉલ્લેખનિય છે કે વિવિધ એક્ઝિટ પોલ્સમાં એનડીએની વાપસીના સંકેત જોવા મળતા સોમવારે રૂપિયામાં ઉછાળો જોવા મળ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post શેરબજાર મોટો કડાકો થયો, સેન્સેક્સ −382 પોઇન્ટ અને નિફ્ટી 11,709 પર બંધ appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/business-news-today-sensex-by-38969-nifty-11709/
via Best Gujarati News

0 Comments